SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે- આચાર્યના ઉપદેશ વિના પ્રવૃત્ત થયેલું ખેતી, વાણિજ્ય વગેરે કર્મ કહેવાય છે, તેથી ભિન્ન (આચાર્યના ઉપદેશથી પ્રવૃત્ત) કુંભાર, લુહાર વગેરેનું શિલ્પ કહેવાય છે. અહીં ખેતી, વેપાર અને પશુપાલન કર્મ તરીકે સાક્ષાત બતાવ્યાં છે. (નહીં કહેવાયેલા) બાકીના બધા કાર્યો પ્રાય: શિલ્પવગેરેમાં સમાવેશ પામે છે. પુરુષોની તથા સ્ત્રીઓની કળાઓમાંથી કેટલીક વિદ્યામાં અને કેટલીક શિલ્પમાં સમાઇ જાય છે. કર્મના સામાન્યથી ચાર પ્રકાર છે. કહ્યું છે કે - બુદ્ધિથી કર્મ (કાર્ય) કરનારા ઉત્તમ, હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તકથી (ભાર ઉપાડીને) કર્મ કરનારા અધમમાં અધમ જાણવા. (અહીં ઉત્તમઆદિ ભેદ પ્રયત્નની અપેક્ષાએ કમાણી - લોકદૃષ્ટિવગેરે દૃષ્ટિએ સમજવા. તેથી મજૂરી કરનારા બધા નીચ-દુષ્ટ છે, ઇત્યાદિ તાત્પર્ય પકડવું નહીં) બુદ્ધિથી કાર્યો કરવા ઉપર દૃષ્ટાંત કહે છે – બુદ્ધિથી કમાનારનું દૃષ્ટાંત ચંપા નગરીમાં ધન નામના શેઠને મદન નામનો પુત્ર હતો. તેણે એકવાર ‘બુદ્ધિની દુકાન’ એવી વિશિષ્ટ દુકાન જોઇ. તેણે ત્યાંથી પાંચસો સિક્કા આપી ‘જ્યાં બે જણા લડતા હોય, ત્યાં ઊભા રહેવું નહીં ’ એવી બુદ્ધિ ખરીદી. આ જાણી મિત્રોએ એની મશ્કરી કરી. પિતાએ એને ખૂબ ઠપકો આપી કહ્યું- જા એ પાંચસો સિક્કા પાછા લઇ આવ. તેથી એ પોતાનું ધન પાછું લેવા ફરીથી એ દુકાને ગયો. ત્યારે દુકાનદારે કહ્યું- જો તારું ધન પાછુ જોઇતું હોય, તો મારી બુદ્ધિ પાછી આપ. એટલે હવે તું નક્કી કર કે જ્યાં બે લડતા હોય, ત્યાં ઊભા રહેવું. પેલાએ એ વાત સ્વીકારી ધન પાછું મેળવ્યું. એકવાર રાજાના બે સુભટ રસ્તામાં લડી રહ્યા હતા, ત્યારે એ તેઓની પાસે ઊભો રહ્યો. તેથી એ બન્નેએ એને સાક્ષી બનાવ્યો. રાજાએ ન્યાય તોળતી વખતે સાક્ષી તરીકે મદનને બોલાવ્યો. ત્યારે બંનેએ વારા ફરતી ધન શેઠ પાસે આવી ધમકી આપી- જો તારો પુત્ર મને અનુકુળ સાક્ષી નહીં આપે, તો તને મોટું નુકસાન કરીશ. તેથી ધન શેઠ ગભરાયા. હવે શું કરવું? તેથી સલાહ-બુદ્ધિ લેવા પેલી બુદ્ધિની દુકાને ગયા. દુકાનદારે એક કરોડ સિક્કા લઇ બુદ્ધિ આપી - એની પાસે પાગલ હોવાનું નાટક કરાવ. ધને એમ કરાવ્યું. તેથી પાગલની સાક્ષી ગણાય નહીં એમ માની રાજાએ જવા દીધો. આમ આપત્તિ ટળવાથી સુખી થયો. બુદ્ધિઅંગે આ કથા છે. સેવામાં સાવધાની વેપારઆદિ કરનારાઓ હાથથી કામ કરે છે. દૂતો વગેરે પગથી કામ લે છે. ભાર ઉપાડનારા મજુરો માથાથી કામ લે છે. સેવા (નોકરી) (૧) રાજાની (૨) અધિકારીની (૩) શેઠની અને (૪) બીજાઓની – એમ ચાર પ્રકારે છે. આ રાજા વગેરેની સેવામાં હંમેશા પરવશતાવગેરે હોવાથી જે -તે માણસ માટે સેવાકાર્ય અત્યંત દુ:સાધ્ય છે. કહ્યું જ છે કે – મૌન રહે તો મુંગો ગણાય. ભાષણ કુશળ હોય તો વાયડો કે બકબક કરનારો ગણાય. પાસે રહે તો ઉદ્ધત કહેવાય અને દૂ૨ ૨હે તો અક્કલ વગરનો કહેવાય. ક્ષમા રાખે તો ડ૨૫ોક ગણાય ને સહન કરે નહીં તો પ્રાય: કુલીન ગણાતો નથી. ખરેખર સેવાધર્મ અત્યંત ગહન છે. યોગી પણ એને પામી શકતા નથી. = એ સેવક બિચારો ઉન્નતિ માટે પ્રણામ કરે છે (ઉન્નતિ = ઉંચાઇ ને નમવું એટલે નીચાઇ) જીવતર માટે એ પ્રાણો છોડે છે - મરે છે. સુખી થવા માટે દુ:ખી થાય છે. ખરેખર સેવકથી વધુ કોણ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૧૭
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy