SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અશુચિભાવના મેં જ આ શરીરની રચના કરી છે! માતાના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થતાં જ શરીરરચનાનું કાર્ય કર્યું હતું. શરીરરચના માટે મેં સર્વપ્રથમ, માતાએ લીધેલા અને પેટમાં આવીને બિભત્સ-ગંદા બની ગયેલા આહારના પુદ્ગલો ગ્રહણ કર્યા હતા, અને એ પુદ્ગલો દ્વારા શરીરરચના કરવા માંડી હતી. આ રીતે શરીરના મૂળભૂત દ્રવ્યો ગંદા અને બીભત્સ હતા. ત્યાર પછી, શરીરના સંવર્ધન માટે પણ માતાના ઉદરમાં આવતો આહાર જ મેં ગ્રહણ કર્યા કર્યો...અસ્થિ, માંસ, મજ્જા..આદિથી શરીર ભરાવા માંડ્યું. | ગુસનીય પદાર્થોથી નિર્માયેલું છે આ શરીર, એવા શરીર પર રાગ કેવી રીતે થાય? શરીરમાં ભરેલા એ ગંદા પદાર્થો જ્યારે અવારનવાર બહાર પડે છે ત્યારે કેવી કમકમી આવી જાય છે? એને દૂર કરવા કેવા તત્કાલ ઉપાયો કરું છું? પરંતુ દુર્ભાગ્ય એ છે કે ભીતરનો ગંદવાડ જોવાની દૃષ્ટિ નથી લાધી..માત્ર ઉપરની ચામડી જોઈને જ સારું-ન્નરસું માની લઉં છું અને રાગીદ્વેષી બની રહું છું. પવિત્રને અપવિત્ર કરે છે આ શરીર! શુદ્ધને અશુદ્ધ કરે છે આ શરીર! નિર્મલને મલિન કરે છે આ શરીર! પરમાત્મમંદિરમાં જ્યારે અચાનક કોઈ બાળકને મળ-મૂત્રમાં ખરડાયેલું જોયું ત્યારે આ શરીરની વાસ્તવિકતા સમજાઈ, પવિત્ર મંદિરને અપવિત્ર કરનારું શરીર હતું ખૂબ ધોઈને, ઉવલ કરેલાં વસ્ત્રોથી સવારે શરીરને શણગાર્યું, પરંતુ સાંજ સુધીમાં તો શરીરે એ વસ્ત્રોને પરસેવાથી અને મેલથી ગંદાં કરી દીધાં ત્યારે સમજાયું કે શરીર ઉપર ચઢેલું કે શરીરની અંદર ગયેલું કોઈ દ્રવ્ય શુદ્ધ રહી શકતું નથી, કોઈ વસ્તુ નિર્મલ રહેતી નથી. અરે, શરીરને દિવસમાં વારંવાર નવડાવવામાં આવે તો પણ શું એ શુદ્ધ રહે છે? ન જ રહી શકે એ સ્વચ્છ અને શુદ્ધ, ન રહી શકે એ પવિત્ર, ન રહી શકે એ નિર્મલ. એના સંપર્કમાં આવનાર વસ્તુ પણ ન રહી શકે પવિત્ર. આવા શરીર પર શા માટે રાગી બનવું? શા માટે આસક્તિ રાખવી? પછી, એ શરીર મારું હોય કે પરાયું હોય. એ શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય! “જ્ઞાનસાર'માં મહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ, સ્ત્રીના સૌન્દર્યસભર શરીર તરફ આકર્ષાતા પુરુષમનને સંબોધીને કહ્યું છે : For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy