SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨ ૧૭ શરદીના દર્દીથી પાણીને અડાય પણ નહિ જેને શરદીની એલર્જી છે; વાતવાતમાં શરદી થઈ જવાની જેના શરીરની તાસીર છે એવા માણસો શિયાળાના સમયમાં કેટલાય દિવસો સુધી સ્નાન પણ કરતા હોતા નથી. કદાચ સ્નાન કરે તો ય એક બપોરે! સવારે તો નહિ જ. તદ્દન સાચી વાત છે. એલર્જીનું દર્દ જાય નહિ તો પાણીને અડાય પણ નહિ. જમાનાવાદના વંટોળમાં ફસાયેલા લગભગ ઘણા લોકોની બુદ્ધિને પણ આ “એલર્જી' લાગુ થઈ છે. આવા લોકોને, જેના તેના જે તે વિષયના ભાષણો સાંભળી સાંભળીને એ “એલર્જી' ક્રોનીક' થઈ ગઈ છે. આપણે એમને સમજાવીએ કે તમારે પ્રથમ તો દર્દમુક્ત થવું જોઈએ અને તે માટે “સુનના સબકા''ની નીતિને દેશવટો દેવો જોઈએ. પહેલાં તમે તમારા ઘરમાં સ્થિર થાઓ; ઘરને સારી રીતે સમજી લો પછી બહાર નીકળશો તો ક્યાંય ફસાશો નહિ.' પણ આ લોકો માનતા જ નથી. ગમે ત્યાં ગમે તેવા ભંસા ફાકવાની ટેવ એમની બુદ્ધિને પણ સ્પર્શી ગઈ છે. ક્યાં સુલસાની અને સદ્દાલકપુત્રની વાત! ક્યાં આજના બુદ્ધિજીવીની વાત ! હાથે કરીને એણે એના મગજને બગાડી નાંખ્યું છે. એક વાર જો માણસ સ્વધર્મશાસ્ત્રોને પરિપૂર્ણ રીતે સમજીને તત્ત્વને સમજી લે પછી તે એવો તૃપ્ત થઈ જશે કે એને બીજે ક્યાંય કશું મેળવવા જેવું લાગશે જ નહિ. કદાચ ક્યાંક જશે તો ય એના દિમાગમાં હલબલ ઊભી થશે નહિ. સાત સાગરના તરવૈયા મિહિરસેનની સાથે બ્રિટીશ ચેનલમાં ઝંપલાવતા પઠ્ઠા આદમીને છીંક પણ ન આવે. પણ એલર્જીથી પીડાતાને તો પાણીને જુએ ત્યાં છીંકવા માંડે. અમૈત્રી જેટલી જ અતિમૈત્રી પણ સારી નહિ કોઈ પણ જીવનો દ્રોહ કરવો; તેના પ્રત્યે પ્રીતિ ભાવ ન રાખવો તે અમેત્રી. અમેત્રી કદી સારી નહિ. એમ અપ્રમોદ, અકરુણા અને અમાધ્યથ્ય પણ સારું નહીં.
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy