SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્યત્વ-ભાવના ત્યારે મારા હૈયામાં મેં ઘોર વ્યથા અનુભવી, જ્યારે ભાઈઓ અને ભાભીએ મોઢાં ચઢાવ્યાં, મૌન ધારણ કરવા માંડ્યું અને ઝગડવા લાગ્યાં, ત્યારે મારું મન ઉગથી ભરાઈ ગયું. જ્યારે પત્નીના ઝગડા વધવા લાગ્યા, તેનાં અયોગ્ય આચરણ વધવા લાગ્યાં ત્યારે મારા સંતાપની કોઈ સીમા ન રહી. મને લાગ્યું કે “સ્વજનો કરતાં પરિજનો સારા.” મેં મિત્રોને વધાર્યા. મિત્રો સાથે હરવા-ફરવામાં અને ખાવા-પીવામાં મને મજા આવવા લાગી. મારા મનમાં મેં નિર્ણય કર્યો કે “સાચા સ્નેહી આ મિત્રો જ છે!' મિત્રોના સાથસહવાસમાં અને નોકર-ચાકરોની સેવા-ભક્તિ જોઈને હું મારી જાતને સુખી માનવા લાગ્યો. પરંતુ જ્યારે મારા એક મિત્રે મારી પાસે પાંચ હજાર રૂપિયા માગ્યા અને મેં ન આપ્યા ત્યારે તેણે મારી સાથે ઝઘડો કર્યો, મને ગાળો દીધી અને મિત્રતા તોડી નાખી ત્યારે આખી રાત હું રોતો રહ્યો હતો. નિસીમ વિદનામાં મારું હૈયું વલોવાતું રહ્યું હતું. જે નાકર પર મને વિશ્વાસ હતો તે નોકર જ્યારે ચોરી કરીને ભાગી ગયો ત્યારે પરિજનો અંગેની મારી ભ્રમણા પણ ભાંગી ગઈ. છતાં, મને મારી સંપત્તિ પર પૂરો વિશ્વાસ હતો. સ્વજન-પરિજનો સાથેના સંબંધોની કૃત્રિમતા સમજાયા પછી પણ સંપત્તિ-વૈભવ ઉપરનો વિશ્વાસ મારા ડિગ્યો ન હતો. રહેવા માટે સગવડતાભર્યો બંગલો હતો, નાની સુંદર ગાડી હતી. ખર્ચ કરવા માટે ખૂટે નહીં એટલા રૂપિયા હતા, એકલો જ રહેતો હતો. સારી હોટલમાં જમતો હતો. પાર્ટટાઈમ રાખેલો નોકર આવીને બંગલાનાં કામ કરી જતો હતો. મારા વ્યવસાયમાં અને આનંદપ્રમોદમાં જીવન વહ્યું જતું હતું. અને એક દિવસ હું રસ્તે રઝળતો ભિખારી બની ગયો. મારા બંગલાને કોઈએ આગ લગાડી અને બધું જ ભસ્મીભૂત થઈ ગયું. હું શોકસાગરમાં ડૂબી ગયો. વ્યથાથી અફલો જ પીડાતો રહ્યો. મારું બધું જ ચાલ્યું ગયું હતું, છતાં મારું શરીર તંદુરસ્ત હતું, સશક્ત હતું. મને મારા શરીર પર પૂરો ભરોસો હતો. મારા તંદુરસ્ત અને સખ્તવયુક્ત શરીરને જોઈ બીજાઓને ઈર્ષ્યા થતી હતી...પરન્તુ નિર્ધન અવસ્થામાં જ્યારે હું એક હવા-ઉજાસ વિનાની ઓરડીમાં રહેતો હતો ત્યારે એક દિવસ અચાનક મારું અડધું અંગ જકડાઈ ગયું...મને લકવા થઈ ગયો. મારી આંખો આંસુથી ભરાઈ ગઈ. મારું હૃદય અકથ્ય વેદનાથી ભરાઈ ગયું...“શરીર આ રીતે રોગથી ઘેરાઈ જશે' એવી તો મેં સ્વપ્નેય કલ્પના કરી ન હતી. ત્યાં મને એક પરમ સત્યનો અણસાર મળ્યો... દિવ્ય વાણી મારા કાને પડી.. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy