SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહો! શબ્દોના એકદેશીય કથનમાં, આ કરુણામાતાના અનંત રમણીયરૂપનું વર્ણન કેવી રીતે કરી શકાય? એની રૂપવિભા અનૈકાન્તિની છે. વિવિધ ભાવ, વિવિધ સંવેદન, વિવિધ ભંગિમાઓ, સંબંધો અને સંદર્ભોમાં એ એકસાથે અભિવ્યક્ત થઈ રહી છે. કાળથી અતીત તે પોતાના સમયની એક વારની રમણી છે, મા છે, ધાત્રી છે, વિધાત્રી છે, વધુ છે, સર્વાગના છે, ઉર્વશી છે, તિલોત્તમાં છે અને સર્વસંવારિણી પણ છે... એ શું નથી? સારાંશ એ છે કે એ પૂંજીભૂત રૂપવિગ્રહ છે. જે મનુષ્યની જેવી ચાહના છે, જેવા ભાવ છે, એને અનુરૂપ એની ચેતના પ્રગટ થાય છે. અહા! કેવી પરમ અનુગ્રહવતી, અનુકંપાવતી ભગવતી છે આ પ્રતિમા ભગવાન ઋષભદેવની! જગદીશ્વરની! પરમેશ્વરની! હું અનુભવ કરું છું કે એની પરમ કૃપા આ ક્ષણે અમૃતના સમુદ્રની જેમ ચારે બાજુથી ઊછળીઊછળીને મને નવડાવી રહી છે. પોતાના નિરાવરણ શુદ્ધ સ્પર્શના જળથી એ મારા આ પ્રિયતમ રાણાના અણુ-અણુને અભિસિંચિત કરતી રહી છે. મારી અને મારા આ પ્રિયતમની સમસ્ત વાસના અને ચેતના એની કરુણા અને રમણીયતાના સંગ તદાકાર થઈને, એની અનુત્તર સૌંદર્યમૂર્તિની સાથે આલિંગિત થઈ ગઈ છે. હે પ્રભો! બારે સ્વર્ગોના કમલવનોના સવર્ણિમ પરિમલપરાગ જે તમારા દેહમાં રૂપાયમાન થયો છે અને ભગવંત! તમામ અપ્સરાઓ અને દેવાંગનાઓની સારભૂત રૂપમાધુરી આપનાં અંગાંગોથી ઝરી રહી છે. તમે કલ્પલતાઓ જેવી લચીલી, તવંગી, મનચાહી, મનમાયી અને સર્વકામપૂરણ શક્તિશાળી છો. તમારા મુખમંડળની સૌમ્ય સવર્ણ આભામાં, બધા સૂર્યો, બધા ચન્દ્રમાં, બધા ગ્રહ-નક્ષત્રોની જ્યોતિ, સમરસ, સંવાદી, સમંજસ બનીને વ્યાપ્ત છે. તમારા ભૂ-મધ્ય તિલકમાં, નિખિલના એકીભૂત આકર્ષણનું કેન્દ્ર બનીને રહેલું છે. તમારી ભ્રમરીનાં ખેંચાયેલાં ધનુષ્ય, અમારા પ્રાણોનાં તીરની જેમ ખેંચીને વિવિધ કામ્ય વસ્તુઓને વીંધે છે. તમારી આંખોના સર્વસ્વહારી કટાક્ષ, અમારા મન-મદનના મર્મોને ભેદે છે. દષ્ટિના આઘાતથી અમારી વાસના ટુકડેટુકડા થઈ જાય છે. સર્વ દેશ-કાળના સહસ્ત્રદલ કમલોના માર્દવ, મકરન્દ અને સૌરભથી તમારા હોઠ સંમુદિત રહે છે. આ હોઠોના મધણા ૧૨૩ For Private And Personal Use Only
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy