SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ. અહીં ‘ધર્મ' એ જિનાગમમાં જ જોવા મળતો પારિભાષિક શબ્દ છે. જિનદર્શન સિવાય કોઈપણ બીજા પૂર્વ કે પશ્ચિમનાં કહેવાતાં દર્શનોમાં આ ‘ધર્મ’ તત્ત્વ અંગેનો નિર્દેશ પણ જોવા મળતો નથી. ધર્મતત્ત્વનું નિરૂપણ માત્ર ભગવાન જિનની જ સ્વતંત્ર સર્વોત્કૃષ્ટ પ્રતિભાનું ફળ છે. જિનાગમોમાં ધર્મદ્રવ્ય એટલે ગતિસહાયકદ્રવ્ય કહ્યું છે. જીવ અને પરમાણુ વગેરે જે ગતિ કરે છે તેમાં સહાયકદ્રવ્ય આ ધર્મ છે. બેશક, ગતિ કરવાની શક્તિ તો જીવ-અજીવમાં જ છે. પરંતુ જ્યારે પણ જીવ–અજીવ ગતિ કરે ત્યારે તેઓ ધર્મદ્રવ્યની સહાય વિના ગતિ કરી શકતા જ નથી. એનો અર્થ એ નથી કે ધર્મદ્રવ્ય જીવ-અજીવમાં ગતિ પૂરે છે. ના, નહિ જ. ગતિ તો જીવ–અજીવ પોતે જ કરે છે, પણ ધર્મદ્રવ્યની સહાયથી જ. આ વાત સમજવા માટે અહીં બે દાખલા ટાંકીએ, જેમ માછલીમાં જ તરવા માટેની ગતિ કરવાની તાકાત છે. પાણીમાં તો નહિ જ, છતાં પણ પાણીની સહાય વિના માછલી તરવાની પોતાની તાકાત અજમાવી શકતી જ નથી. પાણીની સહાય ન મળે તો માછલી તરી શકતી જ નથી. જ્યારે પણ માછલીને તરવાની ગતિ કરવાની ઈચ્છા થાય છે ત્યારે તે ઈચ્છાને સફળ બનાવવા માટે પાણી તેને સહાય કરે છે. બીજો એક દાખલો જોઈએ. એન્જિનમાં દોડવાની ગતિ કરવાની શક્તિ છે, છતાં પણ તે પાટાની સહાય વિના તો દોડી શકતું જ નથી, જ્યારે પણ એન્જિન ગતિ કરવા લાગે ત્યારે તેને પાટાની સહાય તો જોઈએ જ. આ જ રીતે ગતિ કરે છે તો જીવ કે પરમાણુ વગેરે અજીવ જ, પરંતુ તેમની ગતિમાં સહાય કરે છે ધર્મદ્રવ્ય. જેમ માછલીની તરવાની શક્તિ છતાં પાણી વિના તે તરી ન શકે, પાટા વિના જેમ એન્જિન ગતિ કરી ન શકે તેમ જો જગત્માં ધર્મદ્રવ્ય ન હોય તો જીવ કે અજીવમાં ગતિ કરવાની શક્તિ હોવા છતાં તે ગતિ ન જ કરી શકે. એટલે જીવાજીવની ગતિમાં, જીવના બોલવામાં, આંખો પટપટાવવામાં, મનની પણ ગતિમાં સર્વત્ર આ ધર્મદ્રવ્ય સહાયક બને છે. thingsters Depuperb.or ધમાંસ્તિકાય *中中中中中中中 ૧૭૭ રે ! શરીરના રુધિરાભિસરણની ગતિમાં અને શ્વાસોચ્છવાસ લેવામાં પણ આ ધર્મદ્રવ્યની જ સહાય છે.- જો ધર્મદ્રવ્ય ન હોત તો આમાંની કોઈપણ ગતિ જગતમાં ન હોત. સર્વત્ર સઘળું સર્વદા સ્થિર જ હોત. આ ધર્મદ્રવ્ય લોકાકાશમાં (લોકાકાશ એટલે શું ? તે આગળ આવતાં આકાશાસ્તિકાય દ્રવ્યના વિવેચનમાં જણાવ્યું છે.) સર્વત્ર વ્યાપ્ત છે. એવું કોઈ સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ સ્થાન નથી જ્યાં આ ધર્મદ્રવ્યનું અસ્તિત્ત્વ ન હોય, દીવાલોની અંદર હિમાલયના પહાડમાં પણ સર્વત્ર આ દ્રવ્ય વ્યાપીને રહેલું છે. તે એકજ, અખંડ દ્રવ્ય છે. એના બે કટકા કદાપિ થતાં નથી. ભૂતકાળમાં સર્વદા આ દ્રવ્ય હતું અને ભવિષ્યકાળમાં સર્વદા આ દ્રવ્ય એજ રીતે રહેશે, એને વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ કશું જ નથી. માટે એ અરૂપી કહેવાય છે. એનો એકજ ગુણ છે. જીવ-અજીવને ગતિ કરવામાં સહાયક બનવાનો. + ધમ્મત્યિાણા નીવાળું આમળ-ામળ-માસુમ્મસ मणजोगा वयजोगा-कायजोगा । जे यावन्ने तहप्पगास ઘણા માતા મળ્યે તે ધમન્થિાઇ પવત્તત્તિ ।। - ભગ.શ.૧૩, ૩.૪ • (१) दव्वओ णं धम्मत्थिकाए एगे दव्वे खेत्तओ लोगप्पमाणमेत्ते, कालओ न कयावि न आसी, न कयावि नत्थि, जाव णिच्चे भावओ अवण्णे, અનંથે, ગમે, ગામે, મુખો મળમુળે । - ભગ.શ.૨. ૩.૧૦ (२) धम्मत्थिकाए णं भन्ते कति वण्णे, कति रसे, कति ગંથે, ઋતિ ખાસે ? ગોયમા ? અવો, ગન્ધે, અસે, ગામે, ગરુવી, અનીવે, સાસણ, ગટ્ટા તોડ્યે - ભગ.શ.૨. ઉ.૧૦ (३) असंखेज्जा धम्मत्थिकाए पएसा, ते सव्वे कसिणा पडिपुण्ण, निरवसेसा एगागहणेगहिआ ! एस णं धम्मत्थिकाएत्ति वत्तव्वं सिया । *****章心 ૧૭૮ - ભગ.શ.૨. ૩.૧૦ doshanand sagingestinian વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy