SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે અમે પહેલેથી જ અમારો બચાવ કરી લેતા. સાથી સેનાઓ ફ્રાન્સ પર ક્યારે હુમલો કરશે તે પણ મને ખબર પડતી. મેં ઘણાં દિવસ આગળથી એ માટે ચોથી જૂનની તારીખ બતાડી હતી, પણ હુમલો છઠ્ઠી જૂને (૧૯૪૪) થયો. જર્મનીથી હોલેન્ડ પાછા ફરીને મારું પહેલું કામ તો તબિયત સુધારવાનું હતું. બીજો સવાલ કૉમનો હતો, પણ એમાં એક નવી મુસીબત ઊભી થઈ. હવે હું કોઈપણ કામ ૧૦-૧૫ મિનિટથી વધારે વખત એકચિત્તે કરી શકતો નહિ. હું કોઈપણ કામ પર ધ્યાન એકાગ્ર કરું કે કામ સાથે સંકળાયેલા લોકો મારી સામે આવતાં અને એમનાં જીવન અનાવૃત થવા લાગતાં. હંમેશાં આવું બનતું રહેતું એમ નહિ, પણ એ જયારે પણ બનતું ત્યારે હું એક નવી દુનિયામાં પહોંચી જતો. હું કોઈપણ વસ્તુ ઊંચકતો અથવા એને જોતો કે તરત જ મારી સામે એ વસ્તુ સાથે સંબંધિત લોકોના ચહેરા તરવરતા લાગતા. એટલે હવે તો આ શક્તિનો ઉપયોગ કરીને આજીવિકા રળવાનો એકજ માર્ગ મારી સામે રહ્યો હતો. વચ્ચે ચાલી ગયો હતો ને પેલી છોકરીને શોધતો હતો. છેવટે એની પાસે આવતાં હું અટક્યો ને બોલ્યો, ‘આ ગ્રેટા છે !' મેં જે કંઈ કહ્યું તે સાચું નીકળ્યું. લોકો મારી ચારે તરફ એકઠા થઈ ગયા. ત્યારથી મેં પ્રેક્ષકો સામે મારી અભુત શક્તિનાં પ્રદર્શનો યોજવાનું શરૂ કર્યું. મારે માટે આ સાવ નવો ધંધો હતો. મારી વાત સોએ સો ટકા સાચી નહોતી પડતી, પણ એંશી ટકા તો જરૂર સાચી નીકળતી હતી. મારી ખ્યાતિ ધીમે ધીમે આખા દેશમાં ફેલાઈ ગઈ. એક વખત લિમ્બર્ગના પોલીસ ખાતાએ મને એક કેસ વિષે કેટલીક માહિતી મેળવવા માટે બોલાવ્યો. કેસમાં એમ હતું, કે વાન ટોસિંગ નામના એક માણસનું કોઈએ ખૂન કર્યું હતું, પણ ખૂનીનો પત્તો મળતો ન હતો. મેં કહ્યું કે વાન ટોસિંગનું કોઈ વસ મને લાવી આપવામાં આવે, પણ એવું વસ્ત્ર કે જે ધોયેલું ન હોય. કોઈ માણસનું કપડું એકવાર ધોવાઈ જાય પછી હું તેને અડું તો તેથી મને કશી ખબર પડતી નહિ, પોલીસે મને વાન ટોર્સિગનો કોટ આપ્યો. કોટ હાથમાં પકડતાં જ મેં બતાવ્યું કે વાન ટોસિંગની હત્યા અધિક ઉંમરના એક માણસે કરી છે. એને મૂછ છે અને એનો એક પગ કૃત્રિમ છે. આંખો પર ચશમાં પણ પહેરે છે. પોલીસે કહ્યું કે હા, આવા એક માણસ પર અમને શક છે. પછી મેં એ પણ કહ્યું કે જે પિસ્તોલ વડે એણે વાન ટોસિંગનું ખૂન કર્યું છે, તે એના મકાનની છત પર પડી છે. સાચેસાચ પિસ્તોલ ત્યાંથી મળી આવી. એના ઉપર ખૂનની. આંગળીઓનાં નિશાન પણ હતાં. પુરાવો મળી ગયો. એને યોગ્ય સજા થઈ. આવી જાતનાં બીજા ગૂંચવણભર્યાને પોલીસને મૂંઝવતા કેસોમાં પણ મેં મદદ કરી. આજે હું સાત ભાષાઓ બોલી શકું છું. પહેલાં મને માત્ર ત્રણ ભાષાઓ જ આવડતી હતી, આથી બીજા દેશોના લોકો મારી પાસે આવતા ત્યારે મારી પત્ની દુભાષિયણ તરીકે કામ કરતી હતી. તે એ ત્રણે એણે પૂછ્યું : ‘બીજાની વાતોની તમને કેમ કરતાં ખબર પડે છે ?' ‘કોઈ વસ્તુને અડીને.” મારા મોંમાંથી જવાબ નીકળી ગયો. ‘તો મારી કંઈ વસ્તુને અડવા ઈચ્છો છો ? છેવટે મારી પત્નીને તો નહિ જ અડો એમ હું ધારું છું.' બધા લોકો હસી પડ્યા, ‘લો મારી આ ઘડિયાળને અડીને મારા જીવન વિષે બતાવો,” તેણે કહ્યું, અને ઘડિયાળ આગળ ધરી. ઘડિયાળને અડકતાં જ મારી સામે એનું જીવન ખુલ્લું થઈ ગયું. મેં કહ્યું, ‘આની અંદર વાળનો એક નાનો ગુચ્છો છે. પણ તે તમારી પત્નીના નહિ, બીજી કોઈ છોકરીના વાળ છે. આ છોકરીનું નામ ગ્રેટા છે અને અત્યારે આ પ્રેક્ષકોની વચ્ચે બેઠી છે.’ મેં જોયું તો જાદુગરના ચહેરાનો રંગ ઊડી ગયો હતો. એની પત્ની એની સામે વિસ્મયથી તાકી રહી હતી. જાદુગરે વાત ટાળવા ઈચ્છયું, પણ હું તો ઘડિયાળ હાથમાં પકડી પ્રેક્ષકો વિભૃગજ્ઞાન અને પિટર હરકોસા ૬૯ ૨૭૦ વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy