SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ દશ અવસ્થાઓ : ૧. બાલા: ૧ થી ૧૦ વર્ષ, સુખ-દુ:ખની વિશેષ સમજણ ન હોવાથી તે બાલ અવસ્થા કહેવાય છે. ૨. ક્રીડા : ૧૧ થી ૨૦ વર્ષ. આ ઉંમરમાં રમત-ગમત વગેરે વધુ પ્રિય હોય છે. ૩. મંદા: ૨૧ થી ૩૦ વર્ષ. ભોગો ભોગવવામાં સમર્થ હોવા છતાં નવા ભોગોનું અર્જન કરવામાં મંદ હોવાથી આ અવસ્થા “મંદા' કહેવાય છે. ૪. બલાઃ ૩૧ થી ૪૦ વર્ષ જીવનનો આ કાળ સુવર્ણયુગ છે. વધુમાં વધુ શક્તિ માણસ આ ઉંમરમાં બતાવી શકે છે. માટે જ આ અવસ્થાને ‘બલા’ કહેવાય છે. ૫. પ્રજ્ઞા : ૪૧ થી ૫૦ વર્ષ. આ ઉંમરે બુદ્ધિ તેની ચરમસીમાએ હોય છે. આ દિશામાં પોતાની તથા કુટુંબની પ્રતિષ્ઠા જમાવવા માણસ પ્રયત્નશીલ રહેતો હોય છે. ૬. હાયની : ૫૧ થી ૬૦ વર્ષ. હવે જીવનશક્તિ ક્ષીણતાના માર્ગે ગતિ કરે છે. કાન, આંખ વગેરે ઇન્દ્રિય-શક્તિ ક્ષીણ બને છે. ૭. પ્રપંચા: ૬૧ થી ૭૦ વર્ષ. રોગોનો પ્રપંચ (વિસ્તાર) ખાંસી વગેરે વધતા જાય છે. ૮. પ્રાગુભારા : ૭૧ થી ૮૦ વર્ષ. શરીર વાંકુ વળી જાય છે. સ્ત્રીઓને અપ્રિય બને છે. ઘડપણ પૂરી રીતે ઘેરી ૧૦. શાયની : ૯૧ થી ૧૦૦ વર્ષ. મોટે ભાગે પથારીમાં પડ્યો રહે છે. તે દીન, હીન અને કંગાળ બની જાય છે. - ઠાણંગ ૧ol૭૭૨ સર્વોપરિ માનવ : તિજોરીમાં રહેલા ચાંદીની વાટકી, સોનાની વાટકી, હીરા વગેરેમાં ચર્ચા ચાલુ થઇ. ચાંદીની વાટકી : હું એટલે હું જ ! મારા જેવું જગતમાં કોઇ જ નથી. સોનાની વાટકી : હવે રહેવા દે તું ! હું જો હાજર હોઉં તો તને કોણ પૂછે છે ? હીરા : અય ! તુંયે બહુ બડાઇ ન ઠોક. અમારા તેજ પાસે તું સાવ ઝાંખી છે. સમજી ? તિજોરી : અરે.. તમે બધા ઝગડો છો શા માટે ? આખરે તો તમે સૌ મારા જ પેટમાં રહેલા છો ને ? તાળું : રહેવા દે... રહેવા દે... ઓ તિજોરી ! મારા વિના તારી કિંમત જ શી છે ? ચાવી : તું પણ ડંફાસ મારવાનું રહેવા દે. આખરે તો તું મારા જ ઇશારે નાચે છે ને ? આ ચર્ચા સાંભળી પાસે ઊભેલા શેઠનો હાથ બોલી ઊઠ્યો : ઓ ચાવી ! તું મારા વિના જરાય ચાલી શકતી નથી.... એ તો તને ખબર છે ને ? તને ઘૂમાવનાર હું હાથ છું... એ જરા યાદ કર. શેઠ બોલ્યા : ઓ હાથ ! તું પણ તારું ડહાપણ રહેવા દે. આખરે તો તારો માલિક હું છું. હું જો તને આજ્ઞા કરું તો જ તું બધી પ્રવૃત્તિ કરી શકે... મારાથી જો તું છુટો પડી જાય તો તારો ભાવ પણ કોણ પૂછે છે? આકાશગંગા • ૪૯ ૯. મુમુહી : ૮૧ થી ૯૦ વર્ષ. જીવન તરફ ઉદાસીનતા આવે છે કે માણસ મૃત્યુની પ્રતીક્ષા કરતો રહે છે. આકાશગંગા • ૪૮ F
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy