SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ નહિ ઐસો જનમ બાર-બાર સાધકની સામે મોં ફાડીને ઊભેલી બે ભયાનક ખીણો મોક્ષ માર્ગ કેટલો કપરો ? કહ્યું છે ને ઃ“સાધુ જીવન કઠિન હૈ, ચડના પેડ ખજૂર. ચડે તો ચાખે પ્રેમરસ, પડે તો ચકનાચૂર.'' મોક્ષનો માર્ગ એક નથી. માત્ર ક્રિયામાર્ગ પણ ન ચાલે; માત્ર જ્ઞાનમાર્ગ પણ ન ચાલે. જ્ઞાન-ક્રિયાના સમન્વયમાં જ મોક્ષમાર્ગ રહેલો છે. અફસોસની વાત એ છે કે કેટલા મોક્ષમાર્ગના પથિકો માત્ર ક્રિયાને વળગ્યા છે; રાગ-દ્વેષને મારવાનું, માંદા પાડવાનું કે છેવટે એવી તીવ્ર ભાવના રાખવાનું પણ એમને જરૂરી લાગ્યું જ નથી. ક્રિયા માત્રથી મોક્ષ થવાની એમની બુદ્ધિએ જ એમને ધોકો પહોંચાડયો છે. આવા લોકો સાધના-પર્વતની સાંકડી ધારે ચડતાં મોક્ષના શિખરે તો પહોંચી શકતા જ નથી. પરંતુ એ પર્વતધારની એક બાજુની ભયાનક ખીણમાં ગબડી પડે છે. વિરાટ સંસારનું પરિભ્રમણ પામે છે. બીજા કેટલાકો પણ પોતાની વિચિત્ર બુદ્ધિનો ભોગ બન્યા છે. એમણે આત્માને ઓળખવાની વાતથી જ મોક્ષસિદ્ધિની વાતો કરી છે. ક્રિયામાર્ગ આખો ય તિરસ્કારી નાખ્યો છે. ખાવત, પીવત મોક્ષ માનત... જેવી મનોદશા એમણે પકડી છે. આવા લોકો રાગ-દ્વેષના પર્યાયોની વાતો ખૂબ કરે છે પણ શુભ ક્રિયાત્મક જીવન ન હોવાથી એમનાં જીવનમાંથી તો રાગદ્વેષ કદી ટળતા નથી. પર્વતની ધારની બીજી-બાજુએ મોં ફાડીને ઊભી રહેલી ખીણ આવા લોકોનો ભોગ લે છે. મોક્ષના ટોચ શિખરે જેને જવું હોય તેણે આ બેય વાતનો સમન્વય કરવો પડશે. રાગદ્વેષને માંદા પાડીને મારવા સુધીની તીવ્ર ભાવનાનો જ્ઞાનયોગ જાગ્રત રાખો અને તે માટે જ શુભક્રિયાત્મક જીવનના શરણે જાઓ. મોક્ષનો આ એક જ માર્ગ છે. જ્ઞાન-ક્રિયાના શાસ્ત્રીય સમન્વયનો.
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy