SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાઓ ઉપરાંત બીજી પણ ચાર-પાંચ ભાષા જાણે છે. સાત ભાષાઓ શીખ્યા પછી હું યુરોપના પ્રવાસે નીકળ્યો. ત્યાં મેં પ્રદર્શનો કર્યા. વ્યક્તિગત રીતે લોકોનાં જીવન એમની સામે પ્રગટ કર્યો અને એ દેશોની પોલીસને સહાય કરી. એકવાર મેં પેરિસ કલબમાં પ્રદર્શન કર્યું. પ્રેક્ષકોમાંથી એક માણસે મને ચિઠ્ઠી મોકલાવી કે તે મને મળવા માગે છે. બીજા દિવસે મળવાનું નક્કી થયું. ઠરાવેલા સમયે તે આવ્યો. મને લાગ્યું કે તે અતિશય શ્રીમંત માણસ છે, પણ એટલો સંસ્કારી નથી. આવતાં વેંત તેણે ફ્રેન્ચ ભાષામાં કહ્યું, ‘મને લાગે છે કે તમે એક મૂરખ માણસ છો.’ હું ફ્રેન્ચ નહોતો જાણતો. મારી પત્નીએ એના વાક્યનો અનુવાદ કર્યો. હું આ સાંભળીને હેરાન થઈ ગયો. એ માણસે ફરી કહ્યું, ‘તમારા જેટલી શક્તિ મારામાં હોત તો કમાવૈ માટે હું આટલી મહેનત ન કરત, કોઈક સહેલો માર્ગ શોદી કાઢત.” ‘કેવો માર્ગ ?' મેં પૂછ્યું. ‘એક પ્રદર્શનમાં તમને કેટલા પૈસા મળે છે ? તેણે મને પૂછ્યું. ‘પહેલાં તમે જે કામ માટે આવ્યા હો, તેની વાત કરો. તમે તમારા જીવન વિષે કંઈક જાણવા ઈચ્છો છો ને ? હા. ‘તો તમારી ઘડિયાળ આપો.’ મેં સાફ વાત કરી. એની ઘડિયાળ હાથમાં લઈને મેં બતાવ્યું કે તે વહાણોનો વેપારી છેઈત્યાદિ, ઉપરાંત એ પણ કહ્યું કે એક મહિના પહેલાં એનું એક વહાણ એક ખડક સાથે અથડાઈ ભાંગી ગયું હતું. આ વખતે ફરી વહાણ અથડાશે, પણ તે તૂટશે નહિ, બચી જશે. “બસ હું આ જ જાણવા માગતો હતો.’ તેણે કહ્યું. અને પાંચ હજાર ફ્રાન્કની નોટો મારા ટેબલ ઉપર મૂકીને તે ચાલ્યો ગયો. એના ગયા પછી મેં મારી પત્નીને કહ્યું કે, મને આ માણસ કાંઈ બહુ સારો લાગતો નથી. એ ખોટા ધંધા કરે છે, આમ છતાં ક્યાં પ્રકારના ધંધા તે કરે છે એ હું જાણી શક્યો નહિ. થોડા દિવસ પછી તે ફરીથી આવ્યો. તેણે કહ્યું કે, ‘તમે જેવું કહ્યું હતું, બરોબર તેવું જ થયું.’ ઘણી ખુશીની વાત છે, મેં કહ્યું. બીજે દિવસે ભારતીય રાજદૂતાવાસના કાર્યાલયમાંથી મને આ પ્રમાણે માહિતી મળી. ચૌદ વર્ષનો એક છોકરો એક દિવસ સાંજે ગંગા નદીમાં નાહવા ગયો હતો. ત્યાંથી પછી તે પાછો આવ્યો જ નહિ. એનું ખમીસ અને એના જોડા નદીને કાંઠે મળી આવેલા. લોકોની ધારણા એમ હતી કે તે નદીમાં તણાઈ ગયો હશે. આ બનાવને ચાર મહિના વીતી ગયા હતા. લોકોએ છોકરા માટે આશા છોડી દીધી હતી, પણ મા-બાપના મનમાં હજુ એવી ઝાંખી આશા હતી કે વખત છે ને છોકરો જીવતો હોય. એ દિવસોમાં તેમણે મારા વિષે કોઈ છાપામાં વાંચ્યું હશે, એટલે તેમણે મને પત્ર લખીને તેમને મદદ કરવા વિનંતી કરી. મેં છોકરાના વાળ હાથમાં લીધા તો જણાયું કે છોકરો ડૂબી નહોતો ગયો. મેં એને જીવંત સ્થિતિમાં, કોઈક સરકસમાં કામ કરતો જોયો. તેણે મા-બાપને ઘણાં પત્રો લખ્યા હતા, પણ એકેય પત્ર ટપાલપેટીમાં નાખ્યો નહોતો. એ દિવસોમાં તે મુંબઈ હતો. આ માહિતી ભારતીય રાજદૂતને આપીને હું પાછો પેરિસ ચાલ્યો ગયો. ત્યાર પછી ત્રણ મહિને મને છોકરાના બાપનો પત્ર મળ્યો કે દીકરો સાચેસાચ જીવતો હતો ને મુંબઈમાંથી મળી આવ્યો હતો. એ વખતે તે સરકસમાં જ હતો. મને જુદા જુદા ઘણાં સ્થળેથી આમંત્રણ મળતાં. કારખાનાના માલિકો મને બોલાવતા અને તેમની મુશ્કેલીઓ મારી સામે રજૂ કરતાં. હું તેમને જે કહેતો તેનાથી તેમને ઘણો ફાયદો થતો. એક કારખાનાના માલિકને ઘણું મોટું નુકસાન વેઠવું પડતું હતું. કોઈક કામદારે કારખાનાની લગભગ સાત લાખ રૂપિયાના ખર્ચે નાખેલી ભટ્ટી તોડી પાડી હતી. ભવિષ્યમાં તે બીજી કોઈ ભઠ્ઠીનો નાશ કરે એવો પણ ડર હતો. એ માણસની ભાળ મળતી ન હતી. માલિકે મારી મદદ માંગી. હું ફેક્ટરીમાં ગયો અને મારા મનની આંખો સામે મેં તે કામદારને હિee aહરીફાઇ કાકાહાહાહાહાહાહાહાહાકારીના ૨૭૨ વિજ્ઞાન અને ધર્મ વિર્ભાગજ્ઞાન અને પિટર હરકોસા ૨૭૧
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy