SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જોયો કે, જેણે ભટ્ટી તોડી પાડી હતી. મેં એના વિષે કારખાનાના માલિકને જાણ કરી એને કહ્યું કે બે મહિના પછી તે બીજી એક ભઠ્ઠીનો નાશ કરશે. અત્યારે એની સામે દેખીતો પુરાવો ન હતો, એટલે એને પોલીસમાં સોંપી શકાય એમ ન હતું, પણ તેના ઉપર ચાંપતી નજર રાખવામાં આવી, અને તેની પાછળ પોલીસે જાસૂસ પણ મૂક્યા. બરોબર બે મહિના પછી તે એક બીજી ભઠ્ઠીને તોડી પાડવાની તૈયારી કરી રહ્યો હતો તે જ વખતે તેને પકડી લેવામાં આવ્યો. તે એક અસંતુષ્ટ કામદાર હતો, અને આ રીતે કારખાનાના માલિક પર વેર વાળવા ઈચ્છતો હતો, આ બનાવ પછી બધી મોટી મોટી વેપારી પેઢીઓમાં મારે વિષે ચર્ચા થવા લાગી. પુષ્કળ લોકો મારી મદદ માગવા લાગ્યા. એમની વિવિધ પ્રકારની મૂંઝવણોને ઉકેલવામાં મેં મારાથી બનતી બધી સહાય કરી, આને કારણે તેમનો વેપાર વિર્યો, ઊપજ વધી, માલિકો અને કર્મચારીઓના સંબંધ સુધર્યા, કામ કરવામાં નવો ઉત્સાહ પેદા થયો, નફો વધ્યો, અને બીજી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ. પહેલાં ક્યારેક મને હંમેશાં એમ થયા કરતું કે ક્યાંક મારી આ શક્તિ મારી પાસેથી ચાલી ન જાય. કોઈપણ પળે તે મારી પાસેથી છિનવાઈ જવાનો મને ડર રહેતો હતો. પણ અત્યારે ચૌદ વર્ષ વીત્યા પછી પણ એ જેમની તેમ છે, એટલે હવે મને એવી ચિંતા નથી થતી. દુનિયાભરના દેશોમાંથી દર મહિને મને લગભગ બારસો જેટલા પત્રો મળે છે, જેમાં લોકો મારી પાસેથી કોઈ ને કોઈ પ્રકારની મદદ ઈચ્છતા હોય છે. એ પત્રોમાં એકવાર મને ડોક્ટર એજ્જા પુહારિજનો પત્ર મળ્યો. તેમણે લખેલું કે તેઓ પોતાની પ્રયોગશાળામાં મારી પર પ્રયોગ કરીને મારી આ શક્તિનું રહસ્ય જાણવા ઈચ્છે છે. એમનો પત્ર વાંચીને મેં એ લખાણ પર આંગળીઓ ફેરવી. તરત જ મારા મનમાં એમનું ચિત્ર ઊપસી આવ્યું. એકવડું શરીર અને ચમકતી આંખો. એ મને મિલનસાર માયાળુ માણસ લાગ્યા. મને એમ પણ લાગ્યું કે અમેરિકામાં એમની સાથે હું જો છ મહિના ગાળીશ તો એ ઘણાં મઝાના વીતશે. આ પછી એમના લખાણ પર આંગળીઓ ફેરવીને મેં એમનું ઘર જોવાની ઈચ્છા કરી તો ઘર પણ સાકાર બની ગયું. મેં કાગળ પર એનો નકશો દોર્યો. આ પછી ત્રણ અઠવાડિયે હું મારી પત્ની સાથે અમેરિકા જવા રવાના થયો. બંદર પર ડોક્ટર પુહારિચ મને લેવા આવ્યા હતા. જોતાંવેંત હું એમને ઓળખી ગયો. બીજે દિવસે હું એમની સાથે પ્રયોગશાળામાં પહોંચ્યો તો ત્યાંનું દેશ્ય જોઈ મને જરા ગભરામણ થઈ આવી. ત્યાં વિચિત્ર પ્રકારનો કેટલો ય સામાન પડ્યો હતો, જેનો મારા પર તેઓ પ્રયોગ કરવાના હતા. ઘણાં દિવસો સુધી આ પ્રયોગો ચાલ્યા. પ્રયોગશાળામાં એક કાચની કેબિન હતી, જેમાં જાતજાતના વીજળીના તાર લગાવેલા હતા. મારે એમાં લાંબા સમય સુધી બેસવું પડતું. જો કે એમાં અડધો કલાક બેસતાં જ મને મૂંઝવણ થવા લાગી, ક્યારેક તો એમ થતું કે આ કેબિનમાં હું હંમેશ માટે કેદ થઈ જઈશ અને એમાં જ મારો જીવ નીકળી જશે. ખેર, ડોક્ટર મને હિંમત આપતા રહ્યાં. જેમ તેમ કરીને છેવટે છ મહિના પૂરા થયા. ડોક્ટરે કેટલાંક તારણ કાઢ્યાં, પણ મારી શક્તિનું રહસ્ય ન જાણી શક્યા. મારુ અમેરિકા જવાનું બીજી રીતે ખૂબ સફળ થયું. ૧૯૫૬માં અમે હોલેન્ડ પાછા ફર્યા. હવે ફરી અમેરિકા જવાનું ક્યારે થશે એની મને ખબર ન હતી. મેં કહ્યું કે હું મારું ભવિષ્ય નથી જોઈ શકતો. જો જોઈ શકતો હોત તો કદાચ મારું જીવન વધારે સરળ બનત. અમે હોલેન્ડ પાછા ફરતા હતા તે દરમિયાન જહાજનો એક કર્મચારી મારી પાસે આવ્યો. એણે ઉતારુઓ સામે મારી આ અજબ શક્તિનું પ્રદર્શન કરવા માટે વિનંતી કરી. હું સંમત થયો. તે પાછો જતો હતો ત્યાં મને થયું કે એના મનમાં કોઈક વાત છે જે તે મને કહેવા ઈચ્છે ‘શું વાત છે ? ભાઈ ! તમે મને કાંઈ કહેવા ઈચ્છો છો ?' મેં પૂછ્યું. મિસ્ટર હરકોસ, અમે એક મૂંઝવણમાં ફસાઈ પડ્યા છીએ. તમે જ કહે છે કહા કકકકકકકકકકકકકકકકકકકક કક્ષાના ૨૭૪ વિજ્ઞાન અને ધર્મ વિભૃગજ્ઞાન અને પિટર હરકોસા થયી શકી થઈ રહી ૨૭૩
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy