SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુણ્ય અને પાપ ૩૪. શુભ : નાભિ ઉપરનું શરીર પ્રમાણોપેત મળે. ૩૫. પર્યાપ્ત : પોતાની પર્યાપ્તિ પૂરી કરે. ૩૬. પ્રત્યેક : એક શરીરમાં એક જીવપણું મળે, ૩૭. સ્થિર : હાડકાં કૂદાંત વગેરે સ્થિર રહે. ૩૮. સૌભાગ્ય : લોકપ્રિયતા મળે, જ્યાં પગલાં પડે ત્યાં લોકોને ગમે. ૩૯. સુસ્વર : વાણી મધુર અને પ્રિય મળે. ૪૦. આઠેય : લોકોમાં વચન માન્ય થાય. ૪૧, યશ : લોકમાં યશકીર્તિ ફેલાય, ૪૨. તીર્થંકર : ત્રિભુવન-પૂજ્ય તીર્થંકર બને. પાપપ્રકૃતિ ૮૨ છે : ૧. મતિજ્ઞાનાવરણ : મતિજ્ઞાનને ઢાંકે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. શ્રુતજ્ઞાનાવરણ : શ્રુતજ્ઞાનને ઢાંકે. ૩. અવધિજ્ઞાનાવરણ : અવધિજ્ઞાનને ઢાંકે. ૪. મન:પર્યવજ્ઞાનાવરણ : મન:પર્યવજ્ઞાનને ઢાંકે, ૫. કેવળજ્ઞાનાવરણ : કેવળજ્ઞાનને ઢાંકે. ૬. ચક્ષુદર્શનાવરણ : ચક્ષુદર્શનને ઢાંકે. ૭. અચક્ષુદર્શનાવરણ : ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો પર અસર કરે. ૮. અવધિદર્શનાવરણ : અવધિદર્શનને ઢાંકે. ૯. કેવળદર્શનાવરણ : કેવળદર્શનને ઢાંકે, ૧૦. નિદ્રા ઃ એવી નિદ્રા આવે કે જે નિદ્રામાંથી સુર્ખ કરીને જાગે, ૧૧, નિદ્રાનિદ્રા : એવી નિદ્રા આવે કે જે નિદ્રામાંથી પરાણે જાગે. ૧૨. પ્રચલા : બેઠાં બેઠાં અને ઊભાં ઊભાં નિદ્રા આવે. For Private And Personal Use Only 266 ૧૩. પ્રચલા-પ્રચલા : ચાલતાં-ચાલતાં ઊંઘ આવે. ૧૪. થિણદ્ધિ : દિવસે ચિંતવેલું કામ રાત્રે નિન્દ્રાવસ્થામાં, જાગતાની જેમ કરે. ૧૫. મિથ્યાત્વ મોહનીય : વીતરાગના વચન પર શ્રદ્ધા ન થાય. ૧૬. થી ૧૯. અનન્તાનુબંધી કષાય : ક્રોધ-માન-માયા લોભ-સમ્યક્ત્વને રોકે. ૨૦ થી ૨૩. અપ્રત્યાખ્યાની કષાય : ક્રોધાદી ચાર, દેશ-વિરતિને રોકે.
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy