SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ હવે નીકળી ગયો છે એટલે હવે તું સ્વસ્થ થયો છે. અર્જુન ! તને ખ્યાલ છે તું રોજ કેટલી હત્યા કરતો હતો ?' ના... મને કોઇ ખ્યાલ નથી.' ‘તું રોજની સાત હત્યા કરતો હતો.' ‘હાય... હાય... હું આવો હત્યારો ? અરેરે... પ્રભુ ! મારો ઉદ્ધાર શી રીતે થશે ? કોઇ ઉપાય છે ? ‘હા... દરેકનો ઉપાય હોય છે ?’ મારા જેવા પાપીનો પણ ?' હા... પાપીનો પણ... પાપીઓ માટે તો ધર્મ છે. બધા જ યુધ્ધશાળીઓ અને ધર્માવતારી હોય તો ધર્મનું પ્રયોજન પણ શું છે ? પણ મને કોણ પાવન બનાવશે ?' ‘તને, મને અને આખી દુનિયાને પાવન બનાવનારી હાલતી-ચાલતી ધર્મ-ગંગા અહીં આવેલી છે. ચાલ... આપણે ત્યાં જઇએ અને પાવન થઇએ.' છે.’ એ ગંગામાં મને સ્નાન કરવા મળશે ?’ ગંગા કોઇના બાપની નથી. હર કોઇને અહીં સ્નાન કરવાની છૂટ ‘મારા અહોભાગ્ય.’ ‘તો ચાલ... હવે મારી સાથે.’ હું મારા પાપોથી ધ્રૂજી ઊઠ્યો હતો. ઘોર પાપો પ્રત્યે મને તીવ્ર પશ્ચાત્તાપ જાગ્યો હતો. હું સુદર્શન શેઠની સાથે ભગવાનશ્રી મહાવીર દેવની દેશનાભૂમિમાં ગયો. ઓહ ! શું અદ્ભુત દૃશ્ય હતું ? કરોડો ચન્દ્રો પણ ઝાંખા પડે એવું પ્રભુનું અદ્ભુત રૂપ ! આજુબાજુ વીંઝાતા ચામરો ! આકાશમાં વાગતી દેવ-દુંદુભિઓ ! જમીન પર થતી સુગંધી પંચરંગી ફૂલોની વૃષ્ટિ ! ચાંદીના, સોનાના અને રત્નના ત્રણ ગઢો ! વચ્ચે ઊંચું અશોક વૃક્ષ ! એની નીચેના સિંહાસન પર બેસીને દેશના આપતા ભગવાન ! ઓહ ! શું મીઠી-મધુરવાણી ! સાંભળતાં જ ભૂખ-થાક-તરસ બધું જ ભૂલાઇ જાય આત્મ કથાઓ - ૧૩૦ એવી મીઠી વાણી ! હું તો ધન્ય-ધન્ય બની ગયો. ‘પ્રભુ ! મને દીક્ષા આપશો ?' દેશનાના અંતે મેં પ્રભુને પૂછ્યું. એક જ દેશનાથી મારો આત્મા બદલાઇ ચૂક્યો હતો. વિષય-કષાયમય સંસારથી મને નફરત જાગી હતી. આત્માના અનંત ઐશ્વર્યને પ્રગટાવવાની અદમ્ય ઝંખના થઇ હતી. - બધા લોકો સ્તબ્ધતાથી મને જોઇ રહ્યા ને પરમકૃપાળુએ મારા જેવા પાપીને પણ પ્રવ્રજ્યા આપી. હું ધન્ય-ધન્ય બની ગયો. હવે તો મેં ઘોર સાધના કરવા માંડી, ઉગ્ર તપ કરવા માંડ્યો. ઉગ્ર તપ વિના મારા પાપ કર્મો કોઇ હિસાબે ધોવાય તેમ ન હતા. જેટલા તીવ્ર પાપો હોય, તેટલી જ તીવ્ર સાધના પણ કરવી જ જોઇએ ને ? નહિ તો આત્મા પાપકર્મમાંથી છૂટે શી રીતે ? મેં તપશ્ચર્યાની એવી આગ પ્રગટાવી કે એની અંદર આ જ જનમના નહિ, પણ જનમ-જનમના મારા પાપ-કર્મો ખપી ગયા. હું કેવળી બની ગયો. પામરમાંથી પરમાત્મા બની ગયો. મને વિચાર આવે છે કે તમે પણ મારા જેવા જ નથી ? મારી જેવી પરિસ્થિતિ હતી, તેવી જ પરિસ્થિતિ તમારી નથી ? ભૂતના કારણે હું રોજ સાતની હત્યા કરતો હતો. તમારી અંદર પણ ભૂત ભરાયેલું જ છે. મિથ્યાત્વના ભૂતના કારણે તમે દ૨૨ોજ સાતની હત્યા નથી કરતા ? ‘કઇ સાત ચીજોની હત્યા કરીએ છીએ ?' એમ પૂછો છો ? સાંભળો. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિ અને ત્રસકાય - આ છ કાયની તમે દરરોજ હત્યા નથી કરતા ? એની હત્યા વિના તમારા સંસારનું ગાડું ક્યાં ગબડે એમ છે ? સાતમી ચીજ છે : તમારી જ ચેતના. એની પણ તમે હત્યા કરો જ છો. તમારી શુદ્ધ ચેતનાને તમે દરરોજ હણી રહ્યા છો અને વિભાવમાં મહાલી રહ્યા છો. મેં મારી પોતાની જ પત્નીને હણેલી, તમે પણ તમારી પોતાની જ ચેતનાને હણી રહ્યા નથી ? હત્યા તો કરીએ છીએ, પણ એનાથી છૂટવું કેમ ? એ જ તમારો પ્રશ્ન છે ને ? મારા જીવનમાંથી એનો પણ ઉપાય મળી રહેશે. આત્મ કથાઓ ૦ ૧૩૧
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy