SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ નહિ એસો જનમ બાર-બાર આ વાત તો હજી ઘણા જાણે છે. પરંતુ આ વાતને જાણનારાઓ કેટલીકવાર ગંભીર થાપ ખાઈ જતા હોય છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય (ઉપેક્ષા = ઉદાસીનતા) ને સારા સમજ્યા પછી તેમાં જે વિવેકબુદ્ધિ જાગ્રત થવી જોઈએ તે જાગ્રત ન થવાથી અતિમૈત્રીને પણ મંત્રી માની લેવાની ભૂલ કરી બેસે છે. અતિપ્રમોદિને પ્રમોદાદિ માની લે છે. આ બરાબર નથી. સારી તો મૈત્રી જ છે. અમૈત્રીની જેમ; અતિમૈત્રી પણ સારી નહિ. વીરશાસન ઉપર જે ઝનૂની આક્રમણ કરે તેની સાથે વળી મૈત્રી કેવી? એ તો અતિમૈત્રી કહેવાય. શાસનરક્ષા કાજે આક્રમકોની સામે આક્રમક બનવું જ રહ્યું ત્યાં કોઈ મૈત્રીની વાત કરે તો એ અતિમંત્રી કહેવાય; નિર્માલ્ય મંત્રી કહેવાય. માટે જ તો સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ મુનિઓ બારમા દેવલોકની બક્ષીસ પામ્યા હતા. આ જ રીતે અતિપ્રમોદ, અતિકરુણા અને અતિમાધ્યથ્ય પણ સારા નહિ. શાસનની ઈમારતના બારણે જે સાધુઓ રખવાળું કરે છે એ તો વફાદાર કૂતરા જેવા છે. ચોર આવે એટલે ભસ્યા વિના રહે જ નહિ. પછી કોઈ તેમાં અમેત્રી જોતું હોય તો ભલે જુએ. આવા વખતે કૂતરો ન ભસે તો બીજું શું કરે? અમે તો એ અમૈત્રીના આક્ષેપમાં અતિમૈત્રી જોઈએ છીએ. અમને તે માન્ય નથી. જન્મવું અને જન્માવવું એ ય ત્રાસ મહાનાસ્તિકને ય મરવું તો ત્રાસરૂપ લાગે જ છે. કાંઈક આસ્તિકને મારવું એ ય ત્રાસરૂપ લાગે છે. નથી મરવું ગમતું નથી મારવું ગમતું. પરંતુ જે જૈન છે તેની સ્થિતિ આથી પણ ઊંચી છે. એને તો જન્મવું એ જ ત્રાસરૂપ લાગે છે. કેમકે જે જન્મે તેને જીવવું પડે અને મરવું ય પડે. જીવનના પાપોનો કોઈ આરોવારો નથી. વળી માર્યા વિના જીવવું ય મુશ્કેલ છે અને મારવું તો એને ગમતું જ નથી. એટલે પાપી જીવન અને દુઃખી મરણનું જન્મસ્થાન જન્મ જ એને ત્રાસરૂપ થઈ પડે છે. વાત આટલેથી જ અટકતી નથી. જેમ જૈનને જન્મવું એ પાપ લાગે છે; એમ હવે કોઈને જન્મ આપવામાં નિમિત્ત બનવું એ પણ પાપ લાગે છે.
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy