SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ તીર્થંકરના ગણધર બનાવવા માંગે છે. શ્રેણિક મહારાજા પ્રથમ તીર્થકર પદ્મનાભ બનવાના ને હું તેમનો ગણધર બનવાનો. જો હું વૈિમાનિક દેવલોકમાં ગયો હોત તો આ શી રીતે શક્ય બનત ? કારણ કે લગભગ ૮૩ હજાર વર્ષ પછી મારે અહીંથી ચ્યવી જવાનું ને માનવઅવતાર લેવાનો. જ્યારે વૈમાનિક દેવલોકમાં ગયો હોત તો સાગરોપમોના આયુષ્યો ત્યાં હોય. મારો સંસાર એટલો વધત ને ? “જે બને તે સારા માટે એ સિદ્ધાંત મારા માટે તો એકદમ લાગુ પડી ગયો ! આજે હું દેવલોકમાં છું. ભગવાનની ભકિત કરું છું. કલ્યાણકોની ઉજવણી વખતે અવશ્ય હાજર થઇ જાઉં છું. સમવસરણમાં જિનેશ્વર દેવની વાણી સાંભળું છું. ક્યારેક નાટક વગેરે પણ જોઉં છું, પણ મને એમાં ખાસ રસ નથી. ક્યારેક ભરત-ક્ષેત્ર પર નજર નાખું છું ત્યારે ઊંડી ચિંતામાં મૂકાઇ જાઉં છું : શું થવા બેઠું છે. આ બધું ? મારા પછી રાજા બની બેઠેલા અજયપાળે માત્ર ત્રણ જ વર્ષમાં મારું કર્યું? કરાવ્યું બધું સાફ કરી નાખ્યું ! ત્રિભુવનપાળ વિહાર જેવા કેટલાય જૈન મંદિરો તોડી પડાવ્યા. મારા ગુરુદેવના પટ્ટશિષ્ય આ. શ્રી રામચન્દ્રસૂરિને જીવતા ધગધગતા તાંબાના પાટ પર ચડાવી મારી નાખ્યા. કપર્દીને મંત્રી બનાવી તે જ દિવસે રાતે ધગધગતા તેલની કડાઇમાં જીવતો તળી નાખ્યો. આંબડ મંત્રીને લશ્કરથી ઘેરી લઇ મારી નખાવ્યો. ગ્રંથ ભંડારોને બળાવી નંખાવ્યા. અરે, મારા ગુરુદેવ સાથે દ્રોહ કરી જે આચાર્ય બાલચંદ્ર તેની સાથે મિત્રતા સાધેલી તેનો પણ ગુરુદ્રોહી તરીકે ખૂબ જ તિરસ્કાર કર્યો. પાટણ, મોઢેરા, ગાંભૂ વગેરે સારસ્વત મંડળના અનેક જિનાલયો તોડી પાડીને તે જ્યારે દૂરના તારંગા, જાલોર વગેરેના જિનાલયો તોડવા જવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે આભડ શેઠે યુક્તિ લગાવી શીલણ ભાંડને નાટક માટે તૈયાર કરી અજયપાળને રોક્યો. આ આભડ શેઠ તે જ, જે અજયપાળને રાજા બનાવવા ઇચ્છતો હતો. તેને પણ કલ્પના ન્હોતી કે આ અજયપાળ આવો ખતરનાક નીકળશે ! વળી અજયપાળ સ્ત્રી-લંપટ પણ ખૂબ જ હતો. સુંદર સ્ત્રી જોઇને આત્મ કથાઓ • ૪૬૪ તેને અંતઃપુરમાં દાખલ કરાવતો. આવી કેટલીયે સ્ત્રીઓને તેણે પોતાને ત્યાં ગોંધી રાખી હતી. આખરે આ જ આદતથી તેનું કરુણ મૃત્યુ થયું. પોતાના જ અંગરક્ષકોની માતા સાથે તેણે વ્યભિચાર સેવ્યો. આથી અંગરક્ષકોએ જ તેને પતાવી દીધો. એ દિવસ હતો : વિ.સં. ૧૨૩૨, ફા.સુ. ૨ (માર્ચ, ઇ.સ. ૧૧૭૬). માત્ર ત્રણ જ વર્ષ તેણે રાજ્ય કર્યું, પણ તેટલી વારમાં તો બધું ખેદાન-મેદાન કરી નાખ્યું. શું કુદરતને આવું જ મંજૂર હશે ? દરેક સારા રાજાની પાછળ આવો જ કોઈ અનાડી રાજા પેદા થતો દેખાય છે ! શ્રેણિક ધર્મિષ્ઠ રાજા થયો, પણ તેની પાછળ આવેલા કોણિકે દાટ વાળી નાખ્યો. સંપ્રતિ મહાન ધાર્મિક રાજા થયો, પણ તેની પાછળ થયેલો પુષ્યમિત્ર? અકબર સારો હતો પણ તેની પછી બે પેઢી પછી થયેલો ઔરંગઝેબ? આ જ ઇતિહાસની કરુણતા છે ! કદાચ ભવિતવ્યતાને આવું જ પસંદ હશે ! છતાં મને આનંદ છે કે ગુજરાતમાં મેં જે અહિંસાનો પાયો નાખ્યો તે આજે પણ તળિયેથી મજબૂત છે. આજે પણ તમે વિશ્વભરમાં ફરી આવો, ગુજરાત જેટલી અહિંસા ક્યાંય જોવા નહિ મળે. સમગ્ર વિશ્વમાં ભારત અહિંસા પ્રધાન, ભારતમાં પણ ગુજરાત અહિંસા પ્રધાન ! મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવાએ આક્ષેપ કર્યો છે કે “લોકોમાં દયાની સાથે જ યુદ્ધ આદિ દૂર કર્મનો અભાવ પેસતો ગયો ને એમ ગૂર્જરોએ પોતાનું રાજ્ય ખોયું તથા પછીની ઊથલ-પાથલોમાં કદી પોતાનું રાજ્ય સ્થાપી શકાયું નહિ.” (જુઓ : વડોદરા દેશી કેળવણીખાતા દ્વારા ઇ.સ. ૧૮૯૩માં પ્રકાશિત ‘કુયાશ્રય મહાકાવ્ય' ગુજરાતી અનુવાદના પુસ્તકમાં મ. ન. દ્વિવેદી લિખિત ‘યાશ્રયનો સાર'માં પૃ.નં. ૨૬) શું ખરેખર એવું થયું છે ? શું માંસાહારી માણસો જ રાજ્ય ચલાવી શકે હું કુમારપાળ • ૪૬૫
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy