SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ * જગત દિવાના : ઝૂઠા સાચા કર લિયા, વિષ કો અમૃત જાના; દુઃખ કો સુખ સબ કોઇ કહે, ઐસા જગત દિવાના. * સબ જગ દેખ્યો છાન : દામ વિના નિર્ધન દુ:ખી, તૃષ્ણાવશ ધનવાન; કછુ ના સુખ સંસાર મેં, સબ જગ દેખ્યો છાન. - કબીર * ઐસા કોઇ ત્યૌહાર નહિ : સૂર્ય ગરમ હૈ ચાંદ દગીલા, તારોં કા સંસાર નહિ હૈ; જિસ દિન ચિતા નહિ સુલગેગી, ઐસા કોઇ ત્યૌહાર નહિ હૈ. * હાય રે ! - કબીર છોડકર નિઃશ્વાસ કહતા હૈ નદી કા યહ કિનારા, ઉસ કિનારે પર જમા હૈ, જગત ભર કા હર્ષ સારા; મેરા એક ન સહ સકા, કહાં રખું દૂજા વીસ ? * માલિક કો યાદ કર : લડકપન જીંદગાની કી સહર હૈ, જુવાની જીંદગી કી દોપહર હૈ; બૂઢાપા શામ હૈ માલિક કો યાદ કર, યહ દમ કિસ વક્ત નીકલે ક્યા ખબર હૈ ? વહ કિનારા કિંતુ લંબી સાંસ લેકર કહ રહા હૈ, હાય રે ! હર એક સુખ ઉસ પાર હી ક્યા બહુ રહા હૈ ? * સુખીઆ મિલા ન કોઇ... સારી દુનિયા ઢૂંઢ ફિરા, સુખીઆ મિલા ન કોઇ; જિસકે આગે ભૈ ગયા, પહલે સે વહ રોઇ; મૈંને કહા મેરા એક દુઃખ, ઉસને કહા એકબીસ, *** આકાશગંગા = ૨૯૦ - સાહિત્યને આવકાર -: શાલિભદ્ર મહાકાવ્યમ્ : જૈન જગત માટે શાલિભદ્ર જેટલા પરિચિત છે, એથી કઇ ગણું વધુ અપરિચિત હોય તો આ ‘શાલિભદ્ર મહાકાવ્ય' છે. અનેક દૃષ્ટિએ આ કાવ્ય અવનવું છે. શબ્દ, છટા, કાવ્યકલ્પના, અદ્ભુત કવિત્વ, ચિત્તને ચમત્કૃત કરે તેવી ગૂંથણી આ અને આવી અનેક વિશેષતાઓથી આ કાવ્ય અદ્ભુત હોવા છતાં બહુ પ્રસિદ્ધ ન હતું. પ્રસ્તુત નવ સંસ્કરણ-નવનિર્માણ દ્વારા હવે આ કાવ્યનું વાંચન વધુ વ્યાપક બનશે. સંસ્કૃત સાહિત્યનું પ્રકાશન અને સંસ્કૃત-ટીકાનું સર્જન આજે જ્યારે વિરલ-ઘટના સમું બની રહ્યું છે, ત્યારે પૂજ્ય મુનિરાજશ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ દ્વારા થયેલ આ સર્જન પ્રકાશનને બિરદાવવા શબ્દો જડતા નથી. સુંદર શુદ્ધ ઓફસેટ મુદ્રણ, અત્યંત ટકાઉ કાગળ અને મનોહર મુખપૃષ્ઠ ધરાવતા આ દળદાર પ્રકાશનમાં કચ્છના ઉપકારી ગુરુદેવોના પરિચય સાથે મનફરાનો ઇતિહાસ, ભવ્ય પ્રતિકૃતિ સાથે જિનાલયની ગૌરવગાથા, મનફરાના દીક્ષિતોની નામાવલિ, પૂ.આ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ., પ.પૂ.પં. શ્રી પુણ્યપાલ વિ.ગ. (હાલ આચાર્ય) તથા પૂ.મુ. શ્રી મહાબોધિ વિ.મ.ના આશીર્વાદ પ્રસ્તાવનાત્મક લખાણો, શાલિભદ્ર ચરિત્રોની સૂચિ, શ્રી મુનિચંદ્રવિજયજી મ.ના વિદ્વત્તાભર્યા સંસ્કૃત-ગુજરાતી ‘કિંચિત્’ લખાણ, શાલિભદ્ર કાવ્યસાર, વિસ્તૃત અનુક્રમ આદિ રજૂ થયેલ છે. આ પછી કાવ્ય, એની પરથી નવ્ય ટીકા અને પછી ગુજરાતી શ્લોકાર્થઃ આ પદ્ધતિથી ૧૨૨૪ શ્લોક પ્રમાણ શાલિભદ્ર મહાકાવ્ય રજૂ થયું છે. આકાશગંગા ૦ ૨૯૧ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy