SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ ગ્રંથકારે આઠ કાવ્યવડે કરેલી વિજ્ઞપ્તિ અસ્મિન્નપાર-ભવ-વારિનિધૌ મુનીશ !, મન્યે ન મે શ્રવણગોચરતાં ગતોડિસ; આકર્ણિતે તુ તવ ગોત્ર-પવિત્ર-મન્ત્ર, કિં વા વિપદ્વિષધરી સવિધ સમેતિ. ૩૫. અર્થ :- હે મુનીન્દ્ર ! હું એમ માનું છું કે - આ અપાર ભવસમુદ્રને વિષે તમે મારા શ્રવણગોચરપણાને પ્રાપ્ત થયેલા નથી. કેમકે તમારા નામરૂપ પવિત્ર મંત્ર શ્રવણ કરાયે છતે પણ આપદારૂપી સર્પિણી શું સમીપ આવે ? અર્થાત્ તમારું નામ સાંભળવાથી આપદાઓ આવે જ નહિ, પરંતુ મને આપત્તિઓ આવે છે; જેથી હું માનું છું કે પૂર્વભવમાં મેં તમારું નામ સાંભળ્યું જણાતું નથી. ૩૫ શબ્દાર્થ જન્માંતરે - અન્ય ભવમાં. પાદયુગં - ચરણ યુગલ. મયા - મેં. મહિતમ્ - પૂછ્યું. ઇહિતદાનદશં - વાંછિત આપવામાં ચતુર. ઇહ જન્મનિ - આ જન્મમાં. પરાભવનાં - પરાભવોનું. જાતઃ - થયો. નિકેતનં - સ્થાનક મોહતિમિર - મોહરૂપ અંધારાવડે. આવૃતલોચનેન - ઢંકાયાં છે નેત્ર જેનાં એવો હું, તેના વડે. પૂર્વ - અગાઉ. સમૃદ્ - એકવાર. | પ્રવિલોકિતઃ - જોવાયેલા. મથિતાશયાનાં - મથન કર્યો છે ચિત્તનો આશય જેણે એવા / મર્યાવિધઃ - મર્મસ્થાનને ભેદનાર. વિધુરયંતિ - પીડે છે. માં - મને. અનર્થાઃ - અનર્થો. પ્રોદ્યત્- પ્રકર્ષે કરીને ઉદય આવેલી.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy