SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૪ પ્રશમરતિ આ વૃક્ષ, પહાડ વગેરે ઉપર ચડવામાં કે પ્લેનમાં મુસાફરી કરવામાં ઊંચાઈનું પ્રમાણ નક્કી કર્યા પછી, લોભાદિથી મર્યાદા તોડવી ના જોઈએ. એ નીચે ભોંયરામાં...કૂવા વગેરેમાં ઊતરવાનું પ્રમાણ નક્કી કર્યા પછી મર્યાદા ન તોડવી. * તીરછા જવાનું મોટરથી, રેલવેથી કે પગે ચાલીને પ્રમાણ, માઈલ, કિલોમીટર વગેરે] નક્કી કર્યા પછી અતિક્રમણ ન કરવું જોઈએ. જુદી જુદી દિશાઓનું જુદું જુદું પ્રમાણ સ્વીકાર્યા પછી, ઓછા પ્રમાણવાળી દિશામાં ખાસ પ્રયોજન ઊભું થાય ત્યારે, બીજી દિશામાં સ્વીકારેલા પ્રમાણમાંથી અમુક ભાગ ઘટાડી, ઇષ્ટ દિશામાં વધારો કરવો ન જોઈએ. * પ્રમાદથી કે મોહથી લીધેલા વ્રતનું સ્વરૂપ અને મર્યાદા ભૂલી ન જવાય, તેની કાળજી રાખવી જોઈએ. ૭. દેશાવકાશિક વ્રત : હંમેશ માટે દિશાઓમાં જવાની મર્યાદા નિશ્ચિત કરેલી હોય, છતાં એ મર્યાદામાં રહીને, વખતે વખતે પ્રયોજન પ્રમાણે ક્ષેત્રનું પરિણામ નક્કી કરવું અને તેની બહારનાં પાપકાર્યોથી નિવૃત્તિ લેવી તેનું નામ દેશાવકાશિક વ્રત. આ વ્રતના ધારકે નીચેની સાવધાની રાખવી જોઈએ. જેટલા પ્રદેશનો નિયમ કર્યો હોય, તેની બહાર રહેલી વસ્તુની જરૂર પડે ત્યારે પોતે તો ન જવું, પરન્તુ સંદેશા આદિ દ્વારા બીજા પાસે પણ તે વસ્તુ ન મંગાવવી. નોકર આદિને હુકમ કરીને ત્યાં બેઠાં-બેઠાં પણ કામ ન કરાવી લેવું જોઈએ. નિશ્ચિત કરેલી મર્યાદા બહાર રહેલા કોઈને બોલાવીને કામ કરાવવા ખાંસી વગેરેના શબ્દોચ્ચાર ન કરવા જોઈએ. આ શબ્દ તો નહીં, ઇશારાથી જુદી જુદી શરીરની આકૃતિ પણ ન બોલાવાય. કાંકરા વગેરે ફેંકીને પણ પોતાની પાસે આવવાની સુચના ન અપાય. ૮. અનર્થદંડવિરતિ વ્રત : પ્રયોજનનો અભાવ તે અનર્થ. પ્રયોજન વિના પોતાનો આત્મા દંડાય, તે અનર્થદંડ કહેવાય. પોતાના ભાગરૂપે પ્રયોજનથી જે પાપ-વ્યાપાર થાય તે સિવાયનાં બધાં પાપ-વ્યાપાર અનર્થદંડ કહેવાય. તેની નિવૃત્તિ લેવી, તે આઠમું વ્રત છે. આ વ્રતના ધારકે નીચેની સાવધાનીઓ રાખવાની છે. અસભ્ય ભાષણ ન કરવું, પરિહાસ મિશકરી ન કરવો. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy