SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬. છઠ્ઠો સાધુધર્મ છે ત્યાગ : તેઓ કોઈ જીવનો વધ કરતા નથી. કોઈ જીવોને બાંધતા નથી, જીવો સાથે દયામય વ્યવહાર રાખે છે. ત્યાગની આ એક વાત છે. બીજી વાત છે – સંયમી સાધુપુરુષોને કલ્પનીય ભોજન-વસ્ત્રપાત્ર આદિ આપવું. સાધુ, સાધુને પ્રાસુક ભોજનાદિ આપે! ૭. સાતમો સાધુધર્મ છે સત્ય : સાધુઓ હિતકારી જ બોલે. સ્વ-પર માટે જે હિતકારી હોય તે બોલે. તેઓ અહિતકારી ન બોલે. વિસંવાદી ન બોલે. અસત્ય ન બોલે, સત્યનિષ્ઠાને તેઓ મહાન ધર્મ માને છે. સત્ય બોલતાં તે ડરતા નથી. ૮. આઠમો સાધુધર્મ છે ત૫ : સાધુ તપ કરતા રહે છે ને તપ દ્વારા કર્મનિર્જરા કરતા રહે છે. બાહ્ય અને અત્યંતર - બંને પ્રકારનાં તપ તેઓ કરતા રહે છે. ૯. નવમો સાધુધર્મ છે બ્રહ્મચર્ય : બ્રહ્મસ્વરૂપ આત્મામાં રમણતા કરવા સાધુ મૈથુનથી નિવૃત્ત હોય છે. તેઓ મનથી પણ મૈથુન નથી સેવતા, બ્રહ્મચર્ય પાળી શકાય એવા સ્થાનમાં તેઓ રહે છે, તેવું જ ભોજન કરે છે, તેવી તપશ્ચર્યા કરે છે. એવું જ અધ્યયન કરે છે. આ રીતે બ્રહ્મચર્યનું પાલન કરતા તેઓ તન-મનથી તંદુરસ્ત રહે છે; અને પરમ બ્રહ્મની લીનતા તરફ આગળ વધે છે. ૧૦. દશમો સાધુધર્મ છે આકિંચન્ય : સાધુ અપરિગ્રહી હોય છે. મૂચ્છના ત્યાગી હોય છે. મમતાના ત્યાગી હોય છે. તેઓ માત્ર પોતાના સંયમનાં ઉપકરણો જ પાસે રાખે છે. કોઈ પણ પગલદ્રવ્ય પર મમતા ન થઈ જાય, એની સાવધાની રાખે છે. ભૂતકાળનાં પાપોનો નાશ કરવા, વર્તમાનકાલીન જીવનને નિષ્પાપ બનાવવા અને ભવિષ્યના અનંત કાળને સુખપૂર્ણ બનાવવા માટે આ દશ પ્રકારનો સાધુધર્મ શ્રેષ્ઠ ઉપાય છે. જે સાધુ-સાધ્વી આ દશવિધ ધર્મને મનવચન-કાયાથી આરાધે છે, તેઓ અવશ્ય સુખ-શાંતિ અને ગુણસમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.' આ રીતે મેં એમને - રાણાને સાધુપદની ઝાંખી કરાવી. તેમના મુખ પર પ્રસન્નતા પથરાઈ હતી. બયા ૨૦૩ For Private And Personal Use Only
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy