SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦ પ્રશમરતિ ૨૪ થી ૨૭. પ્રત્યાખ્યાન કષાય : ક્રોધાદિ ચાર સર્વે-વિરતિને રોકે. ૨૮ થી ૩૧. સંજ્વલન કષાય : ક્રોધાદિ ચાર યથાખ્યાત ચારિત્રને રોકે. ૩૨. હાસ્ય : જેના ઉદયથી હાસ્ય આવે. ૩૩. રતિ : જેના ઉદયથી ખુશી થાય. ૩૪. અરતિ : જેના ઉદયથી અરુચિ થાય. ૩પ. ભય : જેના ઉદયથી ભય લાગે. ૩૭. શોક : જેના ઉદયથી શોક-આક્રન્દ આદિ થાય. ૩૭. જુગુપ્સા : જેના ઉદયથી બીજા તરફ ધૃણા થાય. ૩૮. પુરુષવેદ : જેના ઉદયથી મૈથુન સ્ત્રિી સાથે સેવવાની ઇચ્છા થાય. ૩૯. સ્ત્રીવેદ : જેના ઉદયથી પુરુષ સાથે મંથન સેવવાની ઇચ્છા થાય. ૪૦. નપુંસકવેદ : જેના ઉદયથી સ્ત્રી-પુરુષ બંને સાથે મૈથુન સેવવાની ઇચ્છા થાય. ૪૧. દાનાન્તરાય : આ કર્મના ઉદયથી, પોતાના ઘરમાં આપવા યોગ્ય વસ્તુ હોવા છતાં, દાનનું ફળ જાણવા છતાં, દાન આપી શકે નહીં. ૪૨. લાભાન્તરાય : આ કર્મના ઉદયથી, દાતાની પાસે વસ્તુ હોવા છતાં, માગનાર પાત્ર હોવા છતાં, ઈચ્છિત વસ્તુ મળે નહીં. ૪૩. ભોગાન્તરાય : આ કર્મના ઉદયથી, પોતે યુવાન છતાં સુરૂપ હોવા છતાં, ભાગ્ય વસ્તુ મળવા છતાં ભાગવી ન શકે. ૪૪. ઉપભોગાન્તરાય : યુવાન અને સુરૂપ હોવા છતાં, આ કર્મના ઉદયથી ઉપભોગ્ય વસ્તુ પાસે હોવા છતાં ભોગવી શકે નહીં. ૪૫. વિર્યાન્તરાય : આ કર્મના ઉદયથી જીવ નિર્વીર્ય થાય. ૪૬. તિર્યંચગતિ : તિર્યંચ-ગતિમાં ઉત્પન્ન થાય. ૪૭. તિર્યંચ-આનુપૂર્વી : તિર્યંચની આનુપૂર્વ પ્રાપ્ત થાય. ૪૮. નરક ગતિ : નરકગતિમાં ઉત્પન્ન થાય ૪૯. નરક-આનુપૂર્વી : નરકની આનુપૂર્વી પ્રાપ્ત થાય, ૫૦. એકેન્દ્રિય જાતિ : એકેન્દ્રિયપણું મળે. (પૃથ્વી, પાણી. આદિ) ૫૧. બેન્દ્રિય જાતિ : બંઇન્દ્રિયપણું મળે. (શંખ, કોડા...આદિ) For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy