SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ નવ-મહાનિહિ-ચઉસક્રિસહસ્સ પવરજુવઇણ સુંદરવઇ, ચુલસી-હય-ગય-રહ કરે, જરૂર પડ્યે હજાર યોજન જમીન ખોદે. (૪) ચર્મરત્ન બે હાથનું હોય, જરૂર પડ્યે ચક્રવર્તિના સ્પર્શે બાર યોજન લાંબું થાય, તેમાં સવારે શાલિપ્રમુખ ધાન્ય વાવ્યાં હોય, તે સાંજે ઉપભોગ યોગ્ય તૈયાર થાય. (૫) ખડ્ગરત્ન બન્નીશ આંગળનું હોય છે. સંગ્રામમાં અત્યન્ત શક્તિવંત હોય. (૬) કાગિણીરત્ન ચાર અંગુલ પ્રમાણ હોય, તેના વડે વૈતાઢ્ય પર્વતની ગુફામાં બંને બાજુ ઓગણપચાસ પ્રકાશ આપનારાં મંડળ કરે છે.(૭) મણિરત્ન ચાર અંગુલ લાંબું અને બે આંગળ પહોળું હોય, તે છત્રરત્નના તુંબા ઉપર બાંધ્યું છતું બાર યોજન પ્રકાશ કરે અને હાથે કે માથે બાંધ્યું છતું સમસ્ત રોગને હરે, એ સાત રત્ન એકેન્દ્રિય જાતિનાં છે. અને બીજાં સત પંચેન્દ્રિય જાતિનાં છે. (૮) પુરોહિત રત્ન તે શાન્તિકર્મ કરે. (૯) અશ્વરત્ન. (૧૦) ગજરત્ન એ બંને મહા-પરાક્રમવાળાં હોય. (૧૧) સેનાપતિરત્ન તે ચક્રવર્તિની સહાય વિના ગંગા-સિંધુની બાહેરની પાસેના ચાર ખંડને જીતે. (૧૨) ગૃહપતિરત્ન તે ગૃહની ચિંતા રાખે. (૧૩) વાર્ષકીરત્ન તે મકાનો બાંધે, લશ્કર પડાવ કરાવે વૈતાઢ્યની ગુફામાં આવેલી ઉન્મન્ના અને નિમગ્ના નદીના પૂલ બાંધે, ઇત્યાદિ બાંધકામ કરે. (૧૪) સ્ત્રીરત્ન અત્યંત અદ્ભુત રૂપવંત ચક્રવર્તિને ભોગયોગ્ય હોય, એ પ્રત્યેક રત્ન એક હજાર યક્ષોએ અધિષ્ઠિત હોય અને બે હજાર યક્ષ ચક્રીની બે બાહુના અધિષ્ઠાયક હોય એમ ૧૬ હજા૨ યક્ષ ચક્રવર્તિના સેવક હોય. ચક્ર, દંડ, છત્ર અને ચર્મ એ ચાર આયુધશાળામાં ઉત્પન્ન થાય. ખડ્ગ, કાગિણી અને મણિ એ ત્રણ ભંડારમાં ઉત્પન્ન થાય. ગજ અને અશ્વ વૈતાઢ્ય પર્વતમાં ઉપજે. સ્ત્રી રત્ન ક્ષત્રિયરાજાને ઘેર થાય અને બાકીનાં ચાર ચક્રીના નગરને વિષે ઉત્પન્નથાય. ૧. નવ નિધાનનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. (૧) ગામ (ફરતી વાડ હોય તે), આકર (મીઠું પાકે તે), નગર (રાજધાની થાય તે) પાટણ (જળ અને સ્થળના માર્ગ હોયતે.) દ્રોણમુખ (જ્યાં જળ માર્ગ જ હોય) મડબ (અઢી ગાઉ ફરતાં ગામ ન હોય તે.) સૈન્ય અને ગ્રહની માંડણી એ સર્વ નૈસર્પી નામે નિધાનને વિષે હોય. (૨) ગણિત, ગીત, ચૌવીશ જાતના
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy