SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા લાગ્યો. એ દિવસોમાં જર્મનોએ અમારા એક સાથીને કેદ પકડી લીધો હતો. તેઓ એને જર્મની મોકલી દેવાના હતા. પણ મેં એને છોડાવ્યો ત્યાર પછી મારા રાજકારણના સાથીઓ મારા પર વિશ્વાસ કરવા લાગ્યા. મારી અદભુત શક્તિ વિષે એક વાત હું તમને કહી દઉં. હું બીજાના જીવનમાં દૃષ્ટિ નાખી શકું છું, પણ મારા પોતાના જીવનમાં, મારા ભવિષ્યમાં હું નથી જોઈ શકતો. મારું ભવિષ્ય મારી સામે અંધકારપૂર્ણ ચાલી નીકળ્યો. | પિટર હરકોસ મારું અસલ નામ નથી. ભૂગર્ભ આંદોલનમાં ભાગ લેતી વખતે મેં મારા કુટુંબની સલામતી માટે એ નામ રાખ્યું હતું. મારું મૂળ નામ તો છે પિટર ડરહર્ક, મારો જન્મ ૧૯૧૨માં હોલેન્ડના એક કસબામાં થયો હતો. મોટો થતાં હું રેડિયો એન્જિનિયરિંગનું ભણવા લાગ્યો, પણ આર્થિક મુશ્કેલીઓને કારણે મારે ભણવાનું છોડી દેવું પડ્યું. ત્યાર પછી મારા પિતા સાથે મેં મકાન રંગવાનું શરૂ કર્યું. ૧૯૪૦માં જર્મનીએ અમારા દેશ પર આક્રમણ કર્યું. અને થોડા દિવસમાં એના ઉપર પૂરેપૂરો કબજો જમાવી દીધો. દેશની એક એક વસ્તુ તેમણે લૂંટી લીધી. અમે ભૂખે મરવા લાગ્યા, પરિસ્થિતિ કાંઈક સુધરી ત્યારે હું ફરી મારા પિતા સાથે રંગારા તરીકે જવા લાગ્યો. દરમિયાન ભુગર્ભ આંદોલનમાં પણ ભાગ લેતો રહ્યો. એ જૂન મહિનો હતો. હું એક નિસરણી પર ચઢીને એક બેરેકની બારીઓને રંગ લગાડી રહ્યો હતો. અચાનક મારા પગ ડગમગી ગયા અને ત્રીસ ફૂટની ઊંચાઈથી ધમ કરતો હું નીચે આવી પડ્યો. મને યાદ છે કે નીચે પડતી વખતે મારા દિમાગમાં એકજ વિચાર હતો, “મારે મરવું નથી.' મરવામાંથી હું બચી ગયો અને એક તદન નવો જ માણસ બનીને હું બહાર આવ્યો. હોસ્પિટલમાંથી છૂટ્યા પછી ધીમે ધીમે ભૂગર્ભ-આંદોલનમાં મારા સાથીઓમાં મારી દેશભક્તિ વિષે હું વિશ્વાસ જગાડી શક્યો. તો પણ કેટલાંક લોકો અને ડોક્ટરો સુદ્ધા એમ કહેતા હતા કે મને પાગલખાનામાં મોકલી આપવો જોઈએ અને એ કારણે તો મને ખરેખર એક માનસરોગના ડોક્ટર પાસે મોકલી દીધો. એને મારી કોઈ વાતનો ભરોસો પડતો નહિ, પણ જયારે મેં ખૂદ એના જીવનની કેટલીયે અંગત વાતો એને કહી તો એ દિંગ થઈ ગયો. ત્યાર પછી એ મારી અલૌકિક શક્તિ પર વિશ્વાસ ઘરેથી નીકળ્યા પછી હું મારી આજીવિકા માટે લોકોને એમના જીવનની ઘટનાઓ કહેવા લાગ્યો. એના બદલામાં હું ફી લેતો અને આમ મારું ગાડું ગબડવા માંડ્યું. આ દરમિયાન મારા સ્વજનો, મિત્રો, પરિચિતોથી હું વધુને વધુ દૂર થતો ગયો. અથવા એમ કહું કે એમની ગુપ્ત વાતો મારાથી છાની નહિ રહી શકી. એકવાર મારા સાથીદારો સાથે હું જંગલમાં લાકડાં કાપવા ગયો. એ ગેરકાયદેસર કામ હતું. અમને લાકડાંની સખત જરૂર હતી, ત્યાં જર્મનોએ અમને પકડી લીધા. દિવસ-રાત તેઓ મારા પર પ્રશ્નોની ઝડી વરસાવતા. મારી ઊંઘ હરામ કરી દીધી. સૂતાં હજું માંડ કલાક થયો હોય, કે તેઓ મને જગાડી દેતા ને પછી અગણિત પ્રશ્નો પૂછતા, પણ મેં મારો કોઈ ભેદ ખોલ્યો નહિ. છેવટે મને એક વેઠ છાવણી (કોન્સન્ટેશન કેમ્પ)માં મોકલી દેવામાં આવ્યો. આ છાવણીમાં રહેવું એટલે ધીરે ધીરે રિબાતાં મોતને ભેટવું. જર્મનોની આ છાવણીઓ દુનિયાભરમાં પ્રસિદ્ધ હતી. ત્યાંથી કોઈ કેદી જીવતો પાછો ફરતો નહિ. કોઈ આવે તો હાડકાનું માત્ર માળખું શેષ હોય. કેદીઓ પર અમાપ સિતમ ગુજારવામાં આવતો. હું ત્યાં તેર મહિના રહ્યો. જયારે પાછો આવ્યો ત્યારે મારું વજન અડધું થઈ ગયું હતું. કોને ખબર હું શી રીતે જીવતો રહ્યો ! ફરી હું મારા સાથીઓ સાથે જોડાઈ ગયો. તેઓ એથી રાજી હતા, કારણ કે ક્યારે બોમ્બમારો થશે, એ હું પહેલેથી જ કહી શકતો હતો, વિભૃગજ્ઞાન અને પિટર હરકોસા ૨૬૭ ૨૬૮ વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy