SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ કશું નથી કે જે ધનથી સિદ્ધ (પ્રાપ્ત) નહીં થાય. તેથી બુદ્ધિમાન પુરુષ પ્રયત્નથી એકમાત્ર ધન જ ઉપાર્જન કરે. (આ ઉક્તિ લૌકિક છે, તેને કોઇ ખોટી રીતે પકડી લે નહીં, એ માટે ખુલાસો કરે છે.) પ્રસ્તુતમાં અમે જે ધન કમાવવાઅંગે કહીશું, તે તો અનુવાદમાત્ર છે. (લોકોમાં સહજ પ્રસિદ્ધ જ છે. લોકો એમાં વગર કહ્યે પણ પ્રવૃત્ત થઇ જાય છે.. કેમકે તે બધામાટે સ્વયં સિદ્ધ છે. પણ એ અથંચતા ધર્મને સાચવતા કરવી...' એટલે કે અહીં ધર્મને સાચવતા’ એટલું જ શાસ્ત્રકારને માન્ય વિધેય છે. વિધાન છે. કેમકે તે જ લોકોમાટે અપ્રાપ્ય છે. અસિદ્ધ છે. (શ્રાવક પણ ગૃહસ્થ હોવાથી એ ધન કમાવવા તો જવાનો જ. એમાટે કંઇ શાસ્ત્રમાં વિધાન કરવાની જરૂર નથી. પણ એ ધન એવી રીતે ન કમાય કે જેથી એના સ્વીકારેલા ધર્મને બાધ આવી જાય, એટલેકે એ ધન કમાવવા જતાં પણ ધર્મને તો સાચવે જ એ સૂચવવા જ શાસ્ત્રમાં વિધાન છે. કેમકે સામાન્યથી ધન કમાવના પણ ધર્મ સાચવો પ્રસિદ્ધ નથી. જે સામાન્યથી લોકમાં પ્રસિદ્ધ ન હોય, પણ પોતાને માટે હિતકર હોય, એ જ શાસ્ત્રવચનનું વિધેય ગણાય. શાસ્ત્રકારોની પ્રેરણા એમાટે જ હોય.) તેથી જ કહ્યું છે - લોકો આલોકના કાર્યમાં બધા આરંભોથી – પ્રયત્નોથી જે રીતે લાગે છે, એ જ રીતે જો એથી લાખમાં ભાગના પ્રયત્નથી પણ ધર્મમાં લાગી જાય, તો શું બાકી રહે? આજીવિકાના સાત ઉપાય માણસની આજીવિકા ૧) વેપાર ૨) વિદ્યા ૩) ખેતી ૪) ગાય-બકરા આદિ પશુપાલન ૫) શિલ્પ ૬) સેવા અને ૭) ભિક્ષા. એ સાત ઉપાયથી થાય છે. તેમાં વિણક વેપારથી, વૈદ્યવગેરે પોતાની વિદ્યાર્થી, કણબીઓ ખેતીથી, ગોવાળો તથા ભરવાડો પશુપાલનથી, ચિત્રકાર, સુતાર વગેરે શિલ્પથી – પોતાની કારીગરીથી, સેવકો સેવાથી અને ભિખારીઓ ભિતાથી પોતાની આજીવિકા કરે છે. તેમાં ધાન્ય, ઘી, તેલ, કપાસ, સૂતર, કાપડ, તાંબા, પિત્તળઆદિ ધાતુ, મોતી, ઝવેરાત, નાળું વગેરે કરિયાણાના (વેંચવાલાયક વસ્તુઓ)ના ભેદથી અનેક પ્રકારના વેપાર છે. ‘ત્રણસો સાઠ પ્રકારના કરિયાણાં છે” એવી લોકોમાં પ્રસિદ્ધિ છે. પેટા ભેદ - તેના પેટા ભેદ વગેરેની વિચારણા કરીએ તો સંખ્યાનો પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું (ધીરનારનો ધંધો) એક પ્રકારનો વેપાર જ છે. વૈદનો અને ગાંધીનો ધંધો અનિચ્છનીય ઔષધ, રસ, રસાયન, વાસ્તુ, શુકન, નિમિત્ત, સામુદ્રિક, ધર્મ, અર્થ, કામ, જ્યોતિષ, તર્ક, વગેરે ભેદથી વિદ્યા પણ અનેક પ્રકારની છે. તેમાં વૈદ્યવિદ્યા અને ગાંધીપણું એ બંને પ્રાય: દુર્ધ્યાનની સંભાવના વગેરે કારણે વિશેષ ગુણકારી દેખાતા નથી. જો કે ધનવાન માણસની માંદગીમાં વૈદ અને ગાંધીને (જે ઔષધોમાં ઉપયોગી ચીજોનો વેપાર કરે છે. તેથી તો વૈદ્ય-ગાંધીનું સહિયારું કહેવાય છે.) ઘણી કમાણી થાય છે ને ઘણે ઠેકાણે બહુમાન વગેરે પણ મળે છે. તેથી કહ્યું છે - ‘રોગમાં વૈદ્ય પિતા (સમાન) ગણાય છે.’ બીજે પણ કહ્યું છે - રોગીઓનો મિત્ર વૈદ્ય છે, સ્વામીઓના મિત્રો ખુશામતખોરો હોય છે. દુ:ખથી પીડાયેલાઓના મિત્ર સાધુ છે. સંપત્તિ ખોઇ બેસનારાઓના મિત્ર જોષીઓ છે. આમ વૈદ્યનું બહુમાન થાય છે. ગાંધીના ધંધા માટે કહ્યું છે. વેપારોમાં શ્રેષ્ઠ વેપાર તો ગાંધીનો જ છે, બીજા સોનાગેરેના વેપારથી સર્યું. કેમકે ગાંધીના વેપારમાં તો એક રૂા. માં લીધેલું હજાર રૂપયે વેંચાય છે. (આજની ફાર્મા કંપનીઓને આ વાત લાગુ પડે છે?) આમ વૈદ્ય-ગાંધીને લાભ અને બહુમાનાદિ હોવા છતાં એ બે ઇચ્છનીય એટલા માટે નથી કે સામાન્યથી નિયમ છે કે, જેને જેનાથી લાભ થતો હોય, તેને તે અંગે જ ઇચ્છા રહેતી હોય છે. કહ્યું જ છે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૧૫
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy