SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ઉત્તમકુળમાં જન્મ ૪. સદ્ધર્મ શ્રવણ ૫. સદ્ધર્મ પર શ્રદ્ધા ૬. સદ્ધર્મનું આચરણ આ છ વસ્તુઓ ખૂબ જ દુર્લભ છે. - ઠાણંગ સૂત્ર ૬/૪૮૫ દુર્લભ ત્રણ તત્ત્વો : ૧. મનુષ્યતા ૨. મુમુક્ષુતા (કષાયાદિમાંથી મુક્ત થવાની ઇચ્છા) ૩. મહાપુરુષની નિશ્રા આ ત્રણ તત્ત્વો ખૂબ જ દુર્લભ છે. - વિવેક ચૂડામણિ અંગોની સફળતા : ઓ જીભે ! તું ધર્મીજનના ગીત ગા. ઓ કાનો ! તમે મહાપુરુષોના ગુણો સાંભળો. ઓ આંખો ! તમે બીજાની ચડતી જોઇ નાચી ઊઠો. આ અસાર સંસારમાં તમારી પ્રાપ્તિનું આ જ મુખ્ય ફળ છે. - ઉપા. શ્રી વિનયવિજયજી પશુ - માનવ - દેવ : છે સારા પદાર્થો લઇ લે તે ‘પશુ'. છે સારું કરવાની ઇચ્છા રાખે તે “માનવ'. Cછે સારા બનવાનો પ્રયત્ન કરે તે ‘દેવ'. * તમારા ત્રણ રૂપ : તમે તમારી જાતને જેવા માનો છો તેવા તમને લોકો નથી માનતા અને લોકો તમને જેવા માની રહ્યા છે, એવા તમે હકીકતમાં હોતા નથી. તમારા એક નહિ, ત્રણ-ત્રણ રૂપ છે. આકાશગંગા • ૪૬ } છે પાંચ પ્રકારના પુરુષો : cછે પોતાના જ સ્વાર્થનો વિચાર કરનાર ધૂળ જેવો છે. (ધૂળની જેમ તેની કોઈ જ કિંમત નથી.) છે કુટુંબના હિતને ઇચ્છનાર વૃક્ષ જેવો છે. (ઝાડ પોતાની પાસે આવનારને ફળ-છાયા વગેરે આપે છે.) છે સમાજનું હિત ઇચ્છનાર પશુ-પક્ષી જેવો છે. | (કાગડો પણ જમણવાર જોઇ કા... કા... કરીને પોતાના જાતભાઇઓને બોલાવે છે.) છે દેશનું હિત ઇચ્છનાર મનુષ્ય જેવો છે. cછે આખી દુનિયાનું હિત ઇચ્છનાર ભગવાન જેવો છે. જ પતન-અવસ્થાન અને ઉન્નતિ : ૧. પતનશીલ : પાપની ખીણમાં ધસી પડનારો (રાક્ષસ). ૨. સ્થિતિશીલ : ત્યાં ને ત્યાં રહેનારી (માણસ), ૩. ઉન્નતિશીલ : ધર્મના શિખર પર ચડનારો (દેવ). ક અધમ - મધ્યમ - ઉત્તમ : છે અધમ : પોતાની જ પ્રશંસા કરનારો. છે મધ્યમ : જેની પ્રશંસા મિત્રો કરે તે. ce ઉત્તમ : જેની પ્રશંસા શત્રુ પણ કરે તે. * ભર્તુહરિ કહે છે... પોતાનો સ્વાર્થ છોડીને પરોપકાર કરે તે ઉત્તમ, પોતાના સ્વાર્થને વાંધો ન આવે તે રીતે પરોપકાર કરે તે મધ્યમ, જે પોતાના સ્વાર્થ માટે પરહિતને નષ્ટ કરે તે અધમ... મનુષ્યના આકારમાં રહેલો રાક્ષસ, પણ જે કોઇ સ્વાર્થ વિના જ પરહિત નષ્ટ કરે તે શું કહેવાય ? અમે તે જાણતા નથી. - ભતૃહરિ નીતિશતક-૭૫ ન આકાશગંગા • ૪૦.
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy