SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ સમાગત્ય, સવિનયમર્યભટ્ટારકે ગૃહિવા ગત્વા કનકાદ્રિ-, વિહિત-જન્માભિષેકઃ શાતિમુઘોષયતિ યથા, તતોડહં કૃતાનુકાર-મિતિ કૃત્વા, મહાજનો યેન ગત સપત્થા, ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય. સ્નાટાપીઠે સ્નાટાં વિધાય, શાન્તિમુદ્દોષયામિ, તપૂજા-યાત્રા-સ્નાત્રાદિ-મહોત્સવાનન્તર-મિતિ કૃત્વા કર્ણદવા નિશમ્યતા નિશમ્યતાં સ્વાહા. ૨. અર્થ:- હે ભવ્ય પ્રાણીઓ ! જે કારણ માટે અહીં (આ જગતમાં) ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા સમગ્ર તીર્થકરોના જન્મ સમયે સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર, પોતાનું આસન ચલાયમાન થયા પછી અવધિજ્ઞાને (જિનજન્મને) જાણીને સુઘોષા નામની ઘંટાને વગડાવ્યા પછી સર્વ સુર (વૈમાનિક દેવ,) અસુર (ભવનપત્યાદિ દેવ) અને તેના ઇન્દ્રોની સાથે (જિન-જન્મસ્થાને) આવીને પરમ વિનય સહિત અર્ણરૂપ ભટ્ટારક (પૂજ્ય)ને કરસંપુટમાં ગ્રહણ કરીને મેરુ પર્વતના શિખર ઉપર જઈને કર્યો છે જિનજન્મમહોત્સવ જેણે એવો તે સ્નાત્ર મહોત્સવને અંતે શાન્તિની ઉદ્દઘોષણા કરે છે (વેદધ્વનિની જેમ મોટા શબ્દ બોલે છે.) તે કારણ માટે હું પણ કરેલનું અનુકરણ જેમ થાય તેમ કરીને (વિચારીને) વળી મહાન્ જન (ઇન્દ્રાદિદેવ સમૂહ) જે માર્ગે ગયો (પ્રવ) તે જ માર્ગ પ્રમાણ (અર્થાત ૧. અહીં અત્યંત આદર જણાવવા માટે આ શબ્દ બે વખત વાપર્યો છે. ૨. સુષ્ઠ આહા-સ્વાહા સારી રીતે કહેવું તે સ્વાહા. આ પદ દેવોને બલિદાન આપતાં અને મંત્રપદને અંતે બોલાય છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy