SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. ધર્માસ્તિકાય આત્માનું વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન, એનાં અનેક પાસાંઓથી આપણે વિચાર્યું. જગતમાં મુખ્ય દ્રવ્ય બે જ છે : જડ અને ચેતન. જિનાગમોમાં જડતત્ત્વના પાંચ પેટાભેદ કરીને તેમાં એક ચેતનતત્ત્વ ઉમેરીને જગને ષ દ્રવ્યાત્મક કહ્યું છે, જગત્ છ દ્રવ્યમય છે. જગતુમાં આ છ દ્રવ્ય સિવાયનું કોઈ સાતમું દ્રવ્ય અસ્તિત્ત્વ ધરાવતું જ નથી. આ છ દ્રવ્યનાં નામ છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવાસ્તિકાય. આ છ દ્રવ્યમાં જીવાસ્તિકાય એ ચેતન દ્રવ્ય છે, જયારે બાકીનાં પાંચ એ જડ દ્રવ્ય છે. કાળદ્રવ્ય સિવાયના પાંચેય અસ્તિકાયસ્વરૂપ છે, અસ્તિ એટલે વસ્તુથી જુદો ન પડતો એવો અવિભાજ્ય (જેના હવે બે કટકા થઈ શકે તેમ નથી તેવો) અંશ, જૈનપરિભાષામાં આવા અવિભક્ત નિર્વિભાજય અંશને પ્રદેશ કહેવામાં આવે છે. એટલે અસ્તિનો અર્થ પ્રદેશ થાય છે, અને કાય એટલે સમૂહ. આમ અસ્તિકાયનો અર્થ ‘પ્રદેશોનો સમૂહ’ થાય. દા.ત., જીવને અસ્તિકાય કહેવાય છે કેમકે જીવદ્રવ્ય અસંખ્ય પ્રદેશોના સમૂહરૂપ છે એજ રીતે ધર્મદ્રવ્યને અસ્તિકાય કહેવામાં આવેલ છે. માટે એનો અર્થ પણ એ થયો કે ધર્મદ્રવ્ય એ અસંખ્ય પ્રદેશના સમૂહ સ્વરૂપ છે. એજ રીતે અધર્મદ્રવ્ય એ પણ અસંખ્ય પ્રદેશના સમૂહ સ્વરૂપ છે, આકાશ અને પુગલ પણ એજ રીતે પ્રદેશોના સમૂહરૂપ દ્રવ્ય છે, પરંતુ આકાશ એ અનંત પ્રદેશોના સમૂહરૂપ દ્રવ્ય છે, જયારે પુગલ તો સંખ્યાત, અસંખ્યાત અને ti Digiણી શagi #gaણ વિ . ઉigiણી શaging Sા થી ii gaugifai Singa in gugaઈ થી ઈ. થોથી થી ધમાંસ્તિકાય અનંતપ્રદેશના સમૂહ રૂપ પણ હોય. ધર્મ, અધર્મ, આકાશ એ પ્રત્યેક જગતમાં એકજ છે અને જીવદ્રવ્ય જગતમાં અનંત છે એમાં ધર્મ, અધર્મ અને જીવદ્રવ્યના અસંખ્ય જ પ્રદેશો હોય છે, જયારે આકાશદ્રવ્ય એક જ છે અને તે અનંતપ્રદેશાત્મક જ છે, પરંતુ પુદ્ગલદ્રવ્ય તો પરમાણુથી માંડીને અનંતાનંત સંખ્યામાં છે અને તેમાંના કેટલાંક સંખ્યાત પ્રદેશાત્મક, કેટલાંક અસંખ્યાત પ્રદેશાત્મક પણ હોય છે. ટૂંકમાં, પ્રદેશોની સંખ્યા ગમે તેટલી હોય પરંતુ ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુગલ એ પાંચ દ્રવ્યો પ્રદેશોના સમૂહ સ્વરૂપ હોવાથી એમને અસ્તિકાય કહેવામાં આવે છે. જયારે કાળદ્રવ્યને અસ્તિકાય કહેવામાં આવતું નથી કેમકે કાળદ્રવ્ય માત્ર વર્તમાન એક સમય સ્વરૂપ જ છે. એક સમયના પ્રદેશો હોઈ શકે નહિ માટે કાળદ્રવ્ય પ્રદેશોના સમૂહરૂપ ન હોવાથી તેને અસ્તિકાય કહી શકાય નહિ. જગતમાં મૂળભૂત તત્ત્વો છે જ છે. કોઈપણ એક તત્ત્વ બીજા તત્ત્વમાં રૂપાંતર પામી શકતું નથી. ચેતન કદી પણ ધમસ્તિકાયસ્વરૂપ કે અધમસ્તિકાય કે આકાશ કે પુદ્ગલાસ્તિકાયાદિસ્વરૂપ નું જ બને, તેમ ધર્માદિ પણ કદી કોઈપણ અન્ય સ્વરૂપમાં રૂપાન્તર પામી ન શકે. પુદ્ગલદ્રવ્ય પોતાના સજાતીય સ્વરૂપમાં રૂપાન્તર પામી શકે. જલપુદ્ગલ એ પૃથ્વીપુદ્ગલ બની શકે, પરંતુ એ કદી પણ ધર્માસ્તિકાયાદિ સ્વરૂપ તો ન જ બની શકે, આથી આ છ તત્ત્વોને જગતનાં મૂળતત્ત્વો કહી શકાય. આ છ તત્ત્વોનું જ સમગ્ર સચરાચર જગતું બનેલું છે. જિનાગમોમાં આ છ દ્રવ્ય ઉપર ઘણું ચિંતન જોવા મળે છે. એ દ્રવ્યોના ભેદો અને પ્રભેદોનો વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. અહીં તો આપણે વિજ્ઞાન સાથે તુલના કરવા માટે જરૂરી વિચારણા જ કરીશું. છ દ્રવ્યોમાંથી જીવદ્રવ્યનો તો આપણે વિસ્તારથી વિચાર કર્યો છે એટલે હવે બાકીનાં પાંચ દ્રવ્યોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે ક્રમશઃ વિચારીએ. ધર્માસ્તિકાય : ધર્મ એટલે અહીં વિધિનિષેધરૂપ સદાચારાદિ ધર્મ કોઈએ સમજવો ૧૭૫ ૧૭૬ વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy