SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ પ્રશમરતિ અનુભવ્યો છે અને તીવ્ર સંવેદના અનુભવી છે અનકતાના કોલાહલથી મુક્ત થઈ દૂર દૂર એકત્વના ક્ષીરસાગરમાં ડૂબકીઓ મારવાની! હવે, અનેકતામાંથી મળતાં સુખ મારે નથી જોઈતાં, અનેકતામાંથી જન્મતો આનંદ મારે નથી જોઈતો. પરસાપેક્ષ જીવન નથી જીવવું. હવે તો આ નાનકડી જિંદગીમાં આત્માના અત-એકત્વની દિલ દઈને સાધના કરી લેવી છે. આત્માનું સ્થાયી હિત સાધી લેવું છે. નિત્ય અને શાશ્વતું ગુણસમૃદ્ધિ મેળવી લેવી છે. હે પરમાત્માનું! મારી આ અંતઃકરણની તમન્ના તારી અચિજ્ય કૃપાથી ફલવતી બન. તારા ધ્યાનમાં અભેદભાવે લીન થઈ જાઉં! તારા-મારા વચ્ચેનો ભેદનો પડદો દૂર થઈ જાઓ...” અન્યત્વ-ભાવના अन्योऽहं स्वजनात् परिजनाच्च विभवाच्छरीरकाच्चेति। यस्य नियता मतिरियं न वाधते तं हि शोककलिः 11१५४ ।। અર્થ : ‘હું સ્વજનોથી, પરિજનોથી, સંપત્તિથી અને શરીરથી પણ જુદો છું' જેની આ પ્રકારની નિશ્ચિત મતિ હોય છે, તેને શકરૂપી કલિ દુ:ખી કરતાં નથી. વિવેચન : હું (આત્મા) જેનાથી-જેનાથી જુદો છું, ભિન્ન છે, તેની–તેની સાથે મેં આત્મીયતા બાંધવાની ભૂલ કરી છે. જે કદીય મારાં નથી બન્યાં તે તત્ત્વોને મેં મારાં માનવાની ગંભીર ભૂલ કરી છે... પરદ્રવ્ય સાથે, પરપદાર્થ સાથે મમતાનાં પ્રગાઢ બંધનાથી સજ્જડ જકડાયો છું. અલબત્ત, પરને સ્વ માનવાની ભૂલ આજકાલની નથી, આ ભૂલ અસંખ્ય જન્મોથી કરતો આવ્યો છું. કારણ કે મેં પરદ્રવ્યમાં-પરથતિમાં સુખની કલ્પનાઓ બાંધી છે. “મનું સ્વજનો સુખ આપશે, સંપત્તિ-વૈભવમાં મને સુખ મળશે, સારુંસ્વસ્થ શરીર મને સુખ આપશે...' આવી કલ્પનાઓ લઈને હું સ્વજનો પાસે ગયો, સ્વજનો સાથે રહ્યો. એમની સાથે મેં પ્રેમ કર્યો, સ્નેહ બાંધ્યો. તેમણે પણ એવા જ સુખની કલ્પનાથી પ્રેરાઈન મારી સાથે પ્રેમ કર્યો. મને લાગ્યું કે ઓહો! આ સ્વજનો. માતા-પિતા, પુત્ર-પત્ની, ભાઈ-બહેન કેવાં પ્રેમાળ છે! કેવાં હત વરસે છે!” હું એ બધાંની સાથે ઓત-પ્રોત થઈ ગયા. પરન્તુ જ્યારે માતા-પિતાનું અવસાન થયું ત્યારે તેમના વિરહની વંદનાએ મારા હૃદયને વલૂરી નાંખ્યું, જ્યારે પુત્ર અવિનીત. સ્વચ્છન્દી અને ઉદ્ધત બન્યો For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy