SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ કે – સુભટો યુદ્ધ ઇચ્છે છે, વૈદો લોકો રોગથી પીડાય એમ ઇચ્છે છે. વિપ્રો-બ્રાહ્મણો (યજમાનો) મોત ઘણા થાય એમ ઇચ્છે છે. (જેથી યજમાનગીરી ધમધોકાર ચાલે.) સાધુઓ ક્ષેમ અને સુભિક્ષધાન્યાદિની સમૃદ્ધિ ઇચ્છે છે. (જેથી ગોચરી સુલભતાથી મળે.) ધન મેળવી લેવાની ઈચ્છાવાળો જે વૈદ્ય લોકો વ્યાધિથી પીડાય એવું જ ધ્યાન રાખે છે, વિચારે છે; તે વૈદ્ય રોગીના ૨ોગને વિરુદ્ધ ઔષધથી વધા૨વાનું જ કામ કરે ને ! એને વળી ત્યાં દયા કેવી રીતે હોય (આ વાત આજના કેટલાક ડોક્ટરોને લાગુ પડે ખરી?) વળી કેટલાક વૈદો તો પોતાના સાધર્મિક સાધુ પણ, ગરીબ, અનાથ ને મરતા માણસ પાસેથી પણ બળાત્કારે (પોતાની ફી વગેરે રૂપે) ધન મેળવી લેવા ઇચ્છા રાખતા હોય છે. વળી એ વૈદો અભક્ષ્ય ઔષધો પણ તૈયાર કરાવતા હોય છે, ને વિવિધ ઔષધો આપવા વગેરેનું કપટ કરી લોકોને ઠગતા પણ હોય છે. (લોકોની લાચારીનો ગેરલાભ લેતા હોય છે.) અહીં (શ્રી કૃષ્ણ વાસુદેવ વખતના ) દ્વારકા નગરીના અભવ્ય વૈદ્ય ધન્વંતરીનું દષ્ટાંત છે. (ટુંકમાં વૈદડોક્ટરોની કમાણી બીજાઓની લાચારી - પીડાપર આધારિત છે - તેથી શાપિત છે. ગુણકારી નથી. છતાં આ વાત પણ એકાંતે નથી – કેટલાક સારા પણ હોય છે, એ વાત કરે છે) જે સરળ સ્વભાવવાળા અને ઓછા લોભવાળા પરોપકારી વૈદો છે, તેમની વૈવિદ્યા આ ભવમાં અને પરભવમાં એમ બંને ભવમાં લાભકારી બને છે. અહીં ઋષભદેવ ભગવાનનો જીવાનંદવૈદ્ય નામનો પૂર્વભવ દૃષ્ટાંતરૂપ છે. ખેતી – પશુપાલન ખેતી ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થતી, બીજી કૂવા આદિના પાણીથી થતી, તથા ત્રીજી બન્ને - વરસાદ તથા કૂવા વગેરેના પાણીથી થતી. ગાય, ભેંસ, બકરી, ઊંટ, બળદ, ઘોડા, હાથી વગેરે જાનવરો દ્વારા આજીવિકા ચલાવવી એમ પશુપાલન પણ અનેક પ્રકારે છે. ખેતી અને પશુપાલન વિવેકી માણસમાટે ઉચિત નથી. કહ્યું છે કે :- રાજાઓની લક્ષ્મી હાથીદાંતમાં, પામરોની (ખેડુતો વગેરેની) બળદના સ્કંધ૫૨, સુભટોની તલવારની ધા૨૫૨ અને વેશ્યાઓની સ્તનપર લક્ષ્મી રહે છે. જો બીજી કોઇ વૃત્તિ ન હોય અને ખેતી જ કરવી પડે, તો વાવવાનો સમય વગેરે બરાબર ધ્યાનમાં રાખવો. તથા પશુપાલન કરવું પડે, તો ઘણી દયા રાખવી. કહ્યું જ છે કે – જે વાવવાનો સમય, ખેતરની જમીન, કઇ ખેતી થઇ શકશે વગે૨ે જાણે છે, અને (લોકોના આવાગમનના) રસ્તાની બાજુમાં આવેલા ખેતરનો ત્યાગ કરે છે, (કેમકે લોકો દ્વારા એમાં થતાં પાકનો નાશ થાય છે.) તે જ વૃદ્ધિ પામે છે. સંપત્તિની વૃદ્ધિમાટે પશુપાલન કરનારાએ દયાભાવ છોડવો નહી. પશુસંબધી કાર્યોમાં પોતે જ સાવધાન રહેવું જોઇએ અને છવિચ્છેદ (ચામડી છેદવી) વગેરે નહીં કરવા. શિલ્પ અને કર્મ શિલ્પ સો પ્રકા૨ે છે, કહ્યું છે કે - કુંભાર, લુહાર, ચિત્રકાર, સુતાર અને હજામ એ પાંચના પાંચ શિલ્પ જ મુખ્ય છે. એ એક એક શિલ્પના વીસ વીસ પેટાભેદ ગણતાં બધું મળી સો ભેદ થાય છે. વ્યક્તિ (સ્પેશિયલાઇઝેશન) ને નજરમાં લઇએ, તો તેથી પણ વધુ ભેદ પડી શકે. આચાર્યના ઉપદેશથી થયેલું તે શિલ્પ કહેવાય છે, કેમકે ઋષભદેવ ભગવાનના ઉપદેશથી એ પ્રવૃત્ત થયા છે. એ આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લોક-પરંપરાથી ચાલતું આવે છે, તે ખેતી, વેપારવગેરે કર્મ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૧૬
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy