SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમરતિ ‘ચોડરું હનનાર્ રનનાથ્ય વિમવીરીરાતિ હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવથી અને શરીરથી જુદો છું! સાવ જુદો છું!” આ ચાર તત્ત્વો સાથેનો મારો સંબંધ કર્મજન્ય છે. આંખો બંધ કરીને, મનને સ્વસ્થ અને શાન્ત કરીને, મેં આ પરમ સત્યને વાગોળવા માંડ્યું. સ્વજન-પરિજનો તરફનો મારો અણગમો દૂર થઈ ગયો. રાગ તો પહેલાં જ તૂટી ગયેલો હતો. હવે ઢષ પણ ન રહ્યો. વૈભવ-સંપત્તિની ચંચળતા, અસ્થિરતા અને દુઃખદાયિતા મને સમજાઈ ગઈ, સંપત્તિનો રાગ ઓસરી ગયો; શરીર તરફ મારો અભિગમ બદલાઈ ગયો! “નામ કર્મ' અને “વેદનીય કર્મ' ના આધારે સારું-નરસું મળેલું શરીર હવે મને રાગી-હેપી ન બનાવી શકે. અન્યત્વ-ભાવનાના સતત પરિશીલનથી શોક-ઉદ્વેગની તીવ્રતા દૂર થઈ અને મારો આત્મભાવ નિર્મળ બન્યો! અશુધ-ભાવના शुचिकरणसामर्थ्यादाद्युत्तरकारणाशुचित्वाच्च । देहस्याशुचिभावः स्थाने स्थाने भवति चिन्त्यः ।।१५५ ।। અર્થ : શરીરની પવિત્ર એવા દ્રવ્યને પણ અપવિત્ર કરવાની શક્તિ હોવાથી અને એના આદિકારા તથા ઉત્તરકારણ અપવિત્ર હોવાથી, દરેક સ્થાને (શરીરમાં) દેહનો અશુચિભાવ ચિંતવવો જોઈએ. વિવેચનઃ મને શરીર ગમે છે! શરીર પર મને રાગ છે! એટલે હું શરીરની કાળજી રાખું છું. શરીરની માવજત કરું છું. મારો આ શરીરપ્રેમ મને રાગીણી બનાવે છે. મારે મારો શરીરપ્રેમ તોડવો છે. શરીરની આસક્તિનો સમુળ ઉચ્છેદ કરવો છે..જો દેહાસક્તિનો ઉછેદ થઈ જાય તો મારી રાગ-દ્વેષની પરિણતિ મંદ પડે, શરીરની ભીતર પુરાયેલા મારા આતમરામની પાસે પહોંચી શકાય. દેહાસક્તિ મને ભીતરમાં પ્રવેશવા જ દેતી નથી. ક્યારેક પ્રવેશ થઈ જાય છે તો આત્માની પાસે ટકવા દેતી નથી, રમવા દેતી નથી. પરંતુ મારી દેહાસક્તિ છેદાય કેવી રીતે! હું માત્ર દેહને બહારથી જ જોઉં છું. રૂપ-રંગ અને ઘાટ જ જોયા કરું છું. કાન, આંખ, નાક, હાથ-પગ અને માથું, આ બધું જ જોયા કરું છું. શરીરની રચનાઓ અને શરીરમાં ભરેલી સાત ધાતુઓનો તો વિચાર જ નથી કરતો. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy