SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પર એક બોંબ ઝીંકાય અને લાખ-દોઢ લાખ માણસો ગણતરીની સેકંડોમાં મરી જાય. પણ શું તમારી પાસે કોઇ એવો બોંબ છે જે નાખતાં જ લાખ બાળકો પેદા થઇ જાય ? એક જ ધરતીકંપ લાખો માણસોને મારી શકે છે, પણ એવો કોઇ ધરતી-કંપ નથી, જેનાથી એકી સાથે લાખો બાળકો પેદા થઇ શકે. માણસને મારવામાં એક જ સેકંડ પૂરતી છે, પણ એને જન્મ આપવામાં નવ મહીનાથી ઓછું ન જ ચાલે ! વિસર્જન હંમેશા આસાન છે, સર્જન મુશ્કેલ છે. આવો સીધો તર્ક કેમ સમજાતો નહિ હોય ? “વૃક્ષો કપાઇ રહ્યા છે, જંગલો ઘટી રહ્યા છે. વૃક્ષ કાપતાં કલાકબે કલાક લાગે, પણ વૃક્ષ તૈયાર થતાં વર્ષો નીકળી જાય. માટે વૃક્ષારોપણ કરો.” આવી દલીલ કરનારો માણસ, આ જ દલીલ માનવ-જાત માટે કેમ લગાવતો નથી ? તમે કહેશો : તો પછી વસતિ બેફામ કેમ વધી રહી છે? પહેલાં થોડી હતી, અત્યારે કેમ વધી ગઇ ? એક મુંબઇની જ વાત લો. હજુ થોડા જ વર્ષો પહેલાં ૫૦-૬૦ લાખની વસતિ હતી. અત્યારે ક્રોડ સુધી પહોંચી ગઇ. આમ કેમ બન્યું ? મુંબઇ, કલકત્તા જેવા મહાનગરોમાં તો એટલી ભીડ છે, એટલી ભીડ છે, કે માણસો ટ્રેનમાં બકરાની જેમ પૂરાય છે, આ બધું અમે નજરે જોઇએ છીએ. શું એ ખોટું માનવું ? - ના, આ ખોટું નથી. તદ્દન સાચું છે. મહાનગરોની વસતિ અતિ ઝડપથી વધી રહી છે. પણ વિચારશો તો લાગશે કે આટલી બધી વસતિ આવી ક્યાંથી ? ગામડાં છોડી-છોડીને લોકો શહેરોમાં રહેવા આવી ગયા. ગામડાંઓ ખાલી થઇ ગયા. શહેરો ઊભરાઇ ગયા. એટલે તમને ભ્રમ થયો કે વસતિ વધી ગઇ ! જુદા જુદા સ્થાને રહેલા અનાજને એક સ્થળે એકઠું કરો તો કેટલો મોટો ઢગલો લાગે ? તો તમે એમ કહેશો : અનાજ વધી ગયું ? આજે તમે કચ્છ, રાજસ્થાન વગેરેના ગામડાઓમાં જાવ એ ગામડાંઓ તમને સૂનકાર લાગશે, ભૂતિયા મહેલો લાગશે. મકાનો ઊભા છે, પણ ત્યાં રહેનારું કોઈ નથી. અરે, કેટલાય ગામડાંઓ તો એવા છે જ્યાં મડદું ઉપાડનારા માણસો પણ નથી. વસતિ વધી રહી છે - એવું જણાવનારા સરકારી આંકડાઓથી ભ્રમિત ના થશો. એ તો બધી આંકડાની ઇન્દ્રજાળ છે, જેમાં ભલભલા ખેરખાઓ પણ મુંઝાઇ જાય. મોટા-મોટા પંડિતો, વિદ્વાનો, પત્રકારો, લેખકો, ચિંતકો બધા જ વસતિ-વિસ્ફોટ અંગે તો એકમત જ છે. રોજ-રોજ એક જ વાત સાંભળવાથી એ વાત ગમે તેટલી ખોટી હોય તોય સાચી જ લાગે. ગોબેલ્સની વાત તમે ભૂલી નથી ગયાને ? એક જ જૂઠાણું સાત વાર ચલાવો તો લોકો તેને સાચું માની લેશે. ચારે બાજુ એક જ વાત ચાલતી હોવાથી ઘણું કરીને માણસ એનાથી વિરુદ્ધ દિશામાં વિચારી શકતો નથી. બધાની સાથે તે પણ કહેવા લાગે છે : હા, વસતિ વધી રહી છે. આટલા બધા પ્રકાંડ ચિંતકો કહેતા હશે તે કાંઇ ખોટું હશે ? બધા ભેગા “લોલ લોલ...' કરવું સારું ! થાય તેવા થઇએ તો ગામ વચ્ચે રહીએ ! બધાથી જુદી વાત કહી ‘મૂર્ખ' શા માટે બનવું ? કદાચ વસતિ વધી જાય તોય એને સંતુલનમાં રાખવાનું કામ કુદરતનું છે. માણસ ત્યાં લાચાર છે. વસતિ નિયંત્રણની બૂમો પાડનારા માણસો, એ રીતે વાત કરી રહ્યા છે જાણે આખી દુનિયાનો ભાર પોતાના પર ન હોય ! જાણે બધાને કામ, બધાને અનાજ પોતે જ પૂરું પાડતા ન હોય ! જેઓ વસતિ-વધારાની વાત કરી રહ્યા છે, તેમણે જ ખરેખર તો આ દુનિયામાંથી વિદાય લઇ લેવી જોઇએ. કમ સે કમ એટલી વસતિ તો ઓછી થાય ! વસતિ નિયંત્રણની વાતોએ સૌથી વધુ અસર ઉચ્ચવર્ણની શિક્ષિત પ્રજાને કરી છે. આથી તેઓ તો ઓછા બાળ, જય ગોપાળમાં માનતા થઇ ગયા છે. હવે થયું શું ? ઉચ્ચ વર્ણવાળા, બુદ્ધિશાળી, શ્રીમંત અને શિક્ષિત માણસોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. જ્યારે બુદ્ધિહીન, દરિદ્ર માણસોની સંખ્યા વધતી જ રહી છે. આવું જ ચાલતું રહ્યું તો પરિણામ શું આવશે તે તમે વિચારી લેજો. વસતિ-નિયંત્રણ જો કોઇ વ્રત-પાલન દ્વારા કરતું હોય તો પ્રશંસનીય છે, પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા કરવું એ તો પાયમાલીનો માર્ગ છે, એ વાત વહેલી-મોડી સમજવી જ રહી. આત્મ કથાઓ • ૪૬૮ હું કુમારપાળ • ૪૬૯
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy