SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ છે મુક્ત કોણ ? સ્તુતિ-નિંદા નહિ જહિં, કંચન-લોહ સમાન; કહે ‘નાનક’ સુન રે મના ! તાહિ મુક્ત તૂ જાન. ચાર દ્વારપાળ : મોક્ષના દરવાજે ચાર દ્વારપાળ ઊભા છે. તેમની સહાયતા વિના તમે મુક્તિના મંગલ-મંદિરમાં પ્રવેશ કરી શકો નહિ. ૧. શાંતિ ૨. સુવિચાર ૩. સંતોષ ૪. સત્સંગ - યોગવાશિષ્ઠ ૨/૧૬/૫૮ મોક્ષ મૂઠીમાં : સર્વ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરો. સર્વ જીવો પર સમતા રાખો. એકાગ્ર બની ચિત્તને સમાધિમાં લીન બનાવો. મોક્ષ તમારી મૂઠીમાં છે. - બૃહત્કલ્પભાષ્ય ૪૫૮૫ કે ધ્યાન માટે આઠ અંગો : ધ્યાન કરવા ઇચ્છનારે આ આઠ અંગોને બરાબર જાણવા જોઇએ. ૧. ધ્યાતા : ઇન્દ્રિય અને મનનો નિગ્રહ કરનાર આત્મા. ૨. ધ્યાન : જેનું ધ્યાન ધરવાનું છે તેમાં લીનતા. ૩. ફળ : સંવર અને નિર્જરા રૂપ, ૪. ધ્યેય : ઇષ્ટ દેવ આદિ. ૫. યસ્ય : ધ્યાનનો સ્વામી. ૬. યત્ર : ધ્યાનનું ક્ષેત્ર. | આકાશગંગા • ૯૪ - ૭. યદા : ધ્યાનનો સમય. ૮. યથા : ધ્યાનની વિધિ. - તવાનુશાસન-૩૭ હિતકારી ધ્યાન : મોક્ષ જોઇએ છે? તો આત્માનો સાક્ષાત્કાર કરવો પડશે. આત્માનો સાક્ષાત્કાર શી રીતે થાય ? ધ્યાનથી. માટે જ ધ્યાન આત્માને હિતકારી છે. - યોગશાસ્ત્ર ૪/૧૧૩ ધ્યાનના ચાર પ્રકાર : ૧. આર્ત ધ્યાન ૨. રૌદ્ર ધ્યાન ૩. ધર્મ ધ્યાન ૪. શુક્લ ધ્યાન ધર્મ ધ્યાનના ચાર પ્રકાર : ૧. આજ્ઞા વિચય ૨. અપાય વિચય ૩. વિપાક વિચય ૪. સંસ્થાન વિજય ધર્મ ધ્યાનના ચાર આલંબન : ૧. વાચના ૨. પ્રતિપૃચ્છના ૩. અનુપ્રેક્ષા ૪. ધર્મકથા આકાશગંગા • ૯૫
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy