SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જ શાંતિપ્રદ પંચ પરમેષ્ઠી : Cછે અરિહંત : શાંતિદાતા. છે સિદ્ધ : શાંતિભંડાર. cશ આચાર્ય : શાંતિદૂત. છે ઉપાધ્યાય : શાંતિ પ્રવક્તા. Cછે સાધુ : શાંતિની દીવાદાંડી. પંચ પરમેષ્ઠી શું કરે ? છે અરિહંત જીવનને નિર્મળ કરે. સિદ્ધ જીવનને નિશ્ચલ કરે. છે આચાર્ય જીવનને સરળ કરે. છે ઉપાધ્યાય જીવનને સબળ કરે. સાધુ જીવનને સફળ કરે. છે માધુર્ય : છે દર્શનથી વિચાર માધુર્ય પ્રગટે. cછે જ્ઞાનથી ઉચ્ચાર માધુર્ય પ્રગટે. છે ચારિત્રથી આચાર માધુર્ય પ્રગટે. છે તપથી સંતોષ માધુર્ય પ્રગટે. - રત્નત્રયી : છે દર્શન આદર્શ છે. Cછે જ્ઞાન ઉપદેશ છે. cછે ચારિત્ર આલંબન છે. ક નવકાર મંત્ર શું કરે ? છે સહજમળનો હ્રાસ કરે. cછે તથાભવ્યતાનો વિકાસ કરે. છે ભવ-ભયમાં ત્રાણ કરે. ન આકાશગંગા • ૮૮ | ce કર્મરોગની ચિકિત્સા કરે. » મોહવિષનો અપહાર કરે. છે વિષયરસથી વિમુખ કરે. છે પરમ તત્ત્વની સન્મુખ કરે. છે પ્રતિકૂળતાનું વિસર્જન કરે. છે અનુકૂળતાનું સર્જન કરે. છે અક્ષય પાત્ર : છે સમ્યગ્દર્શન : શાંતિનું અક્ષયપાત્ર. છે સમ્યજ્ઞાન : સમૃદ્ધિનું અક્ષયપાત્ર. છે સમ્યફચારિત્ર : શક્તિનું અક્ષયપાત્ર. જ અપેક્ષાએ પાંચેય પરમેષ્ઠી રાજા : ૧. અરિહંત : સિદ્ધચક્રમાં વચ્ચે . ૨. સિદ્ધ : લોક-અલોકની વચ્ચે . ૩. આચાર્ય : પંચ પરમેષ્ઠીમાં વચ્ચે. ૪. ઉપાધ્યાયઃગુરુ પદો (આચાર્ય, ઉપાધ્યાય, સાધુ)માં વચ્ચે. ૫. સાધુ : નવપદોમાં વચ્ચે, વચ્ચે રહે તે રાજા . પંચ પરમેષ્ઠીથી પાંચ અંતરાય જાય : ૧. દાનાંતરાય : અરિહંતના વર્ષીદાનથી. ૨. લાભાંતરાય : સિદ્ધના અનંત લાભથી. ૩. ભોગાંતરાય : આચાર્યના વૈરાગ્યપૂર્ણ ઉપદેશથી. ૪. ઉપભોગાંતરાય : ઉપાધ્યાયના પુનરાવર્તનરૂપ સ્વાધ્યાયથી. ૫. વીર્યંતરાય : સાધુના સંસાર ત્યાગના પુરુષાર્થથી. વીર્યાચાર પાંચેય આચારમાં છે, તેમ સાધુ પાંચેય પરમેષ્ઠીમાં છે. ને આકાશગંગા • ૮૯
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy