SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ અજિતજિન સ્તુતિ અરઈ રઈતિમિરવિરહિઅ-મુવરય-જરમરણ, સુર-અસુર-ગરુલ-ભગવઇપયય-પણિવયં; અજિઅ-મહમવિ અ સુનય-નય-નિઉણ-મભયકરે, સરણમુવસરિઅ ભવ-દિવિજ-મહિએ સમયમુવણમે / ૭. સંગર્યા અર્થ - સંયમને વિષે અરતિ અને અસંયમને વિષે રતિ તથા અજ્ઞાનવડે રહિત (અથવા અરતિ મોહનીયના ઉદયથી થયેલ ચિત્તનો ઉગ અને રતિ મોહનીયના ઉદયથી થયેલ ચિત્તનો આનંદ તે બંને સમ્યગુજ્ઞાનને આચ્છાદન કરનાર હોવાથી તે રૂ૫ અજ્ઞાનવડે રહિત), નિવૃત્ત થયાં છે જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ જેમનાં એવા (અથવા ઉપરતજરમ્ = નિવૃત્ત થયેલ છે જરા જેમની એવા અને અરણ-યુદ્ધાદિ લેશરહિત) સુર (વૈમાનિકદેવ), અસુર (ભવનપતિદેવ), ગરૂડ (જ્યોતિષ્કદેવ), અને ભુજગ (વ્યંતર-ખેચર) (અથવા સુર, અસુર, સુવર્ણકુમાર અને નાગકુમાર દેવોના ઈન્દ્રોવડે આદરથી નમસ્કાર કરાયેલા,) સુંદર જાય છે જેમને એવા નૈગમાદિ સાત નયને વિષે નિપુણ (અથવા સુંદર નયન ઉપદેશને વિષે નિપુણ) અભયને કરનારા અને મનુષ્ય તથા દેવોવડે પૂજિત એવા અજિતનાથને શરણે જઈને હું પણ નિરંતર સમીપ રહ્યો છતો નમું છું. ૭.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy