SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સાહેબ, મારો પોતાનો વિશ્વાસ ક્રાન્તિમાં છે. તંદુરસ્તી ટકાવી રાખવાના તમે લાખ પ્રયાસો કરો પણ વાતાવરણ જો પ્રદૂષણથી જ વ્યાપ્ત છે તો તમને તંદુરસ્તી ટકાવી રાખવામાં સફળતા ન જ મળે. પવિત્રતા ટકાવી રાખવાના તમારા મનના અરમાનો ભલે ને આસમાનને આંબી રહ્યા છે, પણ વાતાવરણમાંવિલાસ સિવાય જો બીજું કાંઈ જ નથી તો પવિત્રતા ટકાવી રાખવાના તમારા અરમાનોની સ્મશાનયાત્રા નીકળીને જ રહેવાની છે. બુદ્ધિ ભલે ને તમારી જોરદાર છે અને પુરુષાર્થ પણ ભલે ને તમારો પ્રચંડ છે પણ બજારમાં જો માહોલ જ મંદીનો છે તો પૈસા કમાવામાં તમને સફળતા નથી જ મળવાની. ટૂંકમાં, પરિસ્થિતિમાં આમૂલચૂલ પરિવર્તન કરી દીધા વિના જીવનનું, સમાજનું કે રાષ્ટ્રનું ઠેકાણું પડવાનું નથી. અને એ માટે ક્રાન્તિ એ જ એક માત્ર વિકલ્પ છે એમ હું માનું છું. આપ શું કહો છો ? સ્નેહલ, આખા રસ્તા પર કાંટાઓ જ વેરાયેલા હોય ત્યારે રસ્તા પરના એ કાંટાઓ દૂર કરી દેવાના પ્રયાસોમાં લાગી જવાને
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy