SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરેની જેમ સુકૃત-કીર્તિમય થાય એ રીતે કાર્યો કરવા જોઇએ. કહ્યું છે કે – રાજાના કાર્યરૂપ પાપમાંથી જેઓએ સુકૃત પ્રાપ્ત કર્યું નથી, તેઓને હું ધુળ ધોનારાઓથી પણ વધુ મૂઢ ગણું છું. તથા રાજાની ઘણી કૃપા હોય તો પણ પ્રજાને દ્વેષ થાય એવું કરવું નહીં. વળી રાજા જ્યારે કોઇ કાર્યમાં જોડે, ત્યારે રાજા પાસે કોઇ ઉપરી માણસની માંગણી કરવી. આ પ્રકારે વિધિથી રાજાની સેવા થઇ શકે, તો પણ રાજા વગેરેની સેવા કરતા તો સુશ્રાવકની સેવા કરવી જ ઉચિત છે. કહ્યું જ છે – શ્રેષ્ઠ શ્રાવકને ત્યાં જ્ઞાન - દર્શન યુક્ત દાસ થવું સારું છે, પણ મિથ્યાત્વથી વાસિત બુદ્ધિવાળા ચક્રવર્તી રાજા થવું પણ સારું નથી. બીજી કોઈ રીતે નિર્વાહ થતો ન જ હોય, તો સમ્યત્ત્વ સ્વીકારતી વખતે જ ‘વિત્તીકંતારણ વગેરે આગારો રાખ્યા હોવાથી મિથ્યાત્વીની પણ સેવામાં લાગવું પડે, તો પણ યથાશક્તિ અને યુક્તિપૂર્વક પોતાના સ્વીકારેલા ધર્મને બાધ નહીં આવે એમ કરવું. બીજી કોઇ પણ રીતે થોડો પણ નિર્વાહ થતો હોય, તો મિથ્યાત્વીની સેવા છોડી દેવી જોઇએ શ્રાવક માટે ભીખ માંગી જીવવું તદ્દન અનુચિત ધાતુ, ધાન્ય, વસ્ત્ર વગેરેની ભિક્ષા માંગવી એમ ભિક્ષા પણ અનેક પ્રકારે છે. એમાં ધર્મમાં ટેકો રહે માત્ર એટલા હેતુથી જ આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેની ભિક્ષા માંગવી સર્વસંગના ત્યાગી સાધુઓને જ ઉચિત છે. કહ્યું જ છે – રોજ પ્રયત્ન વિના પ્રાપ્ત થતી, ભિક્ષુકવર્ગની માતા, સાધુઓ માટે કલ્પલતા, રાજા વડે નમાયેલી, નરકને રોકનારી એવી હે ભગવતી ભિક્ષા ! તને નમસ્કાર છે. (સાધુઓની નિર્દોષ ગોચરીચર્યાને આ વિશેષણોથી નવાજી નમસ્કાર કર્યા) બાકીની બધા પ્રકારની ભિક્ષાઓ અત્યંત લઘુતા કરનારી છે. કહ્યું જ છે – ત્યાં સુધી જ રૂપ, ગુણ, લજ્જા, સત્ય, કુલક્રમ (ખાનદાની) અને અભિમાન ટકે છે, જ્યાં સુધી ‘આપો” એમ બોલાયું નથી. જગતમાં ઘાસથી પણ હલકું કપાસ છે, અને કપાસથી પણ હલકો માંગણખોર-યાચક છે. છતાં પવન યાચકને એટલા માટે ઉપાડી જતો નથી કે એને ડર છે કે ક્યાંક યાચક મારી પાસે પણ માંગશે ! રોગી, દીર્ઘકાલીન પ્રવાસી, બીજાના ઘરનું ખાનારો, અને બીજાનાં આવાસમાં સુનારો-આટલાનું જે જીવન છે, તે જ મરણરૂપ છે. અને મરણ જ ખરું વિશ્રામ સ્થાન છે. ભીખ માંગીને ખાનારાને નિશ્ચિત રહેવાના કારણે તથા બહુ ખાવાના કારણે આળસ, ઘણી ઉઘ વગેરે દોષો સુલભ છે, તેથી તે પછી કશા કામનો રહેતો નથી. (એને કશું કરવું સૂઝતું નથી) સંભળાય છે કે એક કપાલિક (ખપ્પર લઇને ભિક્ષા માંગનાર)ના ભિક્ષા ભરેલા ખપ્પરમાં ઘાચીના બળદે મોં નાખી થોડું ખાધું. ત્યારે એ કપાલિકે ઘણો હાહાકાર કર્યો. (વાચીએ આટલી અમથી વાતમાં આટલો હાહાકાર કરવાનું કારણ પૂછયું) કપાલિકે કહ્યું – હું મારું ખાવાનું જવામાટે હાહાકાર નથી કરતો. મને તો ફરીથી ઘણી ભીખ મળશે. પણ આ બળદે ભીખ માંગીને મળેલા આહારમાં મોં નાખ્યું. તેથી એ (મફતનું ખાનાર-હરામ હાડકાનો થઇ જવાથી) હવે તારામાટે સાવ નકામો થઇ જશે, એ વાતે ખૂબ દુ:ખ થવાથી હાહાકાર કર્યો. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક પ્રકરણના પાંચમાં અષ્ટકમાં ત્રણ પ્રકારની ભિક્ષા બતાવતાં કહ્યું છે કે – (૧) સર્વસંપર્કરી (૨) પૌરુષની અને (૩) વૃત્તિ એમ ત્રણ પ્રકારની ભિક્ષા તત્ત્વજ્ઞા પુરુષોએ બતાવી છે. ૧/ ધ્યાન વગેરે કરનારો, હંમેશા ગુરુની આજ્ઞામાં જ રહેનારો અને ક્યારેય ૧૨૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy