SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ રડવા સિવાય મારી પાસે બીજો કોઇ ઇલાજ નથી. માટે જ મારી આંખ આંસુભીની બની છે.” ધાવમાતાની આ વાત સાંભળીને હું સ્તબ્ધ બની ગયો. એક પત્ની પોતાના પતિનું આ રીતે શા માટે અપમાન કરે ? શું કારણ હશે ? કોઇ ગંભીર કારણ વિના તો કોઇ જ આવું કામ કરે નહિ ! હં. સમજાયું. કદાચ એવું પણ બને કે, મારી માતાને મારો ડર હોય. પિતા મુનિ કદાચ નગરમાં આવે, હું વંદન કરવા જાઉં, મુનિ ઉપદેશ આપે, અને મારા મનમાં વૈરાગ્ય જાગે, રાજ્ય છોડીને હું દીક્ષા લઇ લઉં તો એનું કોણ ? કદાચ આ જ ગણતરીથી માતાએ આવું ગેરવર્તન કર્યું હશે. ઠીક છે, પણ મારાથી આવું ચલાવી શકાય જ નહિ. હું હમણાં જ પિતા મુનિ પાસે જાઉં, ક્ષમા માંગું અને ધર્મોપદેશ સાંભળું. હું એ જ ક્ષણે પિતા-મહારાજની શોધમાં નીકળી પડ્યો. જંગલમાં ચારે બાજુ તપાસ આદરી, પણ એમ મુનિરાજ ક્યાંથી મળે ? મોટા જંગલમાં કયા વૃક્ષ નીચે રહેલા હોય, શી ખબર? પણ ઇચ્છા હોય ત્યાં માર્ગ મળી જ જાય. મેં શોધ ચાલુ રાખી. આખરે હું સફળ થયો. એક વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાને રહેલા પિતા મુનિ મેં જોયા. હું આનંદથી ઝૂમી ઊઠ્યો. મેં તેમના ચરણોમાં પ્રાર્થના કરી : “ઓ ગુરુદેવ ! આપ તો સંસારને સળગતું ઘર માની એને છોડીને નીકળી ગયા, પણ મારો જરાય વિચાર ના કર્યો ? સળગતા ઘરમાં મને શા માટે છોડી દીધો ? ભગવદ્ ! ભવ-કૂપમાં ડૂબેલો છું. મને દીક્ષાના દોરડા દ્વારા એ કૂવામાંથી બહાર કાઢો.” મેં દીક્ષા માટે કીર્તિધર મુનિને વિનંતી કરી. મને યોગ્ય જાણી પિતામુનિએ દીક્ષા આપી. મારી માતાએ હું દીક્ષા ન લઉં, એ માટે જ મારા પિતા મુનિને નગરમાંથી હાંકી કઢાવ્યા હતા, પણ તોય મેં દીક્ષા લીધી જ. ખરેખર તો માતાએ આવો પ્રયત્ન ન કર્યો હોત, તો મને આટલો જલ્દી વૈરાગ્ય પેદા થાત, કે કેમ ? તે સવાલ હતો. માતાના અવળા પ્રયત્નો પણ મારા માટે તો સવળા જ બન્યા ! એ રીતે પણ મને એ સહાયક જ બન્યા. ઘણીવાર અવળી મૂઠીની કૃપા પણ કલ્યાણકારી બની જાય. એ માટે મારે માતાનો આભાર માનવો જોઇએ. આત્મ કથાઓ • ૧૩૪ મારી દીક્ષાના સમાચાર જ્યારે મારી માતાને મળ્યા, ત્યારે તે એકદમ ધમધમી ઊઠી : હાય ! હાય ! આ શું થયું ? હું કરવા ગઇ કંસાર, પણ બની ગઈ થૂલી ! કદાચ મેં કોઇ જ પ્રયત્ન ન કર્યા હોત, તો મારો પુત્ર આટલી જલ્દી દક્ષા ન લેત. પણ આને પુત્ર કહેવાય કે પથ્થર ? બસ, મને પૂછ્યા વિના એમને એમ જ દીક્ષા લઇ લીધી ? કમ સે કમ મારી રજા તો લેવી જોઇતી હતી. પુત્રે મારો તો જરાય વિચાર ન કર્યો. શું મેં એના પર કોઇ જ ઉપકાર નથી કર્યો ? એ નાનો હતો, ત્યારે કેટ-કેટલા દુઃખો વેઠીને મેં એને ઉછેર્યો હતો ? આ બધાનું આ જ ફળ ? મને નિરાધાર મૂકીને એ સાધુ બની જાય ? મારું ચાલે તો મારા એ પુત્રને હમણાં જ બતાવી દઉં ! આમ એનો મારા પર રોષ ધમધમી ઊઠ્યો. એ બહાવરી બની. અગાશી પરથી એણે પડતું મૂક્યું. અકાળે જ જીવનનો અંત આણી દીધો. સ્વસ્થતાથી વિચારવાને બદલે જે આવેશપૂર્વક વિચારે અને એને તરત જ અમલમાં મૂકી દે, એનું આવું જ પરિણામ આવે ! અકાળે મોત ! ભર બપોરે સૂર્યાસ્ત ! આવા અવિચારી લોકોને શું કહેવું ! આવશગ્રસ્ત લોકોને કેવી રીતે સમજાવવા ? તમારો આવેશ જ તમારો પરમ શત્રુ છે એમ એમને કોણ કહે ? કહે તો માને કોણ ? પહેલાં કીર્તિધર મુનિને નગરમાંથી હાંકી કઢાવ્યા, ત્યારે પણ આવેશ હતો. આ પછી આપઘાત કર્યો, એમાં પણ આવેશ જ હતો. રાગદ્વેષ કરતાં એનો આવેશ ખૂબજ ખતરનાક હોય છે. આવેશમાં કરાયેલું કોઈ પણ કાર્ય વિપરીત પરિણામ આપ્યા વિના રહેતું નથી. મેં જ્યારે મારી માતાનું આવું અકાળ મૃત્યુ સાંભળ્યું, ત્યારે મને બહુ જ દુઃખ થયું કે, બિચારી ! અકાળે મૃત્યુ પામીને ક્યાં ગઇ હશે? માનવ-જીવન હારી તો નહિ ગઇ હોય ને ! અમે બંને પિતા-પુત્ર આવી ઘટનાથી વધુ સંવેગ બન્યા અને વધુ ઉલ્લસિત હૃદયે ધર્મની આરાધના કરવા લાગ્યા. એક વખતે અમે એક મોબ્બિલ (સિદ્ધાચલ) નામના શ્રેષ્ઠ પર્વતની ગુફામાં ચોમાસું રહ્યા. સ્વાધ્યાય અને ધ્યાનમાં અમે મગ્ન હતા. એક વખત વરસાદ બંધ થતાં શરદ ઋતુના સમયમાં અમે ગુફાથી આત્મ કથાઓ • ૧૩૫
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy