SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ધુવસેન ૨ જાનાં તામ્રપત્રો (ગુપ્ત) સંવત્ ૩૧૨ જયેષ્ઠ સુદ ૪ આ બે પતરાં એ છે. દરેકને મા૫ ૧૩૧૦” છે, અને બની એક જ બાજુ ઉપર લેખ છે. પહેલા પતરામાં ૨૩ અને બીજામાં ૨૧ પંક્તિઓ છે. ૪૪ મી પંક્તિમાં તારીખ આપી છે તેમાંથી ૩૦૦,૧૦, ૨ અને ૪ એવા આંકડાઓની સંખ્યા-ચિહ્નોના દાખલા પૂર પડે છે. ડૉ. જી. ખુલ્હરે ઈ. એ. ૬, પા.૧૨ માં પ્રસિદ્ધ કરેલાં ધ્રુવસેન ૨ જાનાં પતરાંઓને આ પતરાંએ ઘણાં મળતાં આવે છે. આ લેખ ધ્રુવસેન(૨) છે. દાન લેનાર દેગ શાખાના અને ભારદ્વાજ ગોત્રના છંદવસને પુત્ર બ્રાદાણ માવાકાલ છે. તે ગિરિનગર છોડ્યા પછી ખેટકમાં રહેતા હતા. દાનમાં સારસકેદાર નામનું ક્ષેત્ર આપ્યું છે. આ ક્ષેત્રનું ચોક્કસ માપ તથા સીમા વિગેરે સંપૂર્ણ આપેલાં છે. આમાં આપેલાં સ્થળે નીચે પ્રમાણે છે:-- ૧ ) ગિરિનગર–કાઠિવાડમાં નાગઢની ઈશાન કેણમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું શહેર. (૨) ખેરફતે ખેડા મહેમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં આવેલું હાલનું ખેડા ગણવામાં આવે છે. (૩) કણક-પથક, ખેડા ડિસ્ટ્રિક્ટને પેટમહાલ છે હસ્તિક-પલિકા નામનું ગામ એાળખી શકાતું નથી ... તારીખ ઈ. સ. ૬૩૨ ને મળતાં [ ગુપ્તવલભી સવતુનાં વર્ષ ૩૧૨ ના શકલ પક્ષ ૪ આપેલી છે. સામંત શીલાદિત્ય અને દિવિરપતિ વત્રટિ:( વશભદ્ધિ નહિં) બ ધવસેન ૨ જનાં પતરાંઓ(ઇ, એ, ૬, ૫.૧૪)માંથી તેમ જ બીજાંમાંથી આપણું જાણવામાં આવ્યા છે. જ, બૅ. બા. ર. એ. સે. ન્યુ, સી. . ૫. ૧૯ જી. વીઆચાર્ય "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy