SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૨ પ્રશમરતિ તુચ્છ હોય તેના માલિકની રજા વિના, ચોરી કરવાના આશયથી લેવી તેને ચોરી કહેવાય. સ્થલ ચોરીનો અર્થ આ છે : દુનિયામાં (સમાજ, રાજ્ય) જેને ચોરી કહેવાતી હોય તેવી ચોરી કરવી. આવી ચોરીના ત્યાગરૂપ આ ત્રીજું વ્રત છે. આ વ્રત લેનાર ગૃહસ્થ, ગમે તેવી સારી વસ્તુ કે જે પરાઈ હોય તેના તરફ લલચાઈ જવું ન જોઈએ. બીજાની વસ્તુ લેવાનો વિચાર પણ ન કરવો જોઈએ. સ્થલ ચોરીના ત્યાગરૂપ ત્રીજું વ્રત લેનારે પાંચ સાવધાની રાખવાની છે : કોઈને ચોરી કરવા માટે જાતે પ્રેરણા ન કરવી. બીજા દ્વારા પ્રેરણા કરાવવી નહીં કે ચોરીના કામમાં સંમત થવું નહીં. ચોરીનો માલ લેવો નહીં, રાખવો નહીં. છે દેશના આયાત-નિકાસના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં, દાણચોરી કરવી નહીં. ખોટાં માપ, કાટલાં કે ત્રાજવાં વગેરેથી વસ્તુની લેવડ-દેવડ કરવી નહીં. અસલ વસ્તુની નકલ કરીને ચલાવવી નહીં. (જેમ સ્વદેશી કાપડ પર વિદેશી માર્કો છાપીને ચલાવવું.. વગેરે). ૪. સ્થૂલ મૈથુનથી વિરતિ : સ્થૂલ મૈથુન એટલે પરસ્ત્રીગમન."ગૃહસ્ય પરસ્ત્રીના ત્યાગરૂપ આ ચોથું વ્રત લેવાનું છે. સ્ત્રી-પુરુષની રતિક્રિયામાં “મૈથુન' શબ્દનો રૂઢ પ્રયોગ થયેલો છે. મૈથુનનો સર્વથા મિન-વચન-કાયાથી ત્યાગ, તે મહાવ્રત છે. આંશિક ભાગ તે વ્રત છે. ગૃહસ્થ સ્વસ્ત્રી સાથે મૈથુન સેવે, પરંતુ પરસ્ત્રી સાથે મૈથુન ન સેવે, આનું નામ સ્થૂલ મૈથુનથી વિરતિ. (સ્ત્રીના માટે, પરપુરુષ સાથેના મૈથુનના ત્યાગરૂપ વ્રત સમજવાનું છે.) આ વ્રતના ધારક ગૃહસ્થ નીચેની પાંચ સાવધાની રાખવાની છે. આ કન્યાદાનના ફળની ઇચ્છાથી કે સ્નેહસંબંધથી બીજાની સંતતિના વિવાહ ન કરવા. જ કોઈ બીજાએ અલ્પકાળ માટે (પૈસા આપીને) રાખેલી વેશ્યા વગેરે સ્ત્રીનો તે કાળમાં ઉપભોગ ન કરવો. * વેશ્યા, વિરહિણી સ્ત્રી, અનાથ સ્ત્રી વગેરે કે જે કોઈ પુરુષના કબજામાં ન હોય, તેનો પણ ઉપભોગ ન કરવો. આ સૃષ્ટિવિરુદ્ધ રતિક્રિયા ન કરવી. ૧૭૧, પરવાનિવૃતિવ્રતા નુ પરંપરિકૃતિર-ત્રીપરિફR: | For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy