SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ આરંભાદિ નહીં કરનારો સાધુ જે ભિક્ષા મેળવે છે, તે સર્વસંપર્કરી ભિક્ષા છે. //રા સંયમનો સ્વીકાર કરનારો પણ જે સંયમને વિરોધ-બાધ આવે એ રીતે રહે છે, અને અસત્ આચરણ કરે છે, તેની ભિક્ષાવૃત્તિ પૌરુષષ્મી કહેવાય છે. llફll પ્રસ્તુતમાં (તસ્ય) તે વ્યક્તિ વિશેષ્ય તરીકે છે, ને અસદારંભી વિશેષણ છે. એટલે કે અસહ્ના આરંભવાળા સાધુની ભિક્ષા પૌરુષષ્મી છે. અથવા ચ(અને) એ અધ્યાહારથી સમજી લેવાનું. તેથી પ્રવ્રજ્યાને વિરોધ આવે એ રીતે રહેવાવાળો પ્રવ્રજિત - સાધુ અને અસદારંભી – ગૃહસ્થ આ બંને જે ભિક્ષાવૃત્તિથી જીવે છે, તે વૃત્તિ પૌરુષત્ની છે. પુષ્ટ અંગવાળો હોવા છતાં ભિક્ષાથી પેટ ભરનારો મૂઢ ધર્મની હલકાઇ કરે છે ને માત્ર પોતાના પુરુષાર્થને હણે છે. જે નિર્ધન આંધળા-પાંગળાઓ આજીવિકામાટે બીજું કશું કરી શકે એમ નથી, તેઓ જીવન ટકાવવા જે ભિક્ષા માટે ફરે છે, તે વૃત્તિભિક્ષા છે. આ વૃત્તિભિક્ષા બહુ ખરાબ નથી, કેમકે ગરીબ, અંધો વગેરે દયાના પાત્ર થવાથી ધર્મની હીલનાના નિમિત્ત બનતા નથી. આમ ગૃહસ્થમાટે ભિક્ષાવૃત્તિ યોગ્ય નથી, ખાસ કરીને ધર્મ કરનારા ગૃહસ્થ માટે તો જરા પણ યોગ્ય નથી. કેમકે જેમ ગમે તેવા સજ્જનમાટે પણ દુર્જન સાથેની મૈત્રી અવજ્ઞા-નિંદાનું કારણ બને છે, તેમ ભિક્ષા વૃત્તિના કારણે એ ધાર્મિક પુરુષનું વિશિષ્ટ ધર્માનુષ્ઠાન પણ અવજ્ઞા અને નિંદાનું સ્થાન બને છે. અને ધર્મ-નિંદા માટે નિમિત્ત બનવામાં બોધિદુર્લભ થવાનો મોટો દોષ રહેલો છે. આ જ વાત સાધુને અપેક્ષીને ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં આ રીતે કહી છે- છ કાય જીવોપર દયાવાળો પણ સાધુ જો આહાર, નિહાર (લઘુ-વડી નીતિ) અને પિંડ (ગોચરી) ગ્રહણની ક્રિયા બીજાને જુગુપ્સા થાય એ રીતે કરે, તો તે પોતાની બોધિ (સમ્યકત્વાદિ પ્રાપ્તિ) ને દુર્લભ બનાવે છે. વળી ભિક્ષાથી કોઇને પણ ધન કે સુખ (અથવા ધનનું સુખ) પ્રાપ્ત થતા નથી. કહ્યું જ છે - લક્ષ્મી વેપારમાં વસી છે. ખેતીમાં થોડીક સંભવે છે. સેવા (નોકરી) માં મળે કે ન પણ મળે. ભિક્ષામાં તો ક્યારેક મળે નહીં. હા ભિક્ષાથી પેટ ભરવા જેટલું મળી જાય. તેથી જ એને પણ આજીવિકાના ઉપાય તરીકે બતાવી. મનુસ્મૃતિના ચોથા અધ્યાયમાં આમ કહ્યું છે-(૧) ઋત (૨) અમૃત (૩) મૃત (૪) અમૃત (૫) સત્યાગૃત (૬) શ્વવૃત્તિ. આ છમાં શક્ય હોય, તો પ્રથમ બેથી જીવવું. છેવટે એ પછીના ત્રણ પણ ચાલે, પણ શ્વવૃત્તિથી તો ક્યારેય જીવવું નહીં. (એમાં) બીજાએ ફેંકી દીધેલું વીણીને પેટ ભરવું એ ઋત છે. માંગ્યા વિના બીજા પાસેથી મળેલું એ અમૃત છે. માંગીને મેળવેલી ભિક્ષા એ મૃત છે. ખેતીથી (જીવવું) અમૃત છે અને વેપાર સત્યાગૃત છે. આનાથી પણ જીવી શકાય. પણ સેવા તો શ્રવૃત્તિ (કુતરાવૃત્તિ) જ કહેવાઇ છે. તેથી એનો તો ત્યાગ જ કરવો. વેપાર અંગે સમજ આજીવિકાના બતાવેલા સાત ઉપાયમાં વણિક (વેપારી-વાણિયા) લોકો માટે મુખ્યરૂપે તો વેપાર જ ધન કમાવવાનો ઉપાય છે. કહેવાયું પણ છે - લક્ષ્મી કંઇ વિષ્ણુની છાતીએ નથી કે નથી કમળાકરમાં (કમળમાં). એ તો પુરુષોના વેપારરૂપ સાગરમાં શુભ સ્થાન જોઇ રહેલી છે. વેપાર પણ પોતાને સહાયભૂત થનારું નીવીબળ (પોતાની મૂડીરૂપ ધન) પોતાનો ભાગ્યોદય (પુણ્ય) દેશ, કાળ વગેરેને અનુરૂપ જ કરવો, નહિંતર (ખોટું સાહસ કરવામાં) અચાનક મોટા નુકસાન વગેરેની આપત્તિ આવે છે. અમે (ગ્રંથકારે અન્યગ્રંથમાં) કહ્યું છે કે – સારી બુદ્ધિવાળાએ પોતાની શક્તિને અનુરૂપ જ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૨૧
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy