SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ચૌદ ગુણસ્થાનક દેશવિરતિનો પ્રભાવ : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૩ અહીં આત્મા અનેક ગુણોથી યુક્ત બની જાય છે. જિનેન્દ્રભક્તિ ગુરુઉપાસના, જીવો પર અનુકમ્પા, સુપાત્રદાન, સત્શાસ્ત્રનું શ્રવણ, બાર વ્રતોનું પાલન, પ્રતિમાધારણ...વગેરે બાહ્ય-આત્યંતર ધર્મઆરાધનાથી આત્માનું જીવન શોભાયમાન હોય. ६. प्रमत्तसंयत गुणस्थानक : અહીં અનન્તાનુબંધિ-અપ્રત્યાખ્યાનાવરણ તથા પ્રત્યાખ્યાનાવરણ કાયોના ઉદય હોતા નથી. અહીં ‘સંજ્વલન’ કષાયનો ઉદય હોય છે. તેથી નિદ્રાવિકથાદિ પ્રમાદનો પ્રભાવ આત્મા પર પડે; માટે આ ભૂમિકાએ રહેલ આત્માને ‘પ્રમત્તસંયત્ત' કહેવામાં આવે છે. ‘શ્રી પ્રવચનસારોદ્વાર’ ગ્રંથમાં ‘પ્રમત્ત સંયત' શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે કરવામાં આવી છે : 'संयच्छति स्म - सर्वसावद्ययोगेभ्यः सम्यगुपरमति स्मेति संयतः । प्रमाद्यति स्म- मोहनायादिकर्मोदयप्रभावतः संज्वलन - कषायनिद्राद्यन्यतम-प्रमादयोगतः संयमयोगेषु सीदति स्मेति प्रमत्तः स चासौ संयतश्च प्रमत्तसंयतः । ' સર્વ સાવઘયોગોથી વિરામ પામે તે સંયત. મોહનીયાદિ કર્મોના ઉદયથી તથા નિદ્રાદિ પ્રમાદના યોગથી સંયમયોગોમાં અતિચાર લગાડે, માટે તે પ્રમત્ત કહેવાય. સર્વવિરતિનો પ્રભાવ : આત્મગુણોના વિકાસની આ એક ઉચ્ચ ભૂમિકા છે. અહીં આત્મા ક્ષમાઆર્જવ-માર્દવ-શૌચ-સંયમ-ત્યાગ-સત્ય-તપ-બ્રહ્મચર્ય-અકિંચન્ય, આ દશ યતિધર્મોનું પાલન કરે છે. અનિત્યાદિ ભાવનાઓથી આત્માને ભાવિત કરી વિષયકષાયોને વશ રાખે છે. સર્વ પાપોના ત્યાગરૂપ પવિત્ર જીવન જીવે છે. કોઈ પણ જીવને તે દુ:ખ આપતો નથી. For Private And Personal Use Only ૭. અપ્રમત્ત સંયત-મુળાના : અહીં સંજ્વલન કષાયોનો ઉદય મંદ થઈ જવાથી નિદ્રાદિ પ્રમાદનો પ્રશ્નાવ રહેતો નથી, તેથી આત્મા અપ્રમાદી-અપ્રમત્ત મહાવ્રતી બને છે. ૫૯. શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન જુઓ ‘પંવાશ પ્ર’ માં
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy