SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારને શરણે જાય તે પાપી પણ મુક્ત બની શકે. (સલ્વ પાવપ્પણાસણો) ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ : નવકારથી પુણ્યનો સરવાળો, ધર્મનો ગુણાકાર, કર્મનો ભાગાકાર, પાપની બાદબાકી થાય છે. Cછે માનસશાસ્ત્રની દૃષ્ટિએ : ભયસંજ્ઞાના કારણે માણસ માનસિક રીતે પરેશાન છે. નવકાર મંત્ર અભય આપી સાધકને સ્વસ્થ બનાવે છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ : નવકાર મંત્રની ચૂલિકામાં સાધકનું ભવિષ્ય કથન છે. તમે પંચ પરમેષ્ઠીને નમ્યા એ પાપકમ ગયા જ, અને તમારો આત્મા વિશુદ્ધ બન્યો જ. - ‘જીવનની સર્વશ્રેષ્ઠ કલા નવકાર'માંથી કાઉસ્સગ્ન : માનસશાસ્ત્રીઓ માને છે કે મસ્તકના ૧૦ ભાગમાંથી ૧ ભાગ જાગૃત છે, ૯ ભાગ સુમ છે. કાયોત્સર્ગથી સુષુપ્ત શક્તિ જાગૃત થાય છે. “ઓમ્’માં જૈન પ્રવચન : અ” એટલે વિષ્ણુ, વિષ્ણુ ‘ધ્રૌવ્ય'ના પ્રતીક છે. ઉ” એટલે ઉમાપતિ-શંકર. શંકર ‘વ્યય'ના પ્રતીક છે. મ” એટલે બ્રહ્મા. બ્રહ્મા ‘ઉત્પાદ'ના પ્રતીક છે. અ + ઉ + મ = ઓમ્ ઑકારમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ ત્રિપદી છૂપાયેલી છે અને ત્રિપદીમાં સંપૂર્ણ દ્વાદશાંગી છૂપાયેલી છે. આથી જ કહી શકાય કે કારમાં સંપૂર્ણ જૈન-પ્રવચન બીજરૂપે છૂપાયેલું છે. | (અકારો વાસુદેવઃ ચાતુ, ઉકારતુ મહેશ્વરઃ | મકારઃ પ્રજાપતિઃ ચાતુ, ત્રિદેવ ૐ પ્રયુજયતે ||) “ઓમ”માં પાંચ પરમેષ્ઠીઓ : અરિહંતનો અ, અશરીરી (સિદ્ધ)નો અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ‘ઉ', મુનિનો મ મળીને ‘ઓમ્ બને છે. અ + અ + આ + ઉ + મ = ‘ઓમ્'. આમ ‘ઓમ્'માં પાંચ પરમેષ્ઠીઓ છૂપાયેલા છે. - બૃહ દ્રવ્યસંગ્રહ ટીકા અંતર્મુખી સાધક : જે સુખ મળતાં પોતાને સુખી ન માને અને દુઃખ મળતાં પોતાને દુઃખી ન માને તે જ અંતર્મુખી સાધક કહેવાય. - યોગવાશિષ્ઠ ૬/ર/૧૬૯/૧ ન આકાશગંગા • ૯૩ | ૨૧. જાપ - ધ્યાત - યોગ “જપની નિયુક્તિ : ‘જ' જનમ-જન્મના “પ” પાપો જાય તે જાપ. ધ્યાન, જ્ઞાન, ભીન : Cછે ધ્યાન ભગવાનનું, Cછે જ્ઞાન જગતનું, છે ભાન જાતનું કરો ! ક વિજ્ઞાન અને અધ્યાત્મમાં મૌલિક ભેદ : હજાર વૈજ્ઞાનિક સંશોધન કરે... દરેકના અભિપ્રાયો જુદા... અરે... પોતાનો અભિપ્રાય પણ આગળ જતાં બદલાય. જયારે હજાર યોગીઓ સાધના કરે તેમ એક જ વાત પુષ્ટ થાય. | આકાશગંગા • ૯૨ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy