SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિસાર ૪૩૨ અધ્યાત્મસાર પ્રકરણમાં કહ્યું છે : 'कनीनिकेव नेत्रस्य कुसुमस्येव सौरभम् । सम्यक्त्वमुच्यते सारः सर्वेषां धर्मकर्मणाम् ।।' આંખમાં જેવી કીકી, પુષ્પમાં જેવી સુવાસ તેવી રીતે સર્વ ધર્મકાર્યોમાં સમ્યક્ત' સાર છે.' આત્માની આ અવસ્થામાં અન્તાનુબંધી કષાયોનો ઉદય હોતો નથી, પરંતુ અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય હોય છે. તેના ઉદયના પ્રભાવે આત્મા કોઈ વ્રત-નિયમ લઈ શકતો નથી. યથોક્ત તત્ત્વોની રુચિ જરૂર હોય. સમ્યક્તનો પ્રભાવ : સમ્યત્ત્વનો ગુણ આત્મામાં પ્રગટ થયા પછી પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય- આ પાંચ ગુણો પણ આત્મામાં પ્રગટ થાય છે. પ-પ્રીમ-સંવેગ-નિર્વેસ્તિવયનક્ષMEI गुणा भवन्ति यच्चित्ते, सः स्यात्सम्यक्त्वभूषितः ।। - श्री रत्नशेखरसूरि આ સમકિત આત્મા પરમાત્મા, સદ્ગુરુ અને સંઘની સદ્ભક્તિ કરે અને પરમાત્મશાસનની ઉન્નતિ કરે. ભલે એનામાં કોઈ વ્રત-નિયમ ન હોય. 'देवे गुरौ च संघे च सद्भक्तिं शासनोन्नतिम् । अव्रतोऽपि करोत्येव स्थितस्तुर्ये गुणालये ।।" ५. देशविरति-गुणस्थानक : સર્વવિરત ગુણના આવારક પ્રત્યાખ્યાનાવરણ-કષાયોના ઉદયથી અહીં આત્મા, સર્વસાવદ્ય યોગથી અંશે વિરામ પામે. (દેશ=અંશમાં, વિરતિ વિરામ પામવું) અર્થાત્ પાપ વ્યાપારોનો સર્વથા ત્યાગ ન કરે, પરંતુ અમુક અંશમાં ત્યાગ કરે. ५८. सर्वविरतिरूपं हि प्रत्याख्यानमावृण्वन्ति इति प्रत्याख्यानावरणाः । - प्रवचनसारोद्धारे For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy