SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાતાવરણમાં નિરંતર પ્રકૃતિ સાથેનું ચુંબન પ્રવાહિત રહે છે. તમારી ચિબુકની ગોળાઈમાંથી જાણે જંબુદ્વીપ પૃથ્વી પર ઉતરી આવ્યો છે. તમારી કંબુગ્રીવાની રેખાઓમાં જાણે કેટલા જન્મોની મમતા ઊભરાઈ રહી છે! લોકમધ્યમાં ત્રસ-નાડીના સમાન છે તમારો ગ્રીવાનો પ્રદેશ. એના રેખાપટલોમાં ચારેય નિકાયના રાશિત જીવ મમતાકુલ થઈ શરણ શોધે છે! હે ભગવન્! આ સંસાર-આપના ક્લેશથી જીવો સંત્રસ્ત છે. એ જીવોને માટે આપના ચરણોની છાયા છત્ર બને છે. હે નાથ, જેમ સૂર્ય પરોપકાર માટે પ્રકાશે છે તેમ આપ પણ લોકહિતાર્થે આ પૃથ્વી પર વિચરણ કરો છો. હે જિનેશ્વર! જે કોઈ જીવ આપનાં દર્શન કરે છે તેઓ ધન્ય બની જાય છે અને જેઓ આપનાં દર્શન નથી પામતા તેઓ ભલે સ્વર્ગવાસી હોય, તો પણ અધન્ય છે. ત્રિભુવનપતિ! જેઓના હૃદયચૈત્યમાં આપ જ એક અધિદેવતારૂપે બિરાજમાન છો, તે ભાવિકો શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ છે. હે જિનેશ્વર? હે મરુદેવાનંદન, હું આપને પ્રાર્થના કરું છું કે આપ ક્યારેય મારું હૃદયસિંહાસન ખાલી કરશો નહીં. પરમ પરમેશ્વર ભગવાન ઋષભદેવ! મોહનો વારુણી સમુદ્ર તમે તરી ગયા અને તેથી જ તમારા આત્મતટ પર કૈવલ્યસૂર્ય અવતીર્ણ થયો હતો! હે અનન્તકોટિ બ્રહ્માંડોની જનેતા અને અભય-શરણદાત્રી માતા! તમારાં શ્રીચરણોના પધસંચારથી પ્રતિપલ નિત્ય-નૂતન સૃષ્ટિઓની ઉષાઓ ફૂટતી રહે છે. ભવારણ્યમાં જીવી રહેલી જીવ રાશિ ને જીવ-યોનિને તમારા પાદસ્પર્શથી અજ્ઞાત, અબૂઝ અમરત્વનું આશ્વાસન મળતું રહે છે. ઓ પરમાત્મા! ઓ પરમ મા! આત્મરમણી મા... આપની શિષ્યા મયણાને આપની શ્રીકમલગોદમાં ઉત્સગિત કરો! ચરમ આલિંગન કરો... પરમ ભક્તિનું સુખ પ્રદાન કરો! ઓ પરમ આત્મા! ઓ ભગવદ્ ષભદેવ! સહસા મયણા નિર્વાફ થઈ ગઈ. પરાવાકુ થઈ ગઈ. રસસમાધિમાં અંતરલીન થઈ ગઈ. એક વિરાટ અને અખંડ નિઃસ્તબ્ધતા જાણે દિગન્તો સુધી વ્યાપ્ત થઈ ગઈ. વિશ્વની બધી ગતિવિધિ જાણે એકાએક વિરામ પામી ગઈ. અપને આપમાં વિશુદ્ધ અદ્વૈત મહાસત્તાના સિવાય ત્યાં જાણે કશું જ શેષ ન રહ્યું. આરાધક અને આરાધ્ધ, વક્તા અને શ્રોતા, કવિ અને ભાવક... એક અભેદ નીરવતામાં તદાકાર બની ગયાં. હજારો આંખોએ એકાગ્ર અપલક દૃષ્ટિથી જોયું : વચ્ચે રહેલા ઊંચા ૧૨૪ માણા For Private And Personal Use Only
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy