SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર કેવી છે આ દુનિયા! કોઈનો જન્મ થાય ત્યારે થાળી વગાડે છે! પેંડા વહેંચે છે ! મરણ સહુને ખરાબ લાગ્યું! પણ જન્મ તો કોઈને ય ખરાબ લાગતો નથી! એ તો જૈન હોય જ જન્મને ભૂંડો માને! ૨૧૯ માતા દેવકીએ દીક્ષા લેવા તૈયાર થયેલા સ્વપુત્ર ગજસુકુમાળને છેવટે એ જ વાત કરી હતી ને કે, “બેટા! એક જ શરતે દીક્ષાની રજા આપું કે હવે તારે કોઈ મા કરવી નહિ. તારી છેલ્લી મા મને જ બનાવ’' અને ખરેખર ગજસુકુમાળે તેમ જ કર્યું ! અજન્મા બન્યા. સુરસુંદરી તો બની જાણો મહારાજા પુણ્યપાલે ભણીને તૈયાર થયેલી પોતાની બે દીકરી સુરસુંદરી અને મયણાને પૂછયું. ‘“પુણ્યથી શું શું મળે છે?’' સુરસુંદરીએ સંસારની સામગ્રીઓ જણાવી; જ્યારે મયણાએ ધર્મની સામગ્રી જણાવી. બેશક, બેયના ઉત્તર સાચા છે. પરંતુ સુરસુંદરીની દૃષ્ટિ ખોટી છે. કેમકે એની નજર ભોગસામગ્રી ઉ૫૨ કેમ ગઈ? ધર્મ સામગ્રી ઉપર કેમ નહિ ? ખેર, મારો તો એ પ્રશ્ન છે કે આજ લગભગ જમાનાવાદી બની ગયેલો ધર્મી ગણાતો વર્ગ મયણાના ઉત્તરને તો માન્યતા નહિ આપે પરંતુ સુરસુંદરીના ઉત્તરને હૃદયથી સ્વીકારે છે ખરો ? સંસારની ભોગસામગ્રી પુણ્યથી જ મળે; પુણ્યકર્મ ન હોય તો ન જ મળે એવી દૃઢશ્રદ્ધા આ ધર્મીવર્ગમાં ય છે ખરી? કે પછી પુરુષાર્થને જ માનતા ઉઘાડા નાસ્તિકો જેવા આ લોકો છૂપા નાસ્તિક જ છે? મોક્ષ અને ધર્મની વાતો તો આવા લોકો માટે દૂધપાકસમી છે. આંતરડાના નબળાંને દૂધપાક શે' પચે ? માટે જ એ તાકાત લાવવા માટેની પૂર્વભૂમિકામાં છાશસમો આ પુણ્યવિચાર છે પણ આના ય ક્યાં ઠેકાણાં છે? જ્યારે ને ત્યારે માત્ર સુખ દુઃખની વાતો કરનારા પુણ્ય-પાપમાં માને છે એમ કેમ કહી શકાય? તો પછી ધર્માધર્મની વાતો માટે તો અહીં અવકાશ જ ક્યાં રહ્યો ? જો પુણ્યને માની લેવાય તો તરત આત્મા, પરલોક, દુર્ગતિ, પાપકર્મ બધું જ માની લેવાનું રહે. પુણ્યનો રસીયો પાપથી ખૂબ ડરે. ક્યાં છે આજના સુખ૨સીયા ધર્મલોકોમાં પુણ્યના રસના છાંટણા?
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy