SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. આરોગ્ય - ભૂખ - બળ છોડવા જોઇએ : છે શૂળવાળાએ દ્વિદળને. છે કોઢીયાએ મિષ્ટાન્ન (માંસ)ને. Cછે તાવવાળાએ ઘીને. છે અતિસારવાળાએ નવા ધાનને. છે નેત્રરોગીએ મૈથુનને છોડવા જોઇએ. સ્વાથ્ય પ્રાપ્તિના સૂત્રો : છે દર મહિને બે ઉપવાસ કરો. છે રોગને દવાથી દબાવશો નહિ. cછે નિયમિત યોગાસન-પ્રાણાયામ કરો. છે વિધેયાત્મક સંકલ્પથી મનને સદા પ્રસન્ન રાખો. દીર્ધાયુષ્યનું રહસ્ય : ઓછું ખાવું, પ્રતિદિન ન ખાવું, એકાંતર ઉપવાસ કરવા. હૃદયના ધબકારાથી નહિ, પણ હૃદયને વિશ્રામ આપવાથી જીવાય છે. ક ભોજન અને ભજન : છે સ્વાદ માટે ખાવું તે અજ્ઞાન છે. છે જીવવા માટે ખાવું તે આવશ્યકતા છે. છે ધર્માચરણ માટે ખાવું તે આરાધના છે. પાંચ ભ્રમણાઓ : Cછે ઓ ખાઉધરા ! વધુ ખાવાથી વધુ શક્તિ મળશે એમ તું માનતો હોય તો તું મૂર્ખાઓના સ્વર્ગમાં જીવે છે. ખાવાથી નહિ, પણ તું જે પચાવીશ તેનાથી જ શક્તિ મળવાની છે. | આકાશગંગા • ૨૦ | Cછે ઓ લોભીઆ ! વધુ પૈસા કમાઇ લેવાથી ‘હુ વધુ સુખી બની જઇશ' એમ તું માને છે ? પૈસાથી નહિ, પણ તેના સદ્વ્યયથી સુખ મળે છે. ઓ પુસ્તકના કીડા ! ઘણું વાંચ-વાંચ શું કર્યા કરે છે ? ઘણું વાંચવાથી નહિ, પણ ઘણું વિચારવાથી પંડિત થવાય છે. છે ઓ બોલકા વક્તા ! બોલ બોલ કરવાથી ધર્મી બનાતું નથી, પણ જીવનમાં ઉતારવાથી બનાય છે. છે ઓ દવા ખાનારા દર્દી ! વધુ દવા ખાવાથી નહિ, પણ કુદરતી નિયમોના પાલનથી આરોગ્ય જળવાય છે. પાણી : છે અજીર્ણમાં પાણી ઔષધ છે. Cછે ખોરાકને પચાવવામાં પાણી પ્રબળ સહાયક છે. છે ભોજનની વચ્ચે પાણી અમૃત છે. cછે ભોજન પછી તરત જ પીવાનું પાણી ઝેર છે. - ચાણક્ય નીતિ ૮/૭ ક વૈદ કબહૂ ન આવે : પ્રાતઃકાલ ખટિયા તે ઊઠિકે, પિયે તુરત જો પાની; તા ઘર વૈદ્ય કબહૂ ન આવે, વાત ‘ઘાઘ' કહે જાની. ફરક : અમીર અને ગરીબમાં શું ફરક? છે અમીર ભૂખ શોધે છે. Cછે ગરીબ રોટલી શોધે છે. આકાશગંગા - ૨૧ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy