SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ચોકીદાર) આટલા સાથે રાજા જેવો જ વ્યવહાર કરવો. આ તો પહેલા મારાથી જ પ્રગટ કરાયેલો છે, તેથી હું અવહેલના કરીશ તો પણ મને બાળશે નહીં, એવા ભ્રમથી પણ જેમ દીવાને આંગળીના અગ્રભાગથી અડાય નહીં, એમ રાજાની પણ જરાય અવજ્ઞા કરાય નહીં. રાજાને માન્ય બને, તો પણ જરાય ગર્વ કરવો જોઇએ નહીં, કારણકે “ગર્વ વિનાશનું મૂળ છે.” એમ કહેવાયું છે. સંભળાય છે કે દિલ્હીમાં સુલતાનને માન્ય પ્રધાને ગર્વ ભરેલા અવાજે “મારાથી જ રાજ્ય ચાલે છે” એવું કોક આગળ કહ્યું. આ વાત સુલતાને સાંભળી. તરત જ એ પ્રધાનને કાઢી મુકી ત્યાં પાસે રહેલા “રાંપડી” (રાંપડી-ખેતરમાં નકામું ઘાસ કાપવાનું સાધન છે. રાંખી મોચીનું સાધન છે.) વાળા હાથવાળા મોચીને પ્રધાન તરીકે સ્થાપી દીધો. આ પ્રધાનના દરેક લેખ વગેરેમાં ઓળખ ચિહ્ન રાંપડી' જ રહેતું. તે પ્રધાનની વંશ પરંપરા હજુ ચાલુ જ છે, ને સુલતાનોને માન્ય પણ છે. (આ ગ્રંથકારના કાળની વાત છે.) આ રીતે સારી રીતે સેવા કરવાથી, જો રાજા વગેરે પ્રસન્ન થાય, તો ઐશ્વર્ય આદિનો લાભ પણ દુર્લભ ન રહે. કહ્યું જ છે કે- શેરડીનું ખેતર, સમુદ્ર, યોનિપોષણ (વેશ્યાવાડો ચલાવવો?) અને રાજાઓની કુપા શીધ્ર ગરીબીનો નાશ કરે છે. ભલે મનસ્વી પુરુષો નિંદા કરે, પણ સુખેચ્છકે રાજાવગેરેની સેવા કરવી જોઇએ, કેમકે સ્વજનોનો ઉદ્ધાર અને શત્રુઓનો નાશ એ વિના શક્ય નથી. - કુમારપાળ રાજા જ્યારે સિદ્ધરાજ જયસિંહના હાથમાં નહીં આવવા માગતા હતા, તે વખતે વોસિરિ’ નામના બ્રાહ્મણે એ કુમારપાળની સારી સેવા કરી હતી. આપત્તિમાં કરાયેલી આ સેવાને યાદ રાખી કુમારપાળે રાજા બન્યા પછી એને ‘લાટ’ દેશ ઇનામમાં આપ્યો હતો. જિતશત્રુ રાજાને ત્યાં રાજપુત્ર દેવરાજ યામિક-અંગરક્ષક તરીકે નિયુક્ત થયો હતો. એકવાર આ દેવરાજે રાજાને સાપના ઉપદ્રવથી બચાવ્યો. તેથી પ્રસન્ન થયેલા જિતશત્રુ રાજાએ એને પોતાનું રાજ્ય સોંપી દઇ દીક્ષા લીધી ને મોક્ષે ગયા. મંત્રીપણું, નગરશેઠપણું, સેનાપતિપણું વગેરે બધી પ્રવૃત્તિઓ રાજસેવામાં સમાવેશ પામે છે. આ સેવાઓ ઘણા પાપથી ભરેલી છે ને છેવટે વિપરીત પરિણામ આપનારી બને છે. તેથી શ્રાવકે બને ત્યાં સુધી એવી સેવાઓ નહીં કરવી. કહ્યું જ છે કે- જેને જે નિયોગ – અધિકારમાં નિયુક્ત કર્યો હોય, તે ત્યાં ચોરી કરતો હોય છે. શું ધોબી ખરીદીને વસ્ત્રો પહેરે છે? (‘અધિકાર” – રાજકીય સત્તા. એમાં અધિ +કાર છે, જેને આગળ કરી કહે છે.) અધિક અધિક આધિ (ચિંતા) ઓથી યુક્ત અધિકારો છે કે જેમાં આગળ કારા (જલવાસ-બંધન) જ પ્રવૃત્ત થાય છે. રાજાની સેવામાં રહેલાઓને પહેલા (ખોટું કરવામાં) કોઇ બંધન નડતું નથી, પણ પછી એ બંધનમાં (જેલમાં) પડે છે. રાજાની બધા પ્રકારની સેવા છોડવી શક્ય ન હોય, તો પણ દયાળુ આસ્તિકે ગુપ્તિપાલ (જેલના રક્ષક) કોટવાળ (પોલીસ - નગર રક્ષક) સીમપાળ (સીમાડાનો રક્ષક) વગેરે સેવામાં જોડાવું જોઇએ નહીં. કેમકે એ પ્રવૃત્તિઓ અત્યંત પાપમય છે, નિર્દય માણસોને યોગ્ય છે. કહ્યું જ છે કે – આરક્ષકો, તલાક્ષકો, પટેલ, મુખીઓ વગેરે અધિકારી વર્ગ પ્રાય: બીજાઓને સુખમાટે થતા નથી આ સિવાયના પણ રાજાસંબંધી કાર્યોમાં નિયુક્ત થયેલાએ વસ્તુપાળમંત્રી, સાધુશ્રી, પૃથ્વીધર શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૧૯
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy