SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહસ્થ માટેનો મોક્ષમાર્ગ પ08 વારંવાર કામેચ્છાનું ઉદ્દીપન ન કરવું. (કામેચ્છાનું ઉદ્દીપન વારંવાર થાય એવું ખાવું-પીવું ન જોઈએ, એવું વાંચવું ન જોઈએ, એવાં દૃશ્યો ન જોવાં જોઈએ, એવા સંપર્ક ન રાખવા જોઈએ.) સ્વ-સ્ત્રી (પત્ની) સિવાયની સ્ત્રીઓ સાથે આ વ્રતના ધારકે હસવાનું, ફરવાનું કે સ્પર્શવાનું ત્યજવું જ જોઈએ. એ જ રીતે સ્વ-પુરુષ (પતિ) સિવાયના પુરુષો સાથે, આ વ્રતની ધારક સ્ત્રીએ હસવાનું, ફરવાનું કે શરીરસ્પર્શ કરવાનું ત્યજવું જ જોઈએ. ૫. સ્થૂલ પરિગ્રહથી વિરતિ : ગ્રન્થકારે પરિગ્રહનો અર્થ “મૂચ્છ' કરેલો છે. આ અર્થ તેઓએ “તત્ત્વાર્થાધિગમ' ગ્રન્થમાં કરેલો છે. પ્રસ્તુત ગ્રન્થમાં તેઓએ રતિ-અરતિ’ અર્થ કરેલો છે. રતિ એટલે ખુશી, અરતિ એટલે નાખુશી. જે મનુષ્યને ધન-ધાન્ય, સોનું-રૂપું..ઝવેરાત. .ઘર...દુકાન-જમીન વગેરે સ્થાવરજંગમ સંપત્તિમાં મૂર્છા હોય છે, આસક્તિ હોય છે, તેને ક્ષણેક્ષણે રતિ-અરતિ થવાની છે. માટે પરિગ્રહના પરિણામરૂપ વિરતિનું આ પાંચમું વ્રત છે. પરિગ્રહમાં રતિ-અરતિ ઘટવી જોઈએ. આ વ્રત ધારણ કરનારે નીચેની સાવધાની રાખવી જોઈએ. છે જે જમીન ખેતીવાડીને યોગ્ય હોય તે ક્ષેત્ર' કહેવાય અને રહેવાલાયક જમીનને વાસ્તુ' કહેવાય. આ બંનેનું પ્રમાણ નક્કી કર્યા પછી, લોભવશ બનીને, તે મર્યાદાનું અતિક્રમણ ન કરવું જોઈએ. ઘડાયેલા કે નહીં ઘડાયેલા સોના-ચાંદીના કરેલા પ્રમાણનું ઉલ્લંઘન ન કરવું. પશુધનનું નક્કી કરેલું પ્રમાણ અને ઘઉં-બાજરી વગેરે ધાન્યનું નક્કી કરેલું પ્રમાણ ઉલ્લંઘવું ન જોઈએ. નોકર-ચાકર વગેરેની નક્કી કરેલી સંખ્યાનો અતિક્રમ ન કરવો જોઈએ. * વાસણો અને વસ્ત્રોના નકકી કરેલા પ્રમાણનું અતિક્રમણ ન કરવું જોઈએ. આ પાંચ અણુવ્રતો કહેવાય. આને “મૂળ ગુણ' પણ કહેવાય છે. ત્રણ. ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોને “ઉત્તર ગુણ' કહેવાય છે. ગ્રન્થકારે આ ઉત્તર ગુને “શીલ” કહેલ છે. ૬. દિગુવિરતિ વ્રત: પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ અને ઊર્ધ્વ-અધ દિશાઓમાં જવાનું પરિમાણ કરવું, તે પરિમાણથી બહાર ન જવારૂપ આ વ્રત છે. અહીં સુધી જઈશ, એનાથી આગળ નહીં જાઉં.” આ રીત વ્રત લેવાય છે. આ વ્રતના ધારકે નીચેની સાવધાનીઓ રાખવાની છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy