SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ . (૧૯) હું સુકોશલ મારામાંથી યક્ષ (ભૂત) ભાગ્યો ત્યારે મારું ઠેકાણું પડ્યું. બરાબર ને ? પણ એ ભૂત ભાગ્યો ક્યારે ? મને સુદર્શન મળ્યો ત્યારે. તમને પણ સુદર્શન મળી જાય તો તમારું ભૂત પણ ભાગી છૂટે. સુદર્શન એટલે સમજ્યા ? “સુદર્શન' એટલે ‘સમ્યગ્દર્શન !” જેને સમ્યગ્દર્શન મળે તેના આત્મામાંથી મિથ્યાત્વના ભૂતે ભાગવું જ પડે. મિથ્યાત્વનું ભૂત જાય એટલે હિંસા જાય, ભગવાન મળે. હા... જેને સુદર્શન (સમ્યગ્દર્શન) મળે તેને મહાવીર પ્રભુ અવશ્ય મળે જ. સુદર્શન' વિના કદી પણ “મહાવીર’ મળતા નથી. કદાચ મળી જાય તો ફળતા નથી. સમજી ગયા ને ? કુમાર અવસ્થામાં જ હું રાજા બની ગયેલો. ઘણીવાર પિતાજી પાસેથી રાજ્ય મેળવવા પુત્રોએ ખટપટ કરવી પડે છે, પણ મને તો સામેથી જ પિતાજીએ રાજ્ય આપેલું. એકવાર મારી ધાવમાતાને મેં રડતી જોઇ. મેં પૂછ્યું : તું કેમ રડે “રાજન ! કાંઇ કહેવા જેવું નથી, છતાં આપને જાણવાની ઇચ્છા જ હોય તો હું કહી દઉં. કહેતાં પહેલાં એક વાતનો ખુલાસો કરી દઉં કે, હું મારા દુઃખના કારણે નથી રડતી, પણ મારા અને તમારા સ્વામીના અપમાનથી રહું છું.' ધાવમાતાએ રડતાં રડતાં કહ્યું. મારા અને તમારા બંનેના સ્વામી વળી કોણ ? એનું અપમાન કોણે કર્યું? શા માટે? કાંઈ સમજાયું નહિ. માંડીને વાત કરે તો ખ્યાલ આવે.” સાંભળો, મહારાજા ! આપ જે રીતે આજે ચતુરંગ બળથી સુશોભિત રાજ્યના માલિક બન્યા છો, એ કોનો પ્રભાવ છે ? એ તો જાણતા જ હશો ! આપના પિતા કીર્તિધરે જ આપને રાજ્યગાદી આપીને સ્વયં દીક્ષા લીધી છે. ઘણા વર્ષો બાદ તેઓ વિહાર કરતા-કરતા આજે આપણા સાકેતનગરમાં આવ્યા. પણ કોણ જાણે આપની માતાને શું સૂઝયું કે, એમણે કીર્તિધર મુનિને અપમાન કરાવીને નગરમાંથી બહાર હાંકી કઢાવ્યા છે, તે રીતે એમણે આપના પિતાજીનું અપમાન કર્યું છે. આ સમાચાર મને હમણાં જ મળ્યા. હું આ સાંભળતાં જ હતપ્રભ બની ગઇ. હીનકુળમાં પણ ન હોય, તેવું વર્તન આપણા ઉત્તમ કુળમાં ? એ પણ પત્ની જ પતિ મુનિને હડસેલી મૂકે ? હદ થઇ ગઇ ! સન્માન ન થાય તો કાંઇ નહિ, પણ કમ સે કમ અપમાન તો ન જ કરવું જોઇએ. આપણા માલિકનું આવું અપમાન થાય, એ સહન થાય ખરૂં ? પણ હું એનો પ્રતિકાર શી રીતે કરું ? મારું ચાલે પણ શું? મારું સાંભળે પણ કોણ ? આત્મ કથાઓ • ૧૩૩ આત્મ કથાઓ • ૧૩૨
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy