SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ અજિએ, પયઓ પણમે ૨૧ // વિજુવિલસિએ (ત્રિભિર્વિશેષકમ) અર્થ - વિનયવડે નમેલા મસ્તકને વિષે જોડી છે અંજલી જેમણે એવા, ઋષિ સમુદાય વડે રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલા નિશ્ચળ ઈન્દ્ર, કુબેર (ઉપલક્ષથી ચારે લોકપાલ) અને ચક્રવર્તિ આદિ વડે ઘણીવાર વચનવડે સ્તુતિ કરાયેલા, પ્રામાદિવડે નમન કરાયેલા અને પુષ્પાદિવડે પૂજાયેલા, તપવડે તત્કાળ ઉદય પામેલા શરદઋતુના સૂર્ય કરતાં અત્યંત અધિક શોભનિક કાન્તિવાળા આકાશને વિષે વિચારવા વડે એકઠા થયેલા ચારણ મુનિઓ (જંઘાચારણ અને વિદ્યાચારણ') વડે. મસ્તકે કરીને વંદાયેલા, અસુરકુમાર, સુવર્ણકુમાર વગેરે ભવનવાસી દેવોવડે સમસ્ત પ્રકારે વંદાયેલા, કિન્નર અને મહોરગ વ્યંતર દેવોવડે નમસ્કાર કરાયેલા, સેંકડો કોટી વૈમાનિક દેવોવડે સ્તુતિ કરાયેલા શ્રમણ સંઘ (અથવા સાધુ સમુદાય) વડે સમસ્ત પ્રકારે વંદાયેલા, ભયરહિત, પાપરહિત, આસક્તિ (વિષયવાસના) રહિત, રોગરહિત અને અજિત (બાહ્ય અને અત્યંતર શત્રુવડે નહીં જીતાયેલા) એવા શ્રી અજિતનાથને આદરવડે પ્રણામ કરું છું. ૧૯-૨૦-૨૧. શબ્દાર્થ આગયા - આવેલા. | રહતુરય - રથ અને અશ્વના. વરવિભાણ - શ્રેષ્ઠ વિમાન. | પહકરસએહિ સમૂહના સેંકડો દિવ્યકણગ - મનોહર સુવર્ણમય. | વડે કરી. ૧. ચારણમુનિ મુખ્ય બે પ્રકારના છે-જંઘાચારણ અને વિદ્યાચારણ. એ સિવાય બીજા અનેક પ્રકારના ચારણમુનિઓ જ્યોતિરમી ચારણ વગેરે શ્રી પ્રવચનસારોદ્ધારાદિમાં બતાવેલા છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy