SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ એવો નિયમ છે ? બિચારા મ. ન. દ્વિવેદીને ખ્યાલ નથી કે ૨૦મી સદીનો સૌથી વધુ ક્રૂર, સૌથી વધુ યુદ્ધ કરનાર, પોતાના જીવનમાં એક ક્રોડ સાઠ લાખ યહૂદીઓની ક્રૂર હત્યા કરનાર હિટલર માંસાહારી હોતો. મ. ન. દ્વિવેદીને આનો ખ્યાલ હોય પણ ક્યાંથી ? કારણ કે હિટલર પછી થયો હતો. માંસાહારી હોય તેઓ રાજ્ય ચલાવે એવું પણ નથી. કેટલાય માંસાહારીઓ ગુલામ થઇને આજે પણ જ્યાં-ત્યાં રખડે છે. અન્નાહારીઓ રાજ્ય ન ચલાવી શકે, એવું પણ નથી. ચૌલુક્ય વંશની અવનતિનું મૂળ મારી અહિંસા નથી, પણ અજયપાળે જે બર્બરશાહી ચલાવેલી તેના કારણે અવનતિનો પ્રારંભ થયો. ઉલટું મેં જે મજબૂત રાજ્ય વ્યવસ્થા ગોઠવેલી તેના પ્રભાવે જ બાળ મૂળરાજ અને ભોળો ભીમદેવ જેવા નબળા રાજાઓ પણ શાસન કરી શક્યા. મુસ્લિમોના આક્રમણ સમયે પણ તેટલો સમય સુધી ગુજરાત-રાજ્ય ટકી રહ્યું. કરણ વાઘેલો યુદ્ધમાં મરાયો ત્યાર પછી ગુજરાતમાં મુસ્લિમ શાસન આવ્યું. અસ્તુ. ગુજરાતમાં જો કે આજ-કાલ ખૂબ જ હિંસાઓ વધી રહી છે. મસ્યોદ્યોગના રૂપાળા નામ હેઠળ લાખો-કોડો માછલાઓ પકડાઇ રહ્યા છે. માંસાહાર વધી રહ્યો છે. મારા જેવો માંસાહારી માણસ પણ જ્યાં નિરામિષાહારી ચુસ્ત જૈન બન્યો એજ ગુજરાતમાં કેટલાક જૈન નબીરાઓને પણ માંસાહાર કરતા જોઉં છું ત્યારે હૃદય ધ્રુજી ઊઠે છે. ગર્ભપાત જેવી નિંદ્ય વસ્તુ પણ ઉચ્ચવર્ણોમાં પેસી ગઇ છે, એ જોઇને આઘાત લાગે છે. અધૂરામાં પૂરું વળી એ સરકાર તરફથી કાયદેસરની થઇ ! વણજોઇતા ગર્ભનો નિકાલ કરી દેવો, આથી વસતી પર પણ નિયંત્રણ રહે. આજ-કાલ વળી વસતિ નિયંત્રણનું તૂત ચાલ્યું છે. લાખો વર્ષોમાં કદી આ સમસ્યા પેદા ન થઇને હમણાં જ કેમ પેદા થઈ ? દલીલો એવી છે કે વસતિ વધે છે, પણ જગ્યા વધતી નથી, ધરતી એટલી જ રહેવાની છે. દવા વગેરેની શોધોથી ઉંમરનું પ્રમાણ વધ્યું છે, એટલે મૃત્યુ દર ઘટ્યો છે. જો આ રીતે વસતિ વધતી રહી તો દરેકને અનાજ વગેરે શી રીતે પુરૂં થશે ? પહેલાંના કાળમાં યુદ્ધો વગેરે થતી રહેતા એટલે વસતિનું સંતુલન જળવાઇ રહેતું. હમણાં એવા કોઇ યુદ્ધો આત્મ કથાઓ • ૪૬૬ નથી, માટે વસતિનો વિસ્ફોટ થઇ રહ્યો છે. તમે વિચારો. આ બધી દલીલો સાચી છે ? કે કોઇ પરદેશી ફળદ્રુપ ભેજાની ઘાતકી યોજના છે ? દવા વગેરેની શોધોથી તો ઉલટા રોગો વધતા રહ્યા છે. પહેલાં કદી જેના નામો ન્હોતા સાંભળ્યા એવા એવા રોગો માનવ-જાતને હવે પીડી રહ્યા છે. દર વર્ષે ટી.બી., કેન્સર વગેરે જેવા જીવલેણ રોગોથી કેટલા લોકો મરે છે ? પહેલાં કહેવાતું હતું કે ટી.બી. રોગ કંટ્રોલમાં આવી ગયો છે, હવે પાછો ટી.બી. ક્યાંથી ફૂટી નીકળ્યો ? કેન્સરના રોગની દવા શોધાય એ પહેલાં તો એઇડ્રેસનો ખતરનાક રોગ ફાટી નીકળ્યો છે. આવા રોગોમાં કેટલાય માણસો હોમાતા રહે છે, એ કેમ દેખાતું નથી ? ઉંમરનું પ્રમાણ વધ્યું છે, એવું કોણે કહ્યું ? શું અમારા જમાનામાં લાંબું જીવનારા માણસો હોતા ? હું પોતે ૮૦ વર્ષ જીવેલો. મારા ગુરુદેવ ૮૪ વર્ષ જીવેલા. ઉદાયન મંત્રી 100 વર્ષની ઉંમરે લડ્યા હતા. વજસેન સૂરિ ૧૨૦ વર્ષ જીવેલા. સો વર્ષથી વધુ જીવનારા કેટલાય મેં મારી આંખે જોયા છે અને આજે શું તમારામાંના બધા જ લાંબું આયુષ્ય ભોગવે છે ? હાર્ટ વગેરેના દર્દીથી આજે ૩૫-૪૦ વર્ષની ઉંમરે કોઇ મરતા નથી, એવું તમે કહી શકશો? ‘પહેલાંના કાળમાં યુદ્ધો થતાં એટલે વસતિનું સંતુલન જળવાઇ રહેતું' આ દલીલ પણ સાચી નથી. શું આજે યુદ્ધો બંધ થઇ ગયા છે ? દુનિયાના કોઇને કોઇ ભાગ પર આજે પણ નાના-મોટા યુદ્ધો ચાલુ જ છે. ત્રાસવાદથી રોજ અનેક માણસો મરી રહ્યા છે, એ કેમ દેખાતું નથી ? માની લો કે કદાચ યુદ્ધો ઓછા થયા, પણ મરણના બીજા સંયોગો કેટલા વધી ગયા ? ટ્રેન, મોટર અને પ્લેનોના અકસ્માતોમાં રોજ એકી સાથે કેટલા મરે છે ? તેનો કદી હિસાબ રાખ્યો? નદીઓના પૂરોમાં, ભયંકર ધરતીકંપોમાં, દુકાળોમાં, ભૂખમરામાં, અકસ્માતોમાં એકીસાથે કેટલાય માણસો મરતા રહે છે, તે અંગે કદી વિચાર્યું? વળી અહીં સૌથી વધુ વિચારણીય મુદ્દો એ છે કે પૂર, ધરતીકંપ, યુદ્ધ વગેરેની હોનારતોમાં એકી સાથે હજારો-લાખો માણસો મરી શકે છે, પણ એકી સાથે કદી જન્મ થઇ શકે ખરો ? હિરોશીમા, જેવા શહેરો હું કુમારપાળ • ૪૬૭
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy